Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3264 of 4199

 

સમયસાર ગાથા ૩૩૨ થી ૩૪૪ ] [ ૨૪પ

જુઓ, ભગવાન કુંદકુંદાચાર્યદેવ દિગંબર મહાસંત હતા. મંગલાચરણમાં ભગવાન શ્રી મહાવીર અને ગણધરદેવ શ્રી ગૌતમસ્વામી પછી મંગળપણે તરત જ તેમનું નામ આવે છે. અહા! એ આચાર્યનો આ પોકાર છે કે કર્મના ઉદયના કારણે જીવને વિકાર થાય છે એમ અજ્ઞાનીઓ માને છે પણ તે યથાર્થ નથી, સત્યાર્થ નથી.

વળી કોઈ કહે છે- ચોથે ગુણસ્થાને નિશ્ચયસમકિત ન હોય. અરે! સમકિત કોને કહેવું એની એને ખબર જ નથી. અહા! અંદર વસ્તુ નિત્યાનંદ જ્ઞાનાનંદપ્રભુ પોતે છે તેની સન્મુખ થતાં સ્વાનુભવની દશામાં ‘હું આ છું’ એવી પ્રતીતિ થાય એનું નામ સમકિત છે અને તે નિશ્ચય સમકિત છે; તે વીતરાગી દશા છે. સમકિતના સરાગ અને વીતરાગ એવા બે ભેદ તો ચારિત્રની અપેક્ષાએ કહ્યા છે, બાકી સમકિત-નિશ્ચય સમકિત તો સ્વયં રાગરહિત વીતરાગી નિર્મળ દશા જ છે. તે પોતાના અંતઃપુરુષાર્થથી પ્રગટ થાય છે.

જેને સમકિત પોતાના અંતઃપુરુષાર્થથી થાય છે તેમ મિથ્યાત્વ પોતાના ઊંધા- વિપરીત પુરુષાર્થથી થાય છે, તેમાં કર્મ કાંઈ કારણ છે એમ છે જ નહિ.

પણ નિમિત્ત તો છે ને? નિમિત્ત છે એટલે શું? એટલે જ એમ અર્થ છે કે મોહનીય કર્મ કાંઈ (મિથ્યાત્વ) જીવમાં કરે છે એમ છે નહિ. નિમિત્ત તો પરવસ્તુ છે, એ જીવમાં શું કરે? (અડેય નહિ ત્યાં શું કરે?)

વળી અજ્ઞાની કહે છે- ‘કર્મ જ અસંયમી કરે છે, કારણ કે ચારિત્રમોહ નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે;’

જુઓ, ઋષભદેવ ભગવાન જન્મથી જ ત્રણ જ્ઞાનના ધણી ક્ષાયિક સમકિતી હતા. ૮૩ લાખ પૂર્વ સુધી તેમને ચારિત્ર ન આવ્યું, ગૃહસ્થાશ્રમમાં રહ્યા. ત્યાં અજ્ઞાની કહે છે કે ચારિત્રમોહકર્મના ઉદયના કારણે તેમને ચારિત્ર પ્રગટ ન થયું. પણ ભાઈ! એ અભિપ્રાય સત્યાર્થ નથી. પોતાની (પુરુષાર્થની) નબળાઈને લઈને તેમને ચારિત્ર ન આવ્યું એ સત્યાર્થ છે. કર્મના ઉદયના નિમિત્તે તેમને ચારિત્રનો અભાવ હતો એમ કહેવું એ તો ઉપચાર છે, વાસ્તવિક નથી. આવી વાત છે. સમજાણું કાંઈ....?

વળી કોઈ બહારની (વ્રતાદિ રાગની) ક્રિયાને ચારિત્ર કહે છે, પણ ચારિત્રનું એ વાસ્તવિક સ્વરૂપ નથી. અહાહા....! અંદર વસ્તુ પોતે શુદ્ધ ચિદાનંદઘન ચૈતન્યમૂર્તિ પ્રભુ સદા વિરાજી રહેલ છે. તેની એકાગ્રતાપૂર્વક તલ્લીન થઈ પ્રચુર આનંદમાં રમતાં રમતાં તેમાં જ ઠરીને રહેવું તે ચારિત્ર છે અને તે ધર્મ છે. નિજાનંદસ્વરૂપમાં ચરવું તે ચારિત્ર છે, રાગની ક્રિયા કાંઈ ચારિત્ર નથી.

અહા! કર્મના નામે અત્યારે મોટો ગોટો ઉઠયો છે; એમ કે કર્મ જ જીવને