Pravachan Ratnakar (Gujarati). Gatha: 312-313.

< Previous Page   Next Page >


PDF/HTML Page 3063 of 4199

 

ગાથા ૩૧૨–૩૧૩
चेदा दु पयडीअट्ठं उप्पज्जइ विणस्सइ।
पयडी वि चेययट्ठं उप्पज्जइ विणस्सइ।। ३१२।।
एवं बंधो उ दोण्हं पि अण्णोण्णप्पच्चया हवे।
अप्पणो पयडीए य संसारो तेण जायदे।। ३१३।।
चेतयिता तु प्रकृत्यर्थमुत्पद्यते विनश्यति।
प्रकृतिरपि चेतकार्थमुत्पद्यते विनश्यति।।
३१२।।
एवं बन्धस्तु द्वयोरपि अन्योन्यप्रत्ययाद्भवेत्।
आत्मनः प्रकृतेश्च संसारस्तेन जायते।। ३१३।।
હવે આ અજ્ઞાનના મહિમાને પ્રગટ કરે છેઃ-
પણ જીવ પ્રકૃતિના નિમિત્તે ઊપજે વિણસે અરે!
ને પ્રકૃતિ પણ જીવના નિમિત્ત ઊપજે વિણસે; ૩૧૨.
અન્યોન્યના નિમિત્ત એ રીત બંધ બેઉ તણો બને
–આત્મા અને પ્રકૃતિ તણો, સંસાર તેથી થાય છે. ૩૧૩.
ગાથાર્થઃ– [चेतयिता तु] ચેતક અર્થાત્ આત્મા [प्रकृत्यर्थम्] પ્રકૃતિના નિમિત્તે

[उत्पद्यते] ઊપજે છે [विनश्यति] તથા વિણસે છે, [प्रकृतिः अपि] અને પ્રકૃતિ પણ [चेतकार्थम्] ચેતકના અર્થાત્ આત્માના નિમિત્તે [उत्पद्यते] ઊપજે છે [विनश्यति] તથા વિણસે છે. [एवं] એ રીતે [अन्योन्यप्रत्ययात्] પરસ્પર નિમિત્તથી [द्वयोः अपि] બન્નેનો- [आत्मनः प्रकृतेः च] આત્માનો ને પ્રકૃતિનો- [बन्धः तु भवेत्] બંધ થાય છે, [तेन] અને તેથી [संसारः] સંસાર [जायते] ઉત્પન્ન થાય છે.

ટીકાઃ– આ આત્મા, (તેને) અનાદિ સંસારથી જ (પરનાં અને પોતાનાં જુદાં

જુદાં) નિશ્ચિત સ્વલક્ષણોનું જ્ઞાન (ભેદજ્ઞાન) નહિ હોવાને લીધે પરના અને પોતાના એકત્વનો અધ્યાસ કરવાથી કર્તા થયો થકો, પ્રકૃતિના નિમિત્તે ઉત્પત્તિ-વિનાશ પામે છે; પ્રકૃતિ પણ આત્માના નિમિત્તે ઉત્પત્તિ વિનાશ પામે છે (અર્થાત્ આત્માના પરિણામ અનુસાર પરિણમે છે). એ રીતે-જોકે તે આત્મા અને પ્રકૃતિને કર્તાકર્મભાવનો અભાવ છે તોપણ-પરસ્પર નિમિત્તનૈમિત્તિકભાવથી બન્નેને બંધ જોવામાં