૧૮૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ બાકી પરને કરે ને વેદે એ તો વાત જ નથી. ભાઈ! અહીં તો આ કહેવું છે કે તું બહુ લઈ જા તો એ દેખે-જાણે છે બસ એટલે રાખ, બાકી (પરનું) કરવું ને વેદવું એ તો એને છે જ નહિ. અહાહા...! આત્મતત્ત્વ જ્ઞાનસ્વરૂપી ભગવાન મોક્ષને કરે છે એમ પણ છે નહિ.
તો એના પુરુષાર્થનું શું? બાપુ! એ જાણે એ જ એનો પુરુષાર્થ છે. જાણગ-જાણગ સ્વભાવ છે એનો; તો જાણવા પ્રતિ વીર્ય જાગ્રત થાય તે પુરુષાર્થ છે; કેમકે હું કરું તો (પર્યાય) થાય એવું વસ્તુના સ્વરૂપમાં ક્યાં છે? નથી.
અહાહા...! જ્ઞાનમાત્ર સ્વભાવવાળો હોવાથી એ બંધને કરતો નથી, મોક્ષનેય કરતો નથી. અહાહા...! મોક્ષની પર્યાય તે કાળે થવાની જ છે, થાય છે, છે-તેને કરવું શું? અહાહા...! જાણનારને, તે મોક્ષની પર્યાય છે તેને કરવું ક્યાં છે? બાપુ! મોક્ષની પર્યાય જે થાય છે ને છે તેને કરવી એ તો વિરુદ્ધ થઈ ગયું. છે તેને કરે છે એ તો વિરુદ્ધ છે, છે તેને બસ જાણે જ છે એ વસ્તુસ્વરૂપ છે.
દ્રવ્ય સત્, ગુણ સત્ ને એક સમયની પર્યાય પણ સત્ છે. મોક્ષની અવસ્થા જે થાય છે તે સત્ છે. સત્પણે જે થાય જ છે એને હું કરું છું એ કેમ આવે? સત્ છે, છેપણે છે એને શું કરે? અહા! આખી દ્રવ્યદ્રષ્ટિ જેને યથાર્થ થઈ છે તે મોક્ષને પણ જાણે જ છે, મોક્ષને કરતો નથી. આવી વાત બાપુ! બહુ ઝીણી! લોકો તો અત્યારે બહારમાં (કરવામાં) જ પડી ગયા છે પણ બાપુ! વસ્તુ આત્મા જ્ઞાનમાત્ર સ્વભાવવાળો હોવાથી તે બંધને કે મોક્ષને કરતો નથી, માત્ર જાણે જ છે.
વળી કહે છે-જ્ઞાનમાત્રસ્વભાવવાળો હોવાથી કર્મના ઉદયને અને નિર્જરાને જાણે જ છે. અહાહા....! કર્મનો ઉદય પણ ‘છે’ . ઉદય છે તેને પરપણે જાણે છે. બસ જાણે છે એટલું જ, એ સિવાય બીજું (-કરે છે કે વેદે છે એવું) કાંઈ છે નહિ. નિર્જરાનેય બસ જાણે છે, કરે છે એમ નહિ.
અશુદ્ધતાનું ગળવું, શુદ્ધતાનું વધવું ને કર્મનું ખરી જવું એમ નિર્જરા ત્રણ પ્રકારે છે. એમાં અશુદ્ધતાનું ગળવું એ વ્યવહારનયથી છે ને કર્મનું ટળવું એ અસદ્ભૂત વ્યવહારનયથી છે. શુદ્ધતાનું વધવું એ વાસ્તવિક નિર્જરા છે. અહીં કહે છે -એક સમયમાં એ ત્રણેય છે. હવે એ છે એને કરવું શું? અહાહા..! શુદ્ધતાનું વધવું એ એક સમયનું તે- તે સમયે સત્ છે; હવે એ પર્યાય સત્-વિદ્યમાન છે તેને કરવી શું? અહાહા...! શુદ્ધોપયોગની સ્થિરતા થતાં ત્યાં શુદ્ધતાનું વધવું હોય છે. હવે છે, ઉપજે છે એને કરવું શું? જેમ મોક્ષ ઉપજે છે તેમ નિર્જરા પણ ઉપજે છે. હવે