સમયસાર ગાથા ૩૪પ થી ૩૪૮ ] [ ૨૯૭ બીજા કોઈ અંધોએ– ‘पृथकैः’ બાલિશ જનોએ (બૌદ્ધોએ) – ‘काल–उपाधि–बलात् अपि तत्र अधिकाम् अशुद्धिम् मत्वा’ કાળની ઉપાધિના કારણે પણ આત્મામાં અધિક અશુદ્ધિ માનીને ‘अतिव्याप्तिं प्रपद्य’ અતિવ્યાપ્તિને પામીને, ‘शुद्ध–ऋजुसूत्रे रतैः’ શુદ્ધ ઋજુસૂત્રનયમાં રત થયા થકા ‘चैतन्यं क्षणिकं प्रकल्प्य’ ચૈતન્યને ક્ષણિક કલ્પીને, ‘अहो एषः आत्मा व्युज्झितः’ આ આત્માને છોડી દીધો; ‘निःसूत्र–मुक्ता–ईक्षिभः हारवत्’ જેમ હારમાંનો દોરો નહિ જોતાં કેવળ મોતીને જ જોનારાઓ હારને છોડી દે છે તેમ.
શું કહે છે? કે કોઈ બાલીશ જનો-અજ્ઞાનીઓ, આત્મા વર્તમાન ક્ષણિક છે તે શુદ્ધ છે, તેને નિત્ય માનીએ તો અશુદ્ધ થઈ જાય-એમ માને છે. કાળની ઉપાધિના કારણે આત્માને નિત્ય માનીએ તો અશુદ્ધતા આવી પડે એમ વિચારીને, ચૈતન્યને ક્ષણિક કલ્પીને તેમણે આ (ત્રિકાળી ધ્રુવ) આત્માને છોડી દીધો છે.
ખરેખર તો વસ્તુ જે નિત્ય છે તે શુદ્ધ છે. ભગવાન સર્વજ્ઞદેવે જે નિત્ય એકરૂપ વસ્તુ (-આત્મા) જોઈ છે તે અત્યંત શુદ્ધ છે, અને તેનો આશ્રય પામીને વર્તમાન પર્યાય પણ સમકિત આદિ શુદ્ધતાને પ્રાપ્ત થાય છે. આ વાસ્તવિક વસ્તુસ્વરૂપ છે. પણ આ કોઈ અંધો-બૌદ્ધમતીઓ એમ કહે છે કે -આત્માને નિત્ય માનીએ તો કાળની ઉપાધિ આવી પડતાં આત્મા અશુદ્ધ થઈ જાય, કેમકે એમ માનવાથી અતિવ્યાપ્તિ દોષ આવી જાય છે. આત્માને એક સમય પૂરતો ક્ષણિક કલ્પ્યો છે ને? તેથી બીજે સમયે તે આત્મા છે એમ માનતાં અતિવ્યાપ્તિ દોષ આવી જાય-એમ (તે અજ્ઞાનીઓ) કહે છે. આમ આ દોષના ભયથી શુદ્ધ ઋજુસૂત્રનયમાં રત થયા થકા તેઓએ આ આત્માને છોડી દીધો છે. લ્યો, આવી વાતુ છે.
બહારથી બાયડી-છોકરાં, દુકાન ને ધંધા-વેપાર ઇત્યાદિ છોડી દીધાં પણ એણે પર્યાયબુદ્ધિ છોડી નહિ! જે છોડવાનું છે તે છોડયું નહિ ને જે છોડવાનું નથી (છૂટું જ છે.) તે તેને રહ્યું નહિ (કેમકે સંયોગ તો સંયોગના કારણે છૂટી ગયા છે). ભાઈ પરદ્રવ્યને-સંયોગી પદાર્થોને આત્મા ક્યાં છોડે છે? આત્મામાં એક ત્યાગ ઉપાદાનશૂન્યત્વ નામની શક્તિ છે. આ શક્તિના કારણે આત્માને પરનાં ત્યાગ-ગ્રહણ છે જ નહિ. તથાપિ પરનો ત્યાગ કરું તો મને ધર્મ થાય એમ જો કોઈ માને છે તો તે માન્યતા મિથ્યાત્વ છે, કેમકે પરને ગ્રહવું-છોડવું આત્મામાં છે જ નહિ. રાગને એક સમયની પર્યાયમાં અજ્ઞાનીએ પકડયો છે, તેથી રાગને છોડે છે એમ કહીએ; તે પણ કથનમાત્ર હોં, કેમકે ત્રિકાળી શુદ્ધ ચૈતન્યચમત્કાર પ્રભુ આત્માને ગ્રહતાં રાગાદિ અશુદ્ધતા ઉત્પન્ન થતી નથી તો એણે રાગને છોડયો એમ કહીએ છીએ, વાસ્તવમાં તો એણે પોતાના ચૈતન્યસ્વરૂપનું ગ્રહણ જ કર્યું છે. પહેલાં રાગ હતો, ચૈતન્યની દ્રષ્ટિ થતાં રાગ ઉત્પન્ન થયો નહિ તો રાગ છોડી દીધો એમ કહેવાય છે.