સમયસાર ગાથા ૩૨૦ ] [ ૧૮૯ પડે; કેમકે નીચેની ભૂમિકાવાળાને તો કર્મનો ઉદય છે, સુખદુઃખરૂપે પરિણમન થાય જ છે. જ્યાંસુધી દર્શનાવરણ, જ્ઞાનાવરણ ને વીર્યાંતરાયનો ઉદય છે ત્યાં સુધી અદર્શન, અજ્ઞાન અને અસમર્થપણું હોય જ છે. તો પછી કેવળજ્ઞાન થયા પહેલાં જ્ઞાતા-દ્રષ્ટાપણું કેમ કહ્યું?
તેનું સમાધાનઃ– ‘પહેલેથી કહેતા જ આવ્યા છીએ કે જે સ્વતંત્રપણે કરે-ભોગવે, તેને પરમાર્થે કર્તા-ભોક્તા કહેવાય છે. માટે જ્યાં મિથ્યાદ્રષ્ટિરૂપ અજ્ઞાનનો અભાવ થયો ત્યાં પરદ્રવ્યના સ્વામીપણાનો અભાવ થયો અને ત્યારે જીવ જ્ઞાની થયો થકો સ્વતંત્રપણે તો કોઈનો કર્તા-ભોક્તા થતો નથી, તથા પોતાની નબળાઈથી કર્મના ઉદયની બળજોરીથી જે કાર્ય થાય છે તેનો કર્તા-ભોક્તા પરમાર્થદ્રષ્ટિએ તેને કહેવાતો નથી.’
જ્ઞાની જીવ શુદ્ધ ચેતનામાત્ર ભાવનો સ્વામી થયો તે રાગાદિ પરદ્રવ્યનો સ્વામી મટી ગયો છે. હવે તેને વિકારભાવ હું કરું-ભોગવું’ એમ અભિપ્રાય નથી અને તેનો ઉત્સાહ પણ નથી. (તેને તો એક શુદ્ધોપયોગનો જ ઉત્સાહ છે) તેથી ઉદયની બળજોરીથી અર્થાત્ પોતાના પુરુષાર્થની નબળાઈથી જે અસ્થિરતાનો રાગ તેને થાય છે તેનો તે પરમાર્થે કર્તા-ભોક્તા કહેવાતો નથી. અહીં બે વાત કરીઃ
૧. જ્ઞાની સ્વતંત્રપણે રાગાદિનો કર્તા-ભોક્તા થતો નથી, અને
૨. પુરુષાર્થની નબળાઈને લીધે ઉદયમાં જોડાતાં કિંચિત્ અસ્થિરતાનો રાગ તેને
હવે વિશેષ કહે છે- ‘વળી તે કાર્યના નિમિત્તે કાંઈક નવીન કર્મરજ લાગે પણ છે તોપણ તેને અહીં બંધમાં ગણવામાં આવતી નથી. મિથ્યાત્વ છે તે જ સંસાર છે. મિથ્યાત્વ ગયા પછી સંસારનો અભાવ જ થાય છે. સમુદ્રમાં બિંદુની શી ગણતરી?’
પુણ્ય-પાપ આદિ ભાવ મારા છે એવી જે મિથ્યાદ્રષ્ટિ છે તે જ સંસાર છે. આ બૈરાં-છોકરાં તે સંસાર-એમ નથી, કેમકે પરવસ્તુને આત્મા ગ્રહે-છોડે એ એના સ્વરૂપમાં નથી. પરવસ્તુના ગ્રહણ-ત્યાગથી આત્મા શૂન્ય છે. તથાપિ પરવસ્તુ મારી હું તેને કરું- ભોગવું એવી મિથ્યા માન્યતા કરે તે જ સંસાર છે.
જ્ઞાનીને મિથ્યા અભિપ્રાય મટી ગયો છે, તોપણ પુરુષાર્થની નબળાઈને લીધે કિંચિત્ અલ્પ રાગાદિ તેને થાય છે અને તેના નિમિત્તે કિંચિત્ અલ્પ કર્મબંધ પણ તેને થાય છે; પણ તેને અહીં ગણવામાં આવેલ નથી. કેમ? કેમકે મિથ્યાત્વ છે તે જ મુખ્યપણે બંધ છે અને તે જ સંસારનું મૂળ છે. મૂળ કપાઈ ગયા પછી સંસારની અવધિ