Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 308 of 4199

 

પ્રવચન રત્નાકર ભાગ-૨ ] [ ૨૭ તો ભગવાન આત્મા કેવો છે, કેવડો છે, કયાં છે, કેમ છે-એમ એને જાણવો. સીધી વાત લીધી છે કે અંતર સ્વસંવેદનજ્ઞાનથી પ્રથમ આત્માને જાણવો. અહાહા! મોક્ષાર્થી પુરુષે પ્રથમ આ કરવાનું છે.

દ્રષ્ટાંતમાં પેલો ધનાર્થી છે. તો આ મોક્ષાર્થી છે. એને પૂર્ણાનંદની પ્રાપ્તિ સિવાય બીજું કાંઈ પ્રયોજન નથી. એને પુણ્યની ઇચ્છા નથી, સ્વર્ગની કે કોઈ મોટી પદવી મળે એની ઇચ્છા નથી. એક જ પદવી મોક્ષાર્થી માટે છે, એક મોક્ષની. (દ્રષ્ટાંતમાં) જેમ પેલો એક ધનનો જ અર્થી છે એમ આ એકલો મોક્ષનો જ અર્થી છે. અનંત અનંત આનંદની પર્યાયમાં પ્રાપ્તિ થાય એ મોક્ષ. નિયમસારમાં આવે છે કે આત્માના મહા આનંદનો લાભ તે મોક્ષ. બસ એ મોક્ષ જેનું પ્રયોજન છે તે મોક્ષાર્થી છે. શ્રીમદે આત્મસિદ્ધિમાં કહ્યું છે કેઃ-

“મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ,
સમજાવ્યો સંક્ષેપમાં, સકલ માર્ગ નિર્ગ્રંથ.”

શ્રીમદ્ રાજચંદ્રના આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પહેલા જ છંદમાં એમ કહ્યું છેઃ-

“જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત,
સમજાવ્યું તે પદ નમું શ્રી સદ્ગુરુ ભગવંત.”

અહીં જે પદ સમજાવ્યું એટલે કે જે આત્મપદ મને સમજાયું તે પદને (સ્વરૂપને) હું નમું છું એમ કહે છે. જેવું સ્વરૂપ છે તે પહેલું સમજાયું. તે પદને હું નમું છું. વળી ૧૬ મા વર્ષે “બહુ પુણ્ય કેરા....” એ કાવ્યમાં એમ કહ્યું કેઃ-

“હું કોણ છું? કયાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?
કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરું?
એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા,
તો સર્વ આત્મિકજ્ઞાનના, સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યા.”

અહીં અમૃતચંદ્રાચાર્ય મહારાજ દાખલો આપીને કહે છે કે-પ્રથમ તો આત્માને જાણવો. જાણવો એટલે સ્વસંવેદનજ્ઞાનથી એને જાણવો. શાસ્ત્રથી જાણવો, ધારણાથી જાણવો કે ગુરુએ જણાવ્યો તેથી જાણવો એમ નહિ. પણ શુદ્ધ જ્ઞાનસ્વભાવી ભગવાન આત્માને પર્યાયમાં જ્ઞેય બનાવતાં જે જ્ઞાન થાય એ સ્વસંવેદનજ્ઞાનથી આત્માને જાણવો. ત્યારે આત્માને જાણ્યો એમ કહેવાય. જ્ઞાતા દ્રવ્યનું પર્યાયમાં જ્ઞાન થાય ત્યાં દ્રવ્ય પર્યાયમાં આવે નહિ, પણ પર્યાયમાં જ્ઞાતા દ્રવ્યનું પૂરું જ્ઞાન થાય. આત્માને જાણવો એનો અર્થ એમ છે કે એક સમયની જ્ઞાનપર્યાયમાં આ જ્ઞેય પૂર્ણ અખંડ ધ્રુવ શુદ્ધ પ્રભુ જેવો છે તેવો પરિપૂર્ણ જણાય ત્યારે આત્માને જાણ્યો એમ કહેવાય. આવી વાત