૧૮૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ મતલબ કે જાણે સૌને પણ કરે કોઈને નહિ. આવી વાત! વિષયવાસનાના કાળે સંયોગને દેખે, પણ તે સંયોગને ને સંયોગીભાવ જે વાસના તેને કરતો નથી, ભોગવતો નથી. સામી ચીજને એ કરતો ને ભોગવતો દેખાય છે ને! અહીં કહે છે -એ-જ્ઞાનસ્વભાવી આત્મા, એનો જ્ઞાનમાત્ર સ્વભાવ હોવાથી, પરને કરતો ને ભોગવતો નથી.
જુઓ, અહીં જ્ઞાન કેવળ જ્ઞાનમાત્રસ્વભાવવાળું છે એમ કહીને એકાંત કર્યું. પણ બાપુ! એ તો સમ્યક્ એકાંત છે ભાઈ! કેમકે ભગવાન આત્માનો એકાંત જ્ઞાનસ્વભાવ જ છે. કથંચિત્ જ્ઞાનસ્વભાવ ને કથંચિત્ કર્તાસ્વભાવ એવું આત્મવસ્તુનું સ્વરૂપ જ નથી, એવું જ્ઞાનનું સ્વરૂપ જ નથી.
ત્યારે કોઈ વળી કહે છે- કથંચિત્ બંધને મોક્ષનું કર્તાપણું કહો તો અનેકાન્ત થાય.
અરે ભાઈ! એમ નથી બાપા! ભગવાન આત્મા કેવળ જ્ઞાનમાત્રસ્વભાવવાળો હોવાથી ‘જાણવું’ તો કરે પણ તે બંધને-રાગને કરતો નથી, તેમ તે રાગને વેદતો પણ નથી, બંધને-રાગને જ્ઞાન જાણે, એનો કેવળ જ્ઞાનસ્વભાવ છે ને! તો રાગને-બંધને જ્ઞાન જાણે, પણ તેને એ કરે કે વેદે-એવું એનું સ્વરૂપ નથી. લ્યો, હવે પરનું-આ ઝવેરાત, હીરા, માણેક-મોતીનું ને કપડાં વગેરેનું કરવું તો કયાંય દૂર રહી ગયું. સમજાણું કાંઈ...?
અહા! એક રજકણથી માંડીને આખી દુનિયાને એ જાણે, પણ જાણવાના સંબંધમાત્રથી એને પરને ને રાગને કરવા ને વેદવાનો સંબંધ થઈ જાય એવી વસ્તુ નથી. જ્ઞાનતત્ત્વવસ્તુ ખૂબ સૂક્ષ્મ છે ભાઈ! લોકો તો એને સ્થૂળ સંયોગના ને રાગના સંબંધથી માને છે, પણ અહીં કહે છે, રાગથી ને પરથી ભિન્ન શુદ્ધ જ્ઞાનતત્ત્વ કેવળ જ્ઞાનમાત્રસ્વભાવવાળું છે અને તેથી તે કર્મના બંધને માત્ર જાણે જ છે. શું કીધું? જે કર્મનો બંધ થાય તેને પરજ્ઞેય તરીકે જાણે છે, પણ કરે છે કે ભોગવે છે એમ નહિ. બહુ આકરી વાત! શુભના પક્ષવાળાને આકરી પડે, પણ શું થાય? વસ્તુનું સ્વરૂપ જ આવું છે ત્યાં (શું થાય?)
અહાહા.....! જ્ઞાન નામ આત્માને કેવળ જ્ઞાનમાત્રસ્વભાવવાળો કહ્યો ત્યાં વસ્તુમાં -આત્મામાં એકલું જ્ઞાન છે એમ ન લેવું, પણ બીજા અનંત ગુણ સાથે જ અવિનાભાવપણે રહેલા છે એમ જાણવું. એમાં રાગનું કે પરનું કરવું નથી માટે ‘જ્ઞાનમાત્રસ્વભાવવાળું’ -એમ કહ્યું છે. અહાહા....! એ બોલે નહિ, ખાય નહિ, ચાલે નહિ, બીજાને શીખામણ દે નહિ, બીજાની શીખામણ લે નહિ.... અહાહા....! આવું પરનું કાંઈ કરે નહિ એવું જ્ઞાનમાત્ર તત્ત્વ આત્મા છે. સમજાણું કાંઈ....?