સમયસાર ગાથા ૩૨૦ ] [ ૧૮૭
जिउ परमत्थे जोइया, जिणवर एउ भणेइ।।
શ્રી જયસેનાચાર્યની ટીકામાં આ લીધું છે કે - ‘જિનવર એમ કહે છે કે’ ... કહે છે-એમ કહ્યું ને? ભાઈ! એ તો વાણી વાણીના કારણે આવે છે, પણ ભગવાન તે કાળે નિમિત્ત છે તો કહ્યું કે ‘જિણવર એઉ ભણેઈ?’ ભગવાન છે માટે વાણી આવે છે એમ નથી. વાસ્તવમાં જેમ ભગવાન છે તેમ વાણી પણ તે કાળે સ્વતઃ વિદ્યમાન છે. (કોઈના કારણે કોઈ છે એમ છે જ નહિ) એ તો સર્વોત્કૃષ્ટ નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું કે ‘जिणवर एउ भणेइ’ ।
જિનવર કહે છે કે-હે યોગી!-અહાહા....! યોગને આત્મામાં જોડનાર હે યોગી! પરમાર્થે જીવ ઉપજતો પણ નથી, મરતો પણ નથી, ને બંધ અને મોક્ષને પણ કરતો નથી. આનો અર્થ જ આ થયો કે આત્મા જે જ્ઞાનમાત્રસ્વભાવ છે એના તરફ જ્યાં જાણવાનું લક્ષ થયું ત્યાં (કરવું) બધું છૂટી ગયું, બસ પછી જે છે એને એ જાણે જ છે. નિર્જરાને ને મોક્ષનેય એ જાણે જ છે. સાધકના કાળમાં નિર્જરાને જાણે અને સાધ્યકાળે મોક્ષને જાણે. બસ જાણે એટલું જ; ત્યાં જાણવાની પર્યાય પણ તે કાળે તેની જ પોતાથી ઉપજે છે.
અહીં શું કહે છે કે- પરમાર્થે જીવ ઉપજતો નથી, મરતોય નથી? ઉપજતો નથી શેમાં? કે પર્યાયમાં પરમાર્થે તે ઉપજતો નથી, વ્યય પણ કરતો નથી. પ્રવચનસાર ગાથા ૧૦૨ માં આવ્યું છે કે જે પર્યાય ઉપજે છે તેને ધ્રુવની અપેક્ષા નથી. હવે અને પોતાના ધ્રુવની જ્યાં અપેક્ષા નથી ત્યાં પરની અપેક્ષાની તો વાત જ ક્યાં રહી? એ બંધ-મોક્ષ ઇત્યાદિ જેવું જ્ઞેય હોય તેવું જ તે કાળે જાણે છે, પણ તેને (જ્ઞાનની પર્યાયને) બંધ-મોક્ષ આદિ જ્ઞેયની અપેક્ષા નથી. અહાહા...! જાણવાના જ્ઞાનમાં, જાણાવા યોગ્યજ્ઞેય બરાબર આવ્યું માટે તેને જાણે છે એમ અપેક્ષા લઈને જ્ઞાનપર્યાય થાય છે એમ નથી.
અહાહા....!
અહાહા....! પૂર્ણાનંદનો નાથ પૂર્ણજ્ઞાનઘન એકલા જ્ઞાનસ્વભાવમય ભગવાન આત્મા છે એની પર્યાયમાં (-જ્ઞાનપર્યાયમાં) અનંતી પર્યાય ને દ્રવ્ય-ગુણ જણાય છે તે પર્યાય સહજ છે, તેને હું ઉત્પન્ન કરું છું એમ છે નહિ, અહાહા...! બંધને, મોક્ષને, ઉદયને, નિર્જરાને કેવળ જાણું જ છું; જે છે તેને માત્ર જાણું જ છું, પણ કરું છું કે ભોગવું છું એમ છે નહિ, હવે પરની દયા કરવી ને પરની મદદ કરવી ઇત્યાદિ તો ભાઈ! તદ્ન તત્ત્વવિરુદ્ધ છે. એ કાંઈ માર્ગ નથી, લ્યો, આવી વાત!