Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3247 of 4199

 

૨૨૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ જાણીને, પોતાના આત્મામાં અંદર લક્ષ કરે ત્યારે શુદ્ધ ચૈતન્યસ્વરૂપની એકત્વપણે અભેદદ્રષ્ટિ થતાં એને સમ્યગ્દર્શન થાય છે અને મિથ્યાત્વનો નાશ થાય છે. ભગવાનના ગુણો તરફનું લક્ષ રહે ત્યાં સુધી તે રાગ જ છે; જ્યારે અંતર્દ્રષ્ટિ કરે ત્યારે તેને સમ્યગ્દર્શન થાય છે. સમાધિતંત્રમાં પણ આવે છે કે-સિદ્ધનું ધ્યાન કરતાં આત્માનું ધ્યાન થાય છે. એનો પણ આવો જ અર્થ છે કે સિદ્ધ ભગવાનનું ધ્યાન કરતાં હું પોતે સ્વરૂપથી સિદ્ધ છું એમ સ્વરૂપની અંતર્દ્રષ્ટિ થાય ત્યારે આત્મધ્યાન થાય છે. આવી વાત છે.

અરે ભાઈ! હમણાં જ તું આ નહિ સમજે તો ક્યારે સમજીશ? જોતજોતામાં આયુ તો પુરું થઈ જશે; પછી તું ક્યાં જઈશ? જો તો ખરો, આ ભવસિંધુ તો અમાપ દરિયો છે. પુણ્યથી ધર્મ થાય ને નિમિત્તથી કાર્ય થાય ઇત્યાદિ શલ્ય ઊભું રહેશે તો અપાર ભવસમુદ્રમાં ચોરાશી લાખ યોનિમાં તું ક્યાંય આથડી મરીશ ભાઈ!

માટે કહે છે-

‘उद्धत–मोह–मुद्रित–धियां तेषां बोधस्य संशुद्धये’ તીવ્ર મોહથી જેમની બુદ્ધિ બીડાઈ ગઈ છે એવા તે આત્મઘાતકોના જ્ઞાનની સંશુદ્ધિ અર્થે ‘वस्तुस्थितिः स्तूयते’ (નીચેની ગાથાઓમાં) વસ્તુસ્થિતિ કહેવામાં આવે છે- ‘स्याद्वाद–प्रतिबन्ध–लब्ध– विजया’ કે જે વસ્તુસ્થિતિએ સ્યાદ્વાદના પ્રતિબંધ વડે વિજય મેળવ્યો છે (અર્થાત્ જે વસ્તુસ્થિતિ સ્યાદ્વાદરૂપ નિયમથી નિર્બાધપણે સિદ્ધ થાય છે).

અહાહા...! શું કહે છે? પોતે અકર્તા છે એમ સમજી રાગનો કર્તા જેઓ જડકર્મને માને છે તેમની બુદ્ધિ તીવ્ર મોહથી બીડાઈ ગઈ છે એમ કહે છે. તેમના જ્ઞાનની નિર્મળતા માટે નીચેની ગાથાઓમાં વસ્તુસ્થિતિ એટલે વસ્તુના સ્વરૂપની મર્યાદા કહેવામાં આવે છે. તે મર્યાદા આ કે-અજ્ઞાનવશ વિકારભાવનો કર્તા જીવ પોતે જ છે, કર્મ તેને વિકાર કરાવે છે એમ નથી.

અહા! પોતાના સ્વભાવને તરછોડીને જે નિમિત્તના સંગે પરાધીન થઈ પરિણમે છે તેને પર્યાયમાં વિકારી ભાવ ઉત્પન્ન થાય છે અને તે વિકારી ભાવનો કર્તા તે પોતે જ છે, પરદ્રવ્ય-જડકર્મ તેનો કર્તા નથી. પરદ્રવ્ય રાગનું કર્તા નથી પણ અજ્ઞાનદશામાં જીવ પોતે જ રાગનો કર્તા થાય છે-તથા જ્યારે તેને સ્વભાવનું ભાન થઈ આત્મજ્ઞાન થાય છે ત્યારે તે રાગનો કર્તા નથી, જ્ઞાતા જ છે, અકર્તા છે. આવી આ સ્યાદ્વાદ વડે સિદ્ધ થયેલી વસ્તુસ્થિતિ છે જે હવેની ગાથાઓમાં કહેવામાં આવશે.

અહો! કેવળીના કેડાયતી દિગંબર સંતોએ ઢંઢેરો પીટીને સત્યને ખુલ્લું કર્યું