Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3263 of 4199

 

૨૪૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ કર્મનો ઉદય તો જડ પુદ્ગલરૂપ છે; એ ક્યાં જીવને અડેય છે? એ તો તે કાળે નિમિત્તમાત્ર છે.

વળી જેને વસ્તુના યર્થાથ સ્વરૂપનું ભાન નથી તે અજ્ઞાની કહે છે કર્મ જ જગાડે છે, કેમકે નિદ્રા નામના કર્મના ક્ષયોપશમ વિના તેની અનુપપત્તિ છે. આમ બધું કર્મ જ કરે છે એમ અજ્ઞાની ભ્રમથી માને છે. કર્મનો ક્ષયોપશમ નિમિત્ત છે ને? તેથી કર્મ જગાડે છે એવો તેને ભ્રમ થઈ ગયો છે; વાસ્તવમાં એમ છે નહિ.

હવે ત્રીજા વેદનીય કર્મની વાત કરે છે. ‘કર્મ જ સુખી કરે છે, કારણ કે શાતાવેદનીય નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ દુઃખી કરે છે, કારણ કે અશાતાવેદનીય નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે,....’

જીવને શરીર, કુટુંબ-પરિવાર, ધન-સંપત્તિ ઇત્યાદિ અનુકુળ સામગ્રી મળે છે તેમાં શાતાવેદનીય કર્મનો ઉદય નિમિત્ત છે. હવે તે સામગ્રીમાં તેને જે સુખબુદ્ધિ થાય છે તે કાંઈ શાતાવેદનીયનું કાર્ય નથી; પણ અજ્ઞાની એવું જૂઠું માને છે કે શાતાવેદનીયના ઉદય વિના જીવ સુખી ન થાય. બાહ્ય અનુકૂળ સાધનો મળે છે તે શાતાવેદનીયના ઉદય અનુસાર મળે છે એ વાત તો સાચી છે, પણ એમાં સુખની કલ્પના તો પોતે ઊભી કરી છે, એ કાંઈ શાતાવેદનીયના કારણે છે એમ નથી.

અનુકુળ સામગ્રી સુખનું કારણ નથી, ને પ્રતિકૂળ સામગ્રી દુઃખનું કારણ નથી; પણ અજ્ઞાની તેમાં પોતાને સુખી-દુઃખી થવાનું માને છે. રે અજ્ઞાન!

શરીરમાં રોગ આવે, નિર્ધનપણું આવે, વાંઝીયાપણું આવે ઇત્યાદિ બધું અશાતા કર્મના ઉદય અનુસાર હોય છે એ તો સાચું છે, પણ એમાં જે દુઃખની કલ્પના થાય છે તેમાં અશાતાકર્મનું કારણપણું નથી. અશાતા કર્મ એને દુઃખી કરે છે એ વાત તદ્ન ખોટી છે. અજ્ઞાનીએ બધું (સુખદુખ) કર્મથી થાય છે એમ ઊંધું માન્યું છે. આમ ત્રણ કર્મની વાત થઈ. હવે ચોથી મોહનીય પ્રકૃતિની વાત કરે છે.

‘કર્મ જ મિથ્યાદ્રષ્ટિ કરે છે, કારણ કે મિથ્યાત્વકર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે;’

દર્શનમોહનીયનો ઉદય આવે ત્યારે જીવ મિથ્યાદ્રષ્ટિ થાય કારણ કે મિથ્યાત્વકર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે, - આમ અજ્ઞાનીની દલીલ છે. પરંતુ આ વાત બરાબર નથી. પોતે ઊંધા પુરુષાર્થથી વસ્તુસ્વરૂપથી ઉલટી માન્યતા કરે છે તે પોતાનો જ અપરાધ છે, કર્મનું તેમાં કાંઈ જ કામ નથી.