સમયસાર ગાથા ૩૨૮ થી ૩૩૧ ] [ ૨૨૭ કર્મ વિના રાગ ન થાય એમ જેઓ માનનારા છે તેઓ, અહીં કહે છે, નિર્બાધ જિનવાણીની વિરાધના કરનારા એકાંતવાદી મિથ્યાદ્રષ્ટિ છે.
અહા! અનાદિથી અજ્ઞાનવશ એને જે વિકાર થાય છે તે જીવ પોતે જ કરે છે, કર્મ એનો કર્તા નથી. આવું વસ્તુસ્વરૂપ સિદ્ધ કરીને ભગવાન આચાર્યદેવ એને રાગના કર્તાપણારૂપ જે અનાદિ અજ્ઞાનભાવ છે તેને છોડી દેવાની વાત કરે છે; કેમકે જ્યારે તે આવો અજ્ઞાનભાવ છોડી દે ત્યારે તેને ચૈતન્યના આનંદનો-નિજાનંદસ્વરૂપની પ્રાપ્તિનો લાભ થાય; અને એનું જ નામ ધર્મ છે. ભાઈ! ચારગતિના પરિભ્રમણના દુઃખનો જો તને ડર હોય તો આનો સત્વરે નિર્ણય કરવો પડશે.
પ્રત્યેક દ્રવ્યની સમયે સમયે જે જે પર્યાય થાય તે ક્રમબદ્ધ થાય છે. જે દ્રવ્યની જે સમયે જે ક્ષેત્રે જે પર્યાય થવાની હોય તે દ્રવ્યની તે સમયે ત્યાં તે જ પર્યાય થાય છે આવું પર્યાયનું સ્વરૂપ છે. હવે આનો યથાર્થ નિર્ણય કરવા જાય તો કર્મથી વિકાર થાય, ને નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થાય ને ભક્તિ આદિ શુભરાગથી મુક્તિમાર્ગ થાય ઇત્યાદિ બધી મિથ્યા માન્યતાઓ ઉડી જાય છે, પરના કર્તાપણાનું અભિમાન પણ ઉડી જાય છે.
હા, પણ ભગવાનના ગુણનું સ્મરણ કરે તો ગુણનો લાભ થાય. આવે છે ને કે ‘वन्दे तद्गुणलब्धये’ ?
એ તો બધાં નિમિત્તનાં કથન છે ભાઈ! અરે! પોતાનો જે આત્મા છે તેના દ્રવ્ય- ગુણ-પર્યાયના વિચાર કરે તોય ત્યાં વિકલ્પ-રાગ ઉઠે છે તો પછી ભગવાનના ગુણનું સ્મરણ કરે તો ગુણપ્રાપ્તિ ક્યાંથી થાય? એનાથીય શુભરાગ જ ઉઠે. અરે ભાઈ! ધર્માત્માનેય જે વ્યવહારરત્નત્રય છે એય શુભરાગ જ છે, ધર્મ નથી. (એને વ્યવહારથી ધર્મ કહીએ એ બીજી વાત છે).
અહાહા...! ત્રિકાળી ધ્રુવ એક સામાન્ય-સામાન્ય-સામાન્ય ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મામાં અભેદદ્રષ્ટિ કરતાં એને સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન પ્રગટ થાય છે; અને એ ધર્મ છે. પરંતુ ભગવાનની ભક્તિ અને ભેદ ઉપર દ્રષ્ટિ રાખતાં તો રાગ જ થાય છે, એનાથી ધર્મ થાય એમ તો છે જ નહિ.
તો પછી પ્રવચનસાર ગાથા ૮૦ માં તો આમ કહ્યું છે કે-
ભાઈ! એનો અર્થ એ છે કે પ્રથમ અર્હંત ભગવાનના દ્રવ્ય-ગુણ-પર્યાયને