૨૭૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯
સર્વથા એકાંત વસ્તુનું સ્વરૂપ જ નથી. માટે સાંખ્યમતીઓ મિથ્યાદ્રષ્ટિ છે; અને જો જૈનો પણ એવું માને તો તેઓ પણ મિથ્યાદ્રષ્ટિ છે’
જુઓ, અન્યમતોમાં એક સાંખ્યમત છે. તે પુરુષ એટલે આત્માને સર્વથા અકર્તા, શુદ્ધ ઉદાસીન ચૈતન્યમાત્ર માને છે. એટલે શું? કે આ જે પુણ્ય-પાપ આદિ વિકારના ભાવ થાય તે પુરુષ કરતો નથી, તે પ્રકૃતિનો દોષ છે. અહીં કહે છે-હવે જો આવું માનવામાં આવે તો પુરુષ નામ આત્માને સંસારનો અભાવ ઠરશે; અને પ્રકૃતિને સંસાર હોવાનું ઘટતું નથી, કેમકે પ્રકૃતિ તો જડ છે, એને ક્યાં સુખદુઃખ, હરખ-શોક આદિનું સંવેદન છે? માટે પ્રકૃતિને સંસાર નથી.
આ પ્રમાણે પુરુષને એકાંતે સર્વથા અકર્તા માનવાથી દોષ આવે છે. માટે સાંખ્યમતીની માન્યતા મિથ્યા છે માટે તે મિથ્યાદ્રષ્ટિ છે. જેવી વસ્તુ નથી તેવું તેઓ માને છે ને? માટે તેઓ મિથ્યાદ્રષ્ટિ છે.
હવે કહે છે- જૈનો પણ, સાંખ્યોની જેમ, આત્માને સર્વથા એકાંતે અકર્તા માને તો તેઓ પણ મિથ્યાદ્રષ્ટિ છે. જીવને વિકાર થાય છે તે કર્મના ઉદયથી થાય છે એવું માનનારા જૈનો પણ મિથ્યાદ્રષ્ટિ છે.
પ્રશ્નઃ– તો આગમમાં મોહનીય કર્મના ઉદયના નિમિત્તથી જીવને મિથ્યાત્વાદિ છે એમ આવે છે ને?
સમાધાનઃ– હા, આવે છે. પણ બાપુ! ત્યાં આગમમાં તો નિમિત્તની મુખ્યતાથી એવું કથન કરવામાં આવેલું હોય છે; બાકી જે વિકાર થાય છે તે પોતાથી જ થાય છે, કર્મને લઈને નહિ. મોહનીય કર્મ નિમિત્ત હો, પણ તે જીવમાં વિકાર કરે-કરાવે છે એમ છે જ નહિ.
અમે તો એકવાર ઈસરીમાં ચર્ચા થયેલી ત્યારે મોટેથી પોકારીને ઘોષણા કરી હતી કે જીવને વિકાર થાય છે તે પોતાથી થાય છે, કર્મને લઈને બીલકુલ નહિ. વિકારના કાળે કર્મનો ઉદય નિમિત્ત નથી એમ વાત નથી, પણ કર્મનો ઉદય જીવને વિકાર કરે છે એમ પણ કદીય નથી. વિકાર તે તે સમયથી પર્યાયનું સત્ છે, સહજ છે. આવી વાતુ! અમે તો આ ‘૭૧ની સાલથી કહીએ છીએ, સંપ્રદાયમાં હતા ત્યારે પણ કહેતા- આ હિંસાદિ પાપના પરિણામ જીવને થાય છે તે પોતે પોતાના સ્વરૂપને ભૂલીને કરે છે, એને કર્મ કરે છે એ બીલકુલ યથાર્થ નથી.
પણ અરે! એને આ સમજવાની ક્યાં પડી છે? આખો દિ’ રળવું-કમાવું બાયડી- છોકરાં સાચવવાં ને ખાવું-પીવું-એમ પાપ, પાપ ને પાપની પ્રવૃત્તિમાં જાય અને કદાચિત્ ભગવાનનાં દર્શન પૂજા કરે ને શાસ્ત્ર સાંભળે તો માની લે કે થઈ