૨૯૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯
આત્મા કથંચિત્ એટલે દ્રવ્યસ્વભાવે નિત્ય અનુભવગોચર છે. તો પછી પર્યાયનું શું? પર્યાય છે ને; પર્યાય છે અને વર્તમાન વર્તતી જે પર્યાય દ્રવ્યની દ્રષ્ટિ કરીને પ્રગટ થાય છે તેમાં ‘આ હું નિત્ય ચિદાનંદસ્વરૂપ ધ્રુવ છું’ -એમ જણાય છે. ભાઈ! ત્રિકાળી ધ્રુવ નિત્ય દ્રવ્ય જે છે તે જ સમ્યગ્દર્શનનો વિષય છે. સમ્યગ્દર્શનનો વિષય ભૂતાર્થ, સત્યાર્થ ત્રિકાળી નિત્ય ચૈતન્યચમત્કાર છે. હવે તેને ન જુએ, તેને ન પરખે તે, કહે છે, બૌદ્ધમતીની જેમ મિથ્યાદ્રષ્ટિ છે એમ જાણવું.
વસ્તુ-આત્મા તો પ્રત્યક્ષ સ્વસંવેદનમાં જણાય એવી ચીજ છે, સ્વસંવેદન છે તે પર્યાય છે, પણ તે ત્રિકાળી ધ્રુવ નિત્યાનંદસ્વરૂપને નજરમાં લે છે અને ત્યારે તે પર્યાયમાં ‘આ હું નિત્યાનંદ પ્રભુ છું’ -એમ ભાન થઈને નિરાકુળ આનંદનું વેદન થાય છે. આવી સૂક્ષ્મ વાત છે પ્રભુ!
અરે ભાઈ! બાળપણમાં હતો તે જ આ તું વર્તમાન છે. ભગવાન! એક ક્ષણમાં આ દેહ છૂટી જશે, મસાણમાં રાખના ઢગલા થઈ જશે; બધુંય ફરી જશે, ને તું ક્યાંય (ભવસમુદ્રમાં) જઈને પડીશ. માટે અંદર ત્રિકાળ નિત્ય આનંદનો ઢગલો પડયો છે તેની ઉપર નજર નાખ; તેનો વિશ્વાસ કર, તેનો જ સત્કાર કર. જિનવાણીમાં પણ આ જ કહ્યું છે. અહા! જિનવાણી પણ એમ જ ગાય છે કે- આત્મા સ્વસંવેદનમાં જણાય એવો નિત્યાનંદ જ્ઞાનાનંદ પ્રભુ છે.
પહેલાં ‘અનસૂયા’ નું નાટક ભજવાતું તે જોયેલું. અનસૂયાને બાળક થાય છે; તેને તે પારણામાં હુલરાવે છે ત્યારે ગાય છે-બેટા! શુદ્ધોઽસિ, બુદ્ધોઽસિ, ઉદાસીનોઽસિ, નિર્વિકલ્પોઽસિ! બેટા! તું શુદ્ધ છો, બુદ્ધ છો, ઉદાસીન છો, નિર્વિકલ્પ છો! લ્યો, એ વખતે નાટકમાં પણ આવું આવતું! અત્યારે તો બધું બગડી ગયું; અત્યારે તો બસ શૃંગાર જ શૃંગાર; નફટાઈની કોઈ હદ નહિ. ત્યારે તો વૈરાગ્યરસથી ભરેલાં નાટક ભજવાતાં. અહીં પણ કહે છે-બધી પર્યાયોથી ખસીને અંદર નિત્ય દ્રવ્યમાં રહે એવો ભગવાન આત્મા અંદર નિર્વિકલ્પ છે, શુદ્ધ છે, બુદ્ધ છે. જિનવાણી પણ એને એવો જ ગાય છે.
અહા! પર્યાયના પ્રેમમાં પડીને આવા મહિમાવંત નિત્ય શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપને જે માનતો નથી તે, કહે છે, મિથ્યાદ્રષ્ટિ છે -એમ જાણવું. સમજાણું કાંઈ....?
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘आत्मानम् परिशुद्धम् ईप्सुभिः परैः अन्धकैः’ આત્માને સમસ્તપણે શુદ્ધ ઈચ્છનારા