૧૧૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ તેમાં આવરણ કેવું? (આવરણ તો પર્યાયમાં હોય છે.) આવું જે શુદ્ધ ચૈતન્યના પ્રવાહરૂપ-અહાહા..! ચૈતન્ય... ચૈતન્ય... ચૈતન્ય... એમ શુદ્ધ ચૈતન્યના ધ્રુવ પ્રવાહરૂપ શુદ્ધ જીવત્વ છે તે નિરાવરણ શુદ્ધ પારિણામિકભાવ છે અને તે બંધ-મોક્ષના પરિણામથી રહિત છે. અર્થાત્ તે બંધ મોક્ષના પરિણામનું કારણ નથી.
પર્યાયમાં અશુદ્ધતા હોય તો દ્રવ્ય અશુદ્ધ થઈ જાય-એમ કેટલાક કહે છે ને? લ્યો, એમની એ માન્યતાનો આમાં નિષેધ થઈ ગયો. ભાઈ! દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ નિરાવરણ જ છે. (આવરણ છે એ તો પર્યાયમાં છે.) આવી વાત ચાલતી ન હતી અને બહાર આવી એટલે કેટલાકને ખળભળાટ થયો કે-અરે! અમારા આ બધા ક્રિયાકાંડ ઉડી જશે. પણ બાપુ! આ તારા હિત ની વાત છે ભાઈ! ચોર્યાસીના અવતારનો અંત કરી જન્મ મરણ રહિત થવાની આ વાત છે બાપુ!
શુદ્ધ જીવત્વસ્વરૂપ ત્રિકાળ શક્તિલક્ષણ જે પારિણામિકપણું છે તેમાં દ્રષ્ટિ આપતાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે એ પછી કહેશે. અહીં કહે છે -વસ્તુનું સ્વરૂપ જે ત્રિકાળ શક્તિરૂપ સત્ છે, અહાહા..! સત્નું જે સત્વ છે તે ત્રિકાળ નિરાવરણ છે. ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક-એમ ચાર ભાવો જે પર્યાયરૂપ છે તે ત્રિકાળી ધ્રુવ શુદ્ધમાં નથી. તેમ તેને આવરણેય નથી. આવો માર્ગ છે ભાઈ! એક વાર સાંભળ તો ખરો નાથ! અંદરમાં ભગવાન આત્મા “આનંદ બ્રહ્મણોરૂપં” જ્ઞાનાનંદની સ્વરૂપલક્ષ્મીથી મહા પ્રતાપવંત ત્રિકાળ વિરાજી રહ્યો છે. તેની દ્રષ્ટિ કરવી તેનું નામ સમ્યગ્દર્શન છે જે ધર્મનું પહેલું પગથીયું છે.
અજ્ઞાની માને છે કે કષાય મંદ કરીએ, વ્રત, નિયમની ક્રિયા કરીએ તે સાધન અને તેનાથી સાધ્ય સિદ્ધ થશે; પરંતુ એમ છે નહિ. કષાય તિવ્ર હો કે મંદ, એ ઔદયિક ભાવ છે અને તે મલિન વિકારી પરિણામ સંસારનું-બંધનું કારણ છે. મોક્ષનું નહિ. મોક્ષના કારણરૂપ તો ઔપશમિક, ક્ષાયોપશમિક અને ક્ષાયિક-એમ નિર્મળ પર્યાયરૂપ ત્રણ ભાવો છે. અને ચારેય ભાવોથી રહિત ત્રિકાળ શુદ્ધ જીવત્વલક્ષણ જે શુદ્ધ પારિણામિકભાવ છે તે અક્રિય છે. તેમાં ક્રિયા નથી, ઉત્પાદ-વ્યય નથી. એમાં કાંઈ કરવું નથી કે છોડવું નથી. મોક્ષ કરવો એમેય નહી, ને રાગ કરવો એમેય નહી, રાગ છોડવો એમેય નહી. અહા! આવો શુદ્ધ પારિણામિક ભાવ નિરાવરણ છે. તેનો આશ્રય લેતાં સમ્યગ્દર્શન આદિ ધર્મ પ્રગટ થાય છે.
અરેરે? આવી વાત જેને કાનેય ન પડે તે બિચારા શું કરે? હું કોણ છું? મારું સ્વરૂપ શું છે? આ પાંચ ભાવો કેવી રીતે છે? કયા ભાવથી બંધન છે ને કયા ભાવથી મોક્ષનો ઉપાય ને મોક્ષ થાય, ક્યા ભાવ શુદ્ધ છે ને કયા ભાવ અશુદ્ધ છે, કયા ભાવ આશ્રય કરવાયોગ્ય ઉપાદેય છે ને કયા હેય છે-અહા! ઇત્યાદિ સમજવાની