સમયસાર ગાથા ૩૨૦ ] [ ૧૩૯ વર્તમાન મોક્ષમાર્ગની પર્યાયને તેનાથી કથંચિત્ ભિન્ન કહીને અસત્યાર્થ કહી તો પછી રાગના વિકલ્પવાળી મલિન દુઃખરૂપ દશાનું શું કહેવું? ભાઈ! મોક્ષમાર્ગની પર્યાય છે તે તો પવિત્ર છે, આનંદરૂપ છે, અબંધ છે. તે પણ ત્રિકાળી શુદ્ધ દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે તો પછી બંધરૂપ રાગની દશાનું શું કહેવું? રાગ કરતાં કરતાં નિશ્ચય (-વીતરાગતા) પ્રગટે એ તો તારો અનાદિકાલીન ભ્રમ છે ભાઈ! (ત્યાંથી હઠી જા).
અહા! મોક્ષના કારણરૂપ જે અબંધ પરિણામ છે તે ભાવનારૂપ છે અને ત્રિકાળી શુદ્ધ દ્રવ્યસ્વભાવ છે તે ભાવનારૂપ નથી. અહો! આવી શુદ્ધ તત્ત્વદ્રષ્ટિ કરીને આઠ આઠ વર્ષના ચક્રવર્તી અને તીર્થંકરના પુત્રો કેવળજ્ઞાન પ્રગટ કરીને અલ્પકાળમાં મોક્ષપદ પામે છે. તેમને શરીરની અવસ્થા ક્યાં નડે છે? આ તો મોટાની વાત કરી, બાકી લાકડીના ભારા વેચીને ગુજરાન ચલાવનાર ગરીબ કઠિયારાના આઠ-આઠ વર્ષના બાળકો પણ અંતઃતત્ત્વનું ભાન કરી, જ્યાં માણસના ચાલવાનો પગરવ પણ થતો નથી એવા જંગલમાં ચાલ્યા જઈને એકાન્ત સ્થાનમાં નિજસ્વરૂપની સાધના કરીને થોડા જ કાળમાં પરમપદની પ્રાપ્તિ કરી લે છે. અહો! અંતરનો આવો કોઈ અલૌકિક માર્ગ છે!
લ્યો, હવે બહારની ચીજ-નિમિત્ત અને રાગ-તો ક્યાંય દૂર રહી ગઈ; અહીં તો નિર્મળ દ્રવ્ય-પર્યાય વચ્ચે કથંચિત્ ભેદ હોવાની સૂક્ષ્મ વાત છે. જૈનતત્ત્વ બહુ સૂક્ષ્મ ને ગંભીર છે ભાઈ! એ જ વિશેષ કહે છે.
‘જો (તે પર્યાય) એકાંતે શુદ્ધ-પારિણામિકથી અભિન્ન હોય, તો મોક્ષનો પ્રસંગ બનતાં આ ભાવનારૂપ મોક્ષકારણભૂત (પર્યાયનો) નો વિનાશ થતાં શુદ્ધપારિણામિકભાવ પણ વિનાશને પામે. પણ એમ તો બનતું નથી (કારણ કે શુદ્ધપારિણામિક ભાવ તો અવિનાશી છે).’
જુઓ, શું કહે છે? કે વીતરાગભાવરૂપ નિર્મળ પર્યાય જો ત્રિકાળી ભાવથી એકમેક હોય તો મોક્ષનો પ્રસંગ બનતાં મોક્ષમાર્ગની ભાવનારૂપ પર્યાયનો વિનાશ થાય છે તે વખતે જ શુદ્ધપારિણામિકભાવ-ત્રિકાળીભાવ પણ વિનાશને પામે. અહીં શું કહેવું છે? કે-
મોક્ષમાર્ગમાં ક્ષાયિકાદિભાવરૂપ જે નિર્મળ પર્યાય થઈ તે પર્યાય ત્રિકાળી દ્રવ્ય સાથે સર્વથા અભિન્ન નથી. જો બન્ને સર્વથા અભિન્ન એક હોય તો તે બે ધર્મોની સિદ્ધિ જ ન થાય; ને એકનો-પર્યાયનો વ્યય થતાં આખા દ્રવ્યનો જ નાશ થઈ જાય. જુઓ, પૂરણ શુદ્ધ જ્ઞાન અને આનંદની પ્રાપ્તિરૂપ મોક્ષની પ્રગટતા થતાં મોક્ષમાર્ગની ભાવનારૂપ પર્યાયનો વ્યય થાય છે. તો શું તે કાળે આત્મદ્રવ્ય જ નાશ