સમયસાર ગાથા ૩૨૦ ] [ ૯પ સાંભળનારો લીધો નથી. અહા! એ શુદ્ધજ્ઞાનપરિણત જીવ શું કરે છે? જાણે છે. કોને? બંધ-મોક્ષને.
અહાહા...! અંદર આત્મા ચૈતન્યમહાપ્રભુ શુદ્ધજ્ઞાનપ્રકાશનો પુંજ છે. એ તો જ્ઞાનપણે પ્રકાશે કે રાગમાં અટકીને રાગને કરે ને રાગને વેદે? જે રાગ છે તે ભાવબંધ છે, અને જડ કર્મનો બંધ નિમિત્ત છે. અહીં કહે છે -જ્ઞાનપરિણત જીવ રાગ અને જડ કર્મબંધને દૂર રહી પૃથક્પણે જાણે છે.
હવે આવી વાત અત્યારે ક્યાં છે? અરે! લોકોએ તો તદ્ન સ્થૂળ કરી નાખ્યું છે. એમ કે વસ્ત્ર-લુગડાં સહિત હોય તે શ્વેતાંબર ને વસ્ત્ર-લુગડાં રહિત હોય તે દિગંબર. બાપુ! દિગંબર તો વસ્તુનું સ્વરૂપ છે. અહાહા...! અંદરમાં રાગથી નગ્ન શૂન્ય બીનમૂરત ચિન્મૂરત પ્રભુ આત્મા વિરાજી રહ્યો છે તે યથાર્થ દિગંબરસ્વરૂપ છે. અહાહા...! આવા નિજ સ્વરૂપનું અંદરમાં જેને ભાન થયું છે તે શુદ્ધજ્ઞાનપરિણત ધર્મી પુરુષ પર્યાયમાં બંધ છે તેને જાણે જ છે.
જેમ જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા એકલા જ્ઞાનપ્રકાશનો પુંજ ત્રિકાળ અસ્તિ છે, એમ રાગાદિ બંધ પણ વર્તમાન અસ્તિ છે. અવસ્થામાં બંધ છે જ નહિ એમ નથી. પણ સમ્યગ્દ્રષ્ટિ ધર્મી જીવ તે રાગાદિ બંધભાવને દૂર રહીને જાણે છે; તેમાં ભળીને તેને કરે કે તેને વેદે એમ છે નહિ.
જો રાગમાં ભળીને રાગને કરે અને રાગને વેદે તો તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે. શું કીધું? આ દયા, દાન, વ્રત, તપ આદિના જે શુભરાગના વિકલ્પ છે તેને જીવ કરે અને વેદે એમ જેણે માન્યું છે તેની તો દ્રષ્ટિ જ મિથ્યા છે કેમકે તેને રાગથી અધિક-ભિન્ન જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્માનું ભાન થયું નથી. તે તો રાગને જ એકત્વપણે કરે છે અને રાગને એકત્વપણે વેદે છે. આવા જીવની અહીં વાત નથી.
અહીં તો જેને જાણવામાં ને પ્રતીતિમાં આવ્યું કે હું રાગથી ભિન્ન પૂર્ણ જ્ઞાનઘનસ્વરૂપ ભગવાન આત્મા છું એવા શુદ્ધજ્ઞાનપરિણત જીવની વાત છે. અહાહા...! તેણે વ્યક્ત જ્ઞાનના અંશમાં એમ જાણ્યું કે આ વ્યક્તિરૂપ છે તે તો અંશ છે પણ મારી વસ્તુ તો અંદર ધ્રુવ પરિપૂર્ણ છે. ધ્રુવમાં ધ્રુવ જણાય એમ નહિ, પણ ધ્રુવના ધ્યેયે જે પરિણમન થયું તે પરિણમનમાં ધ્રુવને જાણ્યું છે. અહા! તે જ્ઞાનનો અંશ અવસ્થામાં જે રાગ અને બંધ છે તેને પણ જાણે છે. જેમ જ્ઞાન સ્વને જાણે છે તેમ જે રાગ આવે છે તેને પણ જાણે છે, બસ. હવે આવી વાત કઠણ લાગે પણ આ સત્ય વાત છે, અત્યારે તો આ સાંભળવા મળવી પણ મુશ્કેલ છે.
અહાહા...! ભગવાન આત્મા સદા જ્ઞાનસ્વરૂપી પ્રભુ પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ છે. તેનો પૂરણ આશ્રય જેને થયો તે સર્વજ્ઞ પરમાત્માને એક સમયમાં ત્રણકાળ અને ત્રણલોકનું