जानाति पुनः कर्मफलं बन्धं पुण्यं च पापं च।। ३१९।।
બસ જાણતો એ બંધ તેમ જ કર્મફળ શુભ–અશુભને. ૩૧૯
अपि करोति] કરતો પણ નથી, [न अपि वेदयते] વેદતો (ભોગવતો) પણ નથી; [पुनः] પરંતુ [पुण्यं च पापं च] પુણ્ય અને પાપરૂપ [बन्धं] કર્મબંધને [कर्मफलं] તથા કર્મફળને [जानाति] જાણે છે.
રહિત હોવાને લીધે પોતે અવેદક (-અભોક્તા) હોવાથી, જ્ઞાની કર્મને કરતો નથી તેમ જ વેદતો (-ભોગવતો) નથી; પરંતુ જ્ઞાનચેતનામય હોવાને લીધે કેવળ જ્ઞાતા જ હોવાથી, શુભ અથવા અશુભ કર્મબંધને તથા કર્મફળને કેવળ જાણે જ છે.
‘કર્મચેતના રહિત હોવાને લીધે પોતે અકર્તા હોવાથી, અને કર્મફળચેતના રહિત હોવાને લીધે પોતે અવેદક (-અભોક્તા) હોવાથી, જ્ઞાની કર્મને કરતો નથી તેમ જ વેદતો (-ભોગવતો) નથી; પરંતુ જ્ઞાનચેતનામય હોવાને લીધે કેવળ જ્ઞાતા જ હોવાથી, શુભ અથવા અશુભ કર્મબંધને તથા કર્મફળને કેવળ જાણે જ છે.’
જેમાં રાગનું ચેતવું થાય છે, જ્ઞાનનું ચેતવું નથી તે કર્મચેતના છે. આ હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના આદિ અશુભરાગ ને દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભરાગનું જે ચેતવું છે તે કર્મચેતના છે. એક વાર સાંભળ ભાઈ! અહીં કહે છે-જ્ઞાની કર્મ-ચેતના રહિત છે અને તેથી અકર્તા છે.
શું કીધું? કે આત્મા જ્ઞાનનો સાગર પ્રભુ છે. તેનો જેને અંતરમાં અનુભવ