૧૮૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ નથી. વાસ્તવમાં એને જ્ઞાન જાણે છે એમ કહેવું એ વ્યવહાર છે. અહાહા...! અનંત ગુણ, અનંતી પર્યાય, બંધ, મોક્ષ આદિને તે તે કાળમાં જ્ઞાનની પર્યાય તે તે પ્રકારે જાણે એ રીતે જ તે સ્વતઃ સ્વતંત્ર ઉત્પન્ન થાય છે. આવી વાત છે.
ત્યારે કોઈ પંડિતો વળી કહે છે-પરનો કર્તા ન માને તે દિગંબર જૈન નથી. અરે પ્રભુ! તું શું કહે છે આ? આ દિગંબરાચાર્ય શું કહે છે એ તો જો અહાહા...! કર્તા તો નહિ, પણ ખરેખર તો એનો જાણનારે નહિ. જાણનારી પર્યાય જાણગને- જાણનારને જાણતી સત્પણે ઉત્પન્ન થાય છે. એ તો અહીં બંધ-ઉદય આદિને જાણે છે એમ વ્યવહાર સિદ્ધ કર્યો છે. સમજાય છે કાંઈ...? જાણવાની પર્યાય ને બંધ -મોક્ષ આદિ પર્યાય, તથા અનંતા ગુણની અનંતી પર્યાય અક્રમે ઉત્પન્ન થાય છે તેને તે તે કાળે તે પ્રકારે જ્ઞાન જાણે છે એ વ્યવહાર છે. આવી ઝીણી વાત!
પ્રશ્નઃ– આ જાણવું એમાં ગર્ભિત કર્તાપણું આવ્યું કે નહિ? ઉત્તરઃ– અહા! જાણવાનું કરું એમ (પણ) નહિ. એ જાણવાની પર્યાય તે કાળે સહજપણે જ સતરૂપ છે, અને થાય છે. હવે આવું છે ત્યાં મેં આ કર્યું ને તેં કર્યું, મેં છોકરાંને પાળ્યાં-પોષ્યાં ને મોટા કર્યાં, ને મેં વેપાર-ધંધા કર્યા ને હું પૈસા રળ્યો એ વાત ન ક્યાં રહે છે? બાપુ! એ તો બધી મિથ્યા કલ્પના જ છે, બધું ગપે-ગપ છે. સમજાય છે કાંઈ...?
હવે જ્યાં પોતાની નિર્જરા ને મોક્ષની પર્યાયને પણ જાણવાનું કામ કરે છે એમ પણ કથનમાત્ર છે ત્યાં પરને-પર રજકણોને ને સ્કંધને-એ પલટાવે-બદલાવે એ વાત જ ક્યાં રહે છે! આત્મા રોટલી કરે ને લાડવો વાળે ને વેપાર કરે- એ બધું બાપુ! ગપે-ગપ જ છે. એ તો તે તે સમયે તે તે (રોટલી વગેરે પર્યાય) સત્ છે તો એ પ્રકારે પરિણમન થાય છે. તેમાં તારા હેતુની ક્યાં જરૂર-અપેક્ષા છે? અને તે તે કાળે જ્ઞાન તેને એમ જ જાણે છે એમાં એની ક્યાં અપેક્ષા છે? જૈનતત્ત્વ ખૂબ ગંભીર છે ભાઈ! અહીં તો સિદ્ધ કરવું છે કે - ભગવાન! તું જ્ઞાન છો તો તું એને (બંધ-મોક્ષ આદિને) જાણે બસ એટલું રાખ, પણ એને કરે ને વેદે એ ભગવાન! તારું સ્વરૂપ જ નથી. હવે આવો મારગ!
ત્યાં વળી કોઈ કહે- એકેન્દ્રિય આદિની રક્ષા કરો, હિંસા ન કરો એ જૈનનો મારગ છે.
સમાધાનઃ– બાપુ! એ બધાં વ્યવહારનાં વચન ભાઈ! બાકી શું તું અન્ય જીવની રક્ષા કરી શકે છે? કદીય નહિ હોં. એ તો તે તે કાળે હિંસા થવાની નથી જ, રક્ષા થવાની છે તેને જ્ઞાન જાણે છે; તે પણ પર જીવની રક્ષા એની અપેક્ષા રાખીને જ્ઞાન થાય છે એ નથી. અહા! આવું અલૌકિક સત્નું સ્વરૂપ છે.