સમયસાર ગાથા ૩૧૭] [૭પ ચીજના લક્ષે તેને હરખ થાય અને પ્રતિકૂળ ચીજના લક્ષે તેને શોક થાય. પરમ પવિત્ર પોતાના આત્મસ્વરૂપના ભાન વિના અજ્ઞાની જીવ આ હરખ-શોકના ભાવોને ભોગવે જ છે. આ નિયમ કહ્યો.
અહીં યોગ્ય રીતે જ અભવ્યનું દ્રષ્ટાંત આપ્યું છે. અભવ્ય જીવની એક જાતિ છે. જેમ કોરડું મગ હોય તેને ગમે તેટલો નીચેથી પાક આપો તોપણ તે પાણીમાં બફાય-ચઢે નહિ. તેમ જીવની અભવ્ય એક જાતિ એવી છે કે તેને કોઈપણ પ્રકારે આત્માનુભવ ન થાય, તે કોઈપણ પ્રકારે ક્યારેય સીઝે નહિ. અભવ્ય એટલે ધર્મ પામવાને નાલાયક. તેને સદાય કર્મફળનું જ વેદન હોય છે.
ભગવાનની વાણી છૂટી તેમાંથી આ શાસ્ત્રો રચાયાં છે. તેમાં આ આવ્યું છે કે જગતમાં મોક્ષને લાયક અનંતા ભવ્ય જીવો છે, અને તેના અનંતમા ભાગે અભવ્યો છે. પં. શ્રી જયચંદજી કહે છે -અહીં અભવ્યનું ઉદાહરણ યુક્ત છે, કેમકે અભવ્યનો સ્વયમેવ સ્વભાવ છે કે દ્રવ્યશ્રુત આદિ અનેક બાહ્ય કારણો મળવા છતાં તે શુદ્ધ આત્માના જ્ઞાનના અભાવને લીધે, કર્મના ઉદયને ભોગવવાનો સ્વભાવ બદલતો નથી.
અભવ્ય જીવ હજારો શાસ્ત્રો ભણે, હજારો રાણીઓ છોડી નગ્ન દિગંબર મુનિ દશા અંગીકાર કરે અને બહારમાં મહાવ્રતાદિ બરાબર પાળે; બહારમાં એને વ્યવહાર શ્રદ્ધા બરાબર હોવા છતાં અંદર નિજાનંદસ્વરૂપનું જ્ઞાન શ્રદ્ધાન તેને કદીય થતું નથી. હું પરમ પવિત્ર શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વભાવી આત્મા છું એવો અનુભવ એને કદાપિ થતો નથી. તેથી તે કર્મના ઉદયને ભોગવવાનો સ્વભાવ બદલતો જ નથી. સ્વરૂપશ્રદ્ધાનનો તેને સદાય અભાવ હોવાથી તે કર્મફળને સદા ભોગવે જ છે.
અત્યારે તો લોકો આ કરો ને તે કરો એમ બાહ્ય ક્રિયાઓમાં જ ધર્મ થવાનું સાધન બતાવે છે; પણ ભાઈ! બાહ્ય ક્રિયાકાંડ કોઈ વાસ્તવિક સાધન નથી, કેમકે અનેક ક્રિયાકાંડ કરવા છતાં અભવિ જીવને ધર્મપ્રાપ્તિ થતી નથી, આત્માનુભવ થતો નથી; તે કર્મના ઉદયને ભોગવવાનો સ્વભાવ બદલતો નથી. આ તો ઉદાહરણ આપ્યું છે.
આ ઉદાહરણ પરથી સ્પષ્ટ થાય છે કે શાસ્ત્રોનું જ્ઞાન વગેરે હોવા છતાં જ્યાં સુધી જીવને શુદ્ધ આત્માનું જ્ઞાન નથી એટલે કે અજ્ઞાનીપણું છે ત્યાં સુધી જીવ નિયમથી ભોક્તા જ છે. અહાહા...! શાસ્ત્રનું જ્ઞાન વગેરે હોય, પણ અંદર શુદ્ધ ચૈતન્યસત્તા છે તેનું જ્ઞાન ન હોય તો એ બહારના સાધનોથી કાંઈ લાભ નથી. શાસ્ત્રનું જ્ઞાન, દેવ-ગુરુ- શાસ્ત્રનું અને નવતત્ત્વોનું ભેદરૂપ શ્રદ્ધાન અને મહાવ્રતાદિનું પાલન-એ તો બધો શુભરાગ છે; એનાથી કાંઈ લાભ નથી. અંદર સ્વસ્વરૂપના વેદનમાં એ જ્યાં સુધી ગયો નથી ત્યાં સુધી તે અજ્ઞાની જ છે અને ત્યાં સુધી તે