૧૬] [પ્રવચન રત્નાકર ભાગ-૯ અસ્તિપણાનો નિષેધ નથી, પણ તે ઉપાદાનની પર્યાયનું કાંઈપણ કરે નહિ.
તેમ વ્યવહાર છે તે નિશ્ચયનું કાંઈ કરે નહિ. કેમકે વ્યવહાર છે તે પણ નિમિત્ત છે. વ્યવહાર છે ખરો, પણ વ્યવહાર નિશ્ચયનું કાંઈ કરે નહિ.
પાંચમો આ ક્રમબદ્ધનો વિષય; પ્રત્યેક દ્રવ્યની સર્વ પર્યાયો તેના થવાના કાળે સ્વતંત્રપણે પોતાથી જ ક્રમબદ્ધ થાય છે. તેમાં કાંઈ આઘું-પાછું કદીય થાય નહિ.
હવે એક છઠ્ઠી વાતઃ બહાર એમ વાત આવી છે કે-પર્યાય અશુદ્ધ હોય તો દ્રવ્ય પણ અશુદ્ધ થઈ જાય.
પરંતુ આ માન્યતા યથાર્થ નથી. વસ્તુ જે દ્રવ્ય છે એ તો અનાદિ અનંત એકરૂપ પવિત્રતાનો પિંડ છે. વિકારી-નિર્વિકારી સર્વ પર્યાયોના કાળે દ્રવ્ય તો શાશ્વત એકરૂપ શુદ્ધ છે. અરે! તીવ્ર મિથ્યાત્વના કાળે પણ દ્રવ્ય-વસ્તુ તો જેવી છે તેવી શુદ્ધ જ છે.
પ્રશ્નઃ– તો શુદ્ધ-અશુદ્ધ દ્રવ્ય એમ કહે છે ને?
સમાધાનઃ– હા, પણ એ તો પર્યાય-અપેક્ષાએ વાત છે. શુદ્ધતા ને અશુદ્ધતા એ તો પર્યાયની વાત છે ભાઈ! વસ્તુ-દ્રવ્ય તો ત્રિકાળ એકરૂપ શુદ્ધ જ છે. અરે! પોતે કોણ છે? કેવો છે? કેવડો છે? એની પોતાને કાંઈ ખબર ન મળે અને બધી પરની માંડી છે. કહેવત છે ને કે- ‘ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને પાડોશીને આટો’ -એમ આ પણ પોતાની ખબર કરે નહિ અને બહારમાં ડહાપણ ડહોળે-જાણે દેવનો દીકરો; પણ ભાઈ! સ્વને જાણ્યા વિના એ બધું તારું ડહાપણ તો નરી મૂઢતા છે, પાગલપણું છે-બાપુ!
ભાઈ! તું સાંભળ તો ખરો કે અહીં આ શું કહે છે! અહાહા....! કહે છે-પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી. જુઓ, ત્રિકાળી શુદ્ધ જીવ-વસ્તુ છે એ તો ધ્રુવ અપરિણામી છે; તેમાં બદલવું (ક્રિયા) નથી. પણ વર્તમાન પર્યાય છે તે એની બદલતી દશા છે. અહીં કહે છે-તે વર્તમાન-વર્તમાન બદલતી દશા છે તે ક્રમબદ્ધ છે. મૂળ પાઠમાં ‘ક્રમનિયમિત’ શબ્દ છે, તેનો અહીં ‘ક્રમબદ્ધ’ અર્થ કર્યો છે. મતલબ કે જીવની અનાદિ અનંત ત્રણકાળની જે પર્યાયો છે તે પ્રત્યેક પોતાના સ્વકાળે ક્રમનિયમિત-ક્રમબદ્ધ પ્રગટ થાય છે. વળી જીવની તે પ્રત્યેક બદલતી-ઉપજતી દશા-પર્યાય જીવ જ છે, અજીવ નથી. એટલે શું? કે તે તે ઉપજતા પરિણામોમાં જીવ જ તન્મય છે, પણ એમાં