૨૨૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯
કર્મને લઈને આત્માને વિકાર થાય છે એમ માનનારા એકાંતવાદીઓ કહે છે, ભગવાન કેવળીની નિર્બાધ વાણીની વિરાધના કરે છે.
ત્યારે તે કહે છે-શાસ્ત્રમાં વિકારને પુદ્ગલજન્ય કહ્યો છે. કળશ ૩૬ માં ‘भावाः पौद्गलिकाः अमी’ -એમ કહ્યું છે.
હા, કહ્યું છે. ત્યાં તો વિકાર ઔપાધિકભાવ છે, પુદ્ગલકર્મના નિમિત્તના સંગે ઉત્પન્ન થાય છે અને નિજ ચિદાનંદ સ્વભાવના સંગમાં રહેતાં તે નીકળી જાય છે તો સ્વભાવદ્રષ્ટિની અપેક્ષાએ તેને પુદ્ગલજન્ય કહ્યો છે. જીવને રાગ થાય છે તે ખરેખર કાંઈ પુદ્ગલકર્મ ઉત્પન્ન કરે છે એમ નથી, પણ જીવ જ્યારે પુદ્ગલકર્મના નિમિત્તને આધીન થઈ પરિણમે છે ત્યારે રાગ ઉત્પન્ન થાય છે, અને સ્વદ્રવ્યને આધીન રહી પરિણમતાં રાગ નીકળી જાય છે (ઉત્પન્ન થતો નથી) માટે તે રાગાદિ ભાવોને સ્વભાવની મુખ્યતાથી પૌદ્ગલિક કહ્યા છે કેમકે તેઓ સ્વભાવભાવ નથી. ભાઈ! જ્યાં જે અપેક્ષા હોય તે યથાર્થ સમજવી જોઈએ.
અહીં અપેક્ષા બીજી છે, રાગ અજ્ઞાનથી જીવમાં પોતામાં-પોતાની પર્યાયમાં થાય છે માટે તે જીવના-ચેતનના પરિણામ છે, અને જીવ-ચેતન જ તેનો કર્તા છે, જડકર્મ નહિ. જેઓ જડકર્મને ખરેખર રાગનો કર્તા માને છે તેઓ ખરેખર જિનવાણીની વિરાધના કરે છે. સમજાણું કાંઈ...?
કોઈને થાય કે આવું બધું સમજવા ક્યાં રોકાવું? એના કરતાં વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ કરવાનું બતાવો તો બધું સહેલું થઈ જાય.
અરે ભાઈ! વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ તારે ક્યાં નવું છે? એ તો બધું તેં અનંતકાળમાં અનંતવાર કર્યુ છે. સાંભળ; મહાવિદેહક્ષેત્રમાં કે જ્યાં તીર્થંકર પરમાત્મા સદાય બિરાજમાન છે ત્યાં તું અનંતવાર જન્મ્યો છે પ્રભુ! અને ત્યાં ભગવાનના સમોસરણમાં અનંતવાર તું ગયો છે, ભગવાનની મણિરત્નના દીવાથી હીરાના થાળમાં કલ્પવૃક્ષના ફૂલથી અનંતવાર પૂજા કરી છે. પણ ભાઈ! એ તો બધો શુભરાગ; એ કાંઈ ધર્મ નહિ અને ધર્મનું કારણેય નહિ. આવી વ્યવહારના પક્ષવાળાને આકરી લાગે એવી વાત! પણ શું થાય? આ તો વસ્તુસ્વરૂપ છે બાપુ!
પણ વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ ધર્મી પુરુષોને પણ હોય છે! હા, હોય છે. ધર્મી પુરુષોને એ બધું હેયબુદ્ધિએ હોય છે. તેઓ એ શુભરાગના કર્તા થતા નથી, જાણનાર માત્ર જ રહે છે. જે રાગ થયો તેને તેઓ પોતાના ચૈતન્યસ્વરૂપમાં ભેળવતા નથી, પણ તેને પૃથક રાખી માત્ર જાણે જ છે. જ્યારે અજ્ઞાની જીવ રાગને કર્તા થઈને કરે છે. આમ હોવા છતાં કર્મ જ રાગને કરે છે,