Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3202 of 4199

 

સમયસાર ગાથા ૩૨૦ ] [ ૧૮૩

કોઈને એમ થાય કે કાલે બપોરે તો એમ આવ્યું હતું કે ‘ગુરુનાં વચનોને પામીને.....’

ભાઈ! એ તો સ્વના આશ્રયે એણે અંદર સુદ્રષ્ટિ-સમદ્રષ્ટિ પ્રગટ કરી તો કહ્યું કે ‘ગુરુનાં વચનો પામીને...’ આ તો તે તે કાળે ઉપસ્થિત બાહ્ય નિમિત્તનું જ્ઞાન કરાવવા વ્યવહારથી કહેવામાં આવ્યું છે. બાકી ગુરુનાં વચનો છે (ગુરુ વચન બોલે છે) અને એ વચનોને કોઈ શિષ્ય લે છે-એવું વસ્તુસ્વરૂપ નથી. લ્યો, આવી વાત! સમજાય છે કાંઈ...?

અહીં કહે છે-કેવળ જ્ઞાનમાત્રસ્વભાવવાળું હોવાથી કર્મના બંધને કરતું નથી, માત્ર જાણે જ છે, જુઓ, શાસ્ત્રમાં આવે કે ચોથે ગુણસ્થાને આટલી પ્રકૃતિ સત્તામાં હોય, આટલો ઉદય હોય, આટલું વેદન એટલે અનુભાગ હોય, આટલી પ્રકૃતિ બંધાય, આટલી ઉદયમાં આવે ને આટલીની ઉદીરણા થાય-ઇત્યાદિ, પણ ભાઈ! એ તો આ બધું જે હોય તેને જાણે જ છે, એને કરતો નથી. હવે નજીકની ચીજ જે કર્મ તેના ઉદયાદિને તે માત્ર જાણે જ છે, કરતો નથી તો પછી પરચીજને એ કરે એ વાત ક્યાં રહી? આત્મા બોલે, ચાલે, પરને મદદ કરે કે પરથી મદદ લે આદિ પરની ક્રિયા કરવી-એ વસ્તુના સ્વરૂપમાં નથી.

હા, પણ બંધને એ ભલે ન કરે, પણ મોક્ષને તો એ કરે છે ને?

ના, તે કાળે તે પર્યાય-પૂરણ મોક્ષ દશા થાય જ તેને કરે શું? જ્ઞાન કહેતાં શુદ્ધ આત્મદ્રવ્ય મોક્ષને પણ કરતું નથી. જે સમયે જે સત્પણે છે તેને કરે શું? ‘કરે’ એ તો જે ન હોય એને કરે એમ કહેવાય. શું કીધું? જેની સ્થિતિ ન હોય તેને કરે એમ કહેવાય. પણ જાણનાર જ્ઞાનીને તો જે મોક્ષની પર્યાય છે તેને એ જાણે છે બસ. અહાહા....! છે એને જાણે છે, પણ કરે-બરે છે એમ છે નહિ.

જુઓ, એનામાં એક ‘ભાવ’ નામનો ગુણ છે. આ ગુણને લઈને તને પ્રતિ સમય નિયત પર્યાય હોય જ છે. અહા! આવું જે દ્રવ્ય તેનો જ્યાં સ્વીકાર થયો ત્યાં પર્યાયમાં જે બંધ-રાગ આદિ છે તેને એ જાણે જ છે, કરતો નથી, અહાહા...! જે તે ગુણસ્થાને તેના પ્રમાણમાં કર્મનો ઉદય આવે અને ઉદીરણા થાય, પણ એને એ કરતો નથી. અહાહા...! આ તો ૩૨૦ ગાથા! બહુ ઊંચી! છેલ્લી હદ છે. જ્ઞાનસ્વભાવ... જ્ઞાનસ્વભાવ... જ્ઞાનસ્વભાવ એવી વસ્તુ છે. એમાં બહુ તાણીને, તું કહે તો, એ જાણે દેખે છે એમ અમે કહીએ, ખરેખર તો (પરનું) જાણવું-દેખવું-એય વ્યવહાર છે.

અહાહા...! પોતે પોતાને જાણે છે એ નિશ્ચય ને પરને જાણે છે ઈ વ્યવહાર;