Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3113 of 4199

 

૯૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯

ઘણાં વર્ષ પહેલાં એક ભાઈએ પ્રશ્ન કરેલ કે-મહારાજ! સિદ્ધ ભગવાન શું કરે? અથવા મોટા ભગવાન છે તો જગતનું કાંઈ ન કરે? લ્યો, આવો પ્રશ્ન કરે!

ત્યારે કહ્યું કે-ભાઈ! સિદ્ધ ભગવાન જગતનું કાંઈ ન કરે, એ તો પોતાના (અતીન્દ્રિય) જ્ઞાન આનંદને વેદે. જગતનાં પદાર્થોના તેઓ અકર્તા અને અભોક્તા છે. લોકોને (અજ્ઞાનીઓને) એમ લાગે કે અમે સંસારમાં પાંચ-પચીસ માણસોને નભાવીએ છીએ, કુંટુંબનું ભરણ-પોષણ કરીએ છીએ, ધંધા-પાણીની વ્યવસ્થા કરીએ છીએ, ઇત્યાદિ પણ ભાઈ! એ તારી મિથ્યા માન્યતા છે; વસ્તુસ્થિતિ એમ નથી ભાઈ! તને બાહ્ય સ્થૂળ દ્રષ્ટિમાં એમ ભાસે કે અમે પરનાં કામ કરીએ છીએ પણ વાસ્તવમાં પરનાં કાર્ય કોઈ (આત્મા) કરી શકતો જ નથી. પરને અડે નહિ તે પરનું શું કરે? અહી કહે છે- ક્ષાયિકજ્ઞાન પરનું કાંઈ કરે તે વાત તો છે નહિ પણ તે રાગાદિ કર્મોનું પણ અકારક અને અવેદક છે. સમજાણું કાંઈ...?

આમ ક્ષાયિકજ્ઞાનની વાત કરી. હવે ફરીથી શુદ્ધજ્ઞાનપરિણત સાધક જીવની વાત કરે છે. એમ કે જે પોતે હજુ સિદ્ધ થયો નથી, હજુ જેને કેવળજ્ઞાન થયું નથી એવો શુદ્ધજ્ઞાનપરિણત સાધક જીવ છે તે શું કરે છે? કે અવસ્થામાં જે રાગાદિ થાય તેને જાણે છે, કરે છે એમ નહિ, માત્ર જાણે છે. આવી વાત!

સવારના પ્રવચનમાં આવ્યું કે રાગ અને પરથી ભિન્ન અંદર ત્રિલોકીનાથ ભગવાન અમે તને બતાવ્યો તો ત્રણલોકમાં એવો ક્યો જીવ હોય કે જેને જ્ઞાનનું પરિણમન ન થાય? સમયસાર ગાથા ૩૧, ૩૨, ૩૩ માં વિકલ્પથી ભિન્ન ચૈતન્યઘન પ્રભુ આત્મા બતાવ્યો છે. અહા! ચૈતન્યના અસ્તિત્વથી આત્મા છે અને રાગના અસ્તિત્વથી આત્મા નથી-આવો ભિન્ન આત્મા બતાવ્યો છે; અહો! તેને જાણીને એવો કોણ પુરુષ છે કે જેને ભેદજ્ઞાન ન થાય?

આ શાસ્ત્રની પાંચમી ગાથામાં પણ આચાર્યદેવે કહ્યું કે ‘जदि दाएज्ज पमाणं’ જો હું શુદ્ધજ્ઞાનઘન એકત્વ-વિભક્ત એવો આત્મા તને દેખાડું તો હે શિષ્ય! તું પ્રમાણ કરજે. પ્રમાણ કરજે એટલે? એટલે કે સ્વાભિમુખ થઈ સ્વાનુભવ કરીને પ્રમાણ કરજે. ‘હું તને દેખાડું તો’ -એમ કહ્યું ને આચાર્યદેવે? મતલબ કે એને (શુદ્ધાત્માને) દેખનારો- સ્વાનુભવથી પ્રમાણ કરનારો પણ છે ત્યાં. અહો! આવી અદ્ભુત અલૌકિક વાત કરીને આચાર્યદેવે જગતને ન્યાલ કરી દીધું છે. અહા! અંતરમાં જ્યાં ખબર પડી કે અંદરમાં મોટો પ્રભુ-ચૈતન્યમહાપ્રભુ પોતે આત્મા છે ત્યારે તેની સંભાળ કરી તેનો અનુભવ કેમ ન કરે? અવશ્ય કરે જ.

જુઓ, અહી પણ સ્વાનુભવમંડિત શુદ્ધજ્ઞાનપરિણત જીવ લીધો છે; એકલો