૨૪૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯
[अत्यन्तं वृत्तिमत्–नाश–कल्पनात्] ‘વૃત્તિમાન અર્થાત્ દ્રવ્ય અત્યંત (સર્વથા) નાશ પામે છે’ એવી કલ્પના દ્વારા [अन्यः करोति] ‘અન્ય કરે છે અને [अन्यः भुंक्ते] અન્ય ભોગવે છે’ [इति एकान्तः मा चकास्तु] એવો એકાંત ન પ્રકાશો.
છે કે ‘દ્રવ્ય જ સર્વથા નાશ પામે છે’ . આવી એકાંત માન્યતા મિથ્યા છે. જો અવસ્થાવાન પદાર્થનો નાશ થાય તો અવસ્થા કોના આશ્રયે થાય? એ રીતે બન્નેના નાશનો પ્રસંગ આવવાથી શૂન્યનો પ્રસંગ આવે છે. ૨૦૭.
આત્મા સર્વથા અકર્તા નથી, કથંચિત્ કર્તા પણ છે-એવા અર્થની ગાથાઓ હવે કહે છેઃ-
‘(અહીં પૂર્વપક્ષ આ પ્રમાણે છેઃ) -કર્મ જ આત્માને અજ્ઞાની કરે છે, કારણ કે જ્ઞાનાવરણ નામના કર્મના ઉદય વિના તેની (-અજ્ઞાનની) અનુપપત્તિ છે; કર્મ જ (આત્માને) જ્ઞાની કરે છે, કારણ કે જ્ઞાનાવરણ નામના કર્મના ક્ષયોપશમ વિના તેની અનુપપત્તિ છે;.......’
જુઓ, આ અજ્ઞાની પક્ષ કરે છે કે-કર્મ જ આત્માને અજ્ઞાની કરે છે. અહાહા...! આત્મા તો પરિપૂર્ણ જ્ઞાનસ્વભાવી વસ્તુ છે; પણ પર્યાયમાં એને જે ઓછું જ્ઞાન દેખાય છે તે કર્મના ઉદયને લઈને ઓછું છે એમ અજ્ઞાનીનો પક્ષ છે; કારણ કે જ્ઞાનાવરણ કર્મના ઉદય વિના અજ્ઞાનની અનુપપત્તિ છે-આ એની દલીલ છે. વળી એને જ્ઞાનનો જે વિકાસ થાય છે તે જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી થાય છે; જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમ વિના જ્ઞાનનો ઉઘાડ નથી-એમ અજ્ઞાની પોતાની દલીલ રજૂ કરે છે.
લ્યો, આમ કર્મ જ બધું કરે છે; કર્મ હેરાન કરે છે, કર્મ રખડાવે છે એમ જ્યાં હોય