સમયસાર ગાથા ૩૨૦ ] [ ૧૮પ હયાતી લઈને જે ઉપજે છે, છે એને કરવું છે એ વાત ક્યાં છે? નથી. તેથી નિર્જરાનેય એ કરતો નથી, કેવળ જાણે જ છે.
અહાહા...! પર્યાયના ક્રમબદ્ધ પ્રવાહમાં એના કાળે નિર્જરાય થાય છે તેને કરવી શું? હવે આવી વાત સમજમાં બેસે નહિ એટલે એને ઠેકાણે કોઈ લોકો કહે કે-પરને સહાય કરવી, ગરીબોનાં આંસુ લૂંછવા, એકબીજાને મદદ કરવી-અન્ન, વસ્ત્ર, ઔષધિ આપવાં-ઇત્યાદિ કરે તે ધર્મ, ‘જનસેવા તે પ્રભુ સેવા’ -લ્યો, આવું કહે. અનંતકાળથી ઓશિયાળી દ્રષ્ટિ ખરી ને! પણ બાપુ! એ તો વિપરીત દ્રષ્ટિ છે. ભાઈ! એ વીતરાગનો મારગ નહિ પ્રભુ!
અહીં કહે છે-જેમ જ્ઞાનસ્વભાવી ત્રિકાળી આત્મદ્રવ્ય સહજ સત્ છે, એનો જ્ઞાનસ્વભાવ ત્રિકાળ સત્ છે તેમ એની એક સમયની પર્યાય પણ વર્તમાન સત્ જ છે. જેમ ત્રિકાળીને કરવો નથી તેમ વર્તમાન વર્તતી પર્યાયને પણ કરવી નથી, બહુ ઝીણી વાત પ્રભુ! જેમ વસ્તુ આત્મા ત્રિકાળ સત્ છે તેમ નિર્જરા ને મોક્ષની પર્યાય પણ તે તે કાળે સત્ જ છે. હવે સત્પણે ‘છે’ એને શું કરવું? એને માત્ર જાણે છે. અહા! ગજબ વાત કરી છે. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર છે ને! એ તો જાણવા-રૂપ પર્યાય નિર્જરાને ને મોક્ષને જાણે છે એમ કહ્યું, કરે છે એમ નહિ, પણ વાસ્તવમાં તો નિર્જરાને ને મોક્ષને તે તે કાળે જાણે એવી જાણવારૂપ પર્યાય સ્વતઃ થવાની જ છે તે થાય છે. શું કીધું? નિર્જરા ને મોક્ષની પર્યાય તો તે તે કાળે વિદ્યમાનપણે છે, તેને જ્ઞાન જાણે છે એમ કહેવાય, બાકી જાણવાની પર્યાય પણ તે કાળે તે રીતે જ સત્ છે; નિર્જરા ને મોક્ષ છે માટે જાણનારી પર્યાય છે એમ નથી. અહા! આવું બહુ ઝીણું!
ભાઈ! આ તો સત્ને સત્પણે અહીં સિદ્ધ કરે છે. એક સમયની પર્યાય છે, પરવસ્તુ છે, છે એને જ્ઞાન જાણે છે એમ ભલે કહીએ, વાસ્તવમાં તો જાણે છે એ પર્યાય પણ તે કાળે સત્ જ છે. પરવસ્તુ છે, પર્યાય છે માટે એને જાણે છે એમ નથી. અહાહા...! જે છે તેને તે કાળે તે જ પ્રકારે જાણે એવી જ્ઞાનની પર્યાય સ્વયં સત્ છે, બીજી ચીજ છે માટે એને જાણે છે એમ નથી. જાણવાની પર્યાય બીજી ચીજની અપેક્ષા રાખતી નથી, પોતે પોતાના ક્રમમાં જાણવાપણે પોતાથી જ વિદ્યમાન છે. બીજાને જાણે છે એમ કહીએ એ તો વ્યવહાર છે. લ્યો, આવું બહુ ઝીણું છે.
અહીં ચાર બોલ લીધા છે. હવે બાકી શું રાખ્યું? બંધ, મોક્ષ ઉદય અને નિર્જરાને તે તે કાળે જ્ઞાન જાણે જ છે. રાગ-બંધ થાય છે તેને તે કાળે જ્ઞાન પોતે પોતાથી જ જાણતું થકું પ્રગટ થાય છે; રાગ ને બંધ છે માટે એને જાણે છે એમ જ્ઞાનને અપેક્ષા નથી. રાગની-બંધની અપેક્ષા રાખીને જાણવાની પર્યાય થાય છે એમ