સમયસાર ગાથા ૩૩૨ થી ૩૪૪ ] [ ૨૪૩ ત્યાંથી જૈનમાં (જૈનાભાસોમાં) કર્મનું લાકડું બહુ ગરી ગયું છે. પણ ભાઈ! એ જિનમત નથી, ભગવાનની વાણીમાં આવેલી આ વાત નથી.
આ મેઘ ગર્જના કરે છે ને? તેમ સમોસરણમાં ભગવાનની વાણીની ગર્જના થાય છે. હોઠ અને મોં બંધ હોય છે, શરીરના સર્વાંગેથી ગર્જના- ૐધ્વનિ ઉઠે છે, ભગવાનની વાણીને શાસ્ત્રમાં મેઘગર્જનાની ઉપમા આપી છે. એ વાણી સાંભળીને ભગવાન ગણધરદેવ એનો અર્થ વિચારે છે ને તદનુસાર સંતો-મુનિવરો આગમની રચના કરે છે. અહાહા...! એમાંનું આ એક પરમાગમ શાસ્ત્ર છે. તેમાં કહે છે- કર્મ જીવને અજ્ઞાની કરે છે એવી માન્યતા જિનમત નથી, પણ અજ્ઞાનીનો પક્ષ છે.
શ્વેતાંબરના શાસ્ત્રો તો કલ્પિત બનાવેલાં છે. બે હજાર વર્ષ પર દિગંબરમાંથી છૂટા પડીને શ્વેતાંબર પંથ નવો નીકળ્યો છે. તેઓએ વસ્ત્રનોે કટકો રાખીને મુનિપણું મનાવ્યું ને અર્ધફાલક તરીકે તેઓ ઓળખાયા. તેમાંથી પછી સ્થાનકવાસી આદિ બીજા સંપ્રદાયો નીકળ્યા છે. તે બધા કલ્પિત મતો છે ને તેમનાં શાસ્ત્રો પણ કલ્પિત બનાવેલાં છે.
હા, પણ તેમનું ખોટું હોય તે કાઢી નાખો, પણ સાચું હોય તે તો સાચું માનો?
શું સાચું? જેમાં ભેળસેળથી વાત હોય તેમાં શું સાચું હોય? કશુંય સાચું ન હોય; બધું જ કલ્પિત ખોટું છે. એમ તો એના લાખો શ્લોકો જોયા છે; બધું જ કલ્પિત છે.
અહીં કહે છે- કર્મ જ આત્માને અજ્ઞાની કરે છે એવો અજ્ઞાનીનો પક્ષ છે પણ એ મિથ્યા છે. વાસ્તવમાં જ્ઞાનની જે હીણી દશા થાય છે તે પોતાના કારણે થાય છે અને ત્યારે એમાં જ્ઞાનાવરણ કર્મનો ઉદય નિમિત્તમાત્ર છે. કર્મ નિમિત્ત છે, બસ એટલું.
હવે દર્શનાવરણની વાત કરે છે.
‘કર્મ જ સુવાડે છે, કારણ કે નિદ્રા નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ જગાડે છે, કારણ કે નિદ્રા નામના કર્મના ક્ષયોપશમ વિના તેની અનુપપત્તિ છે;’
જુઓ, અજ્ઞાની કહે છે કે નિદ્રા નામનું દર્શનાવરણીય કર્મ છે, તેનો ઉદય આવે તો જીવને સુવું પડે. નિદ્રા નામનું કર્મ જ જીવને સુવાડે છે. આમ અજ્ઞાની માને છે. વાસ્તવમાં તો જીવ પોતાના કારણે સુવાની અવસ્થાપણે પરિણમે છે;