૨૯૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯
અહો! જૈન પરમેશ્વરે આવો નિત્ય શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પ્રભુ આત્મા ગાયો છે કે જેના લક્ષે પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થાય છે. અજ્ઞાનીની ત્યાં નજર જતી નથી કેમકે એક સમયની પર્યાયમાં જ તેની નજર રમી રહી છે. પરંતુ ધર્મી સમ્યગ્દ્રષ્ટિ પુરુષ છે તેને પર્યાયબુદ્ધિ હોતી નથી. સમયસાર નાટકમાં આવે છે ને કે - ‘કાહુકે વિરુદ્ધિ નાહિ, પરજાય બુદ્ધિ નાહિ’; એ તો આખો છંદ છે લ્યો, -
સાચે સાચે બૈન કહૈં સાચે જૈનમતી હૈં;
કાહુકે વિરુદ્ધિ નાહિ પરજાય બુદ્ધિ નાહિ.
આતમગવેષી ન ગૃહસ્થ હૈં ન જતી હૈં;
સિદ્ધિ રિદ્ધિ વૃદ્ધિ દીસે ઘટમૈં પ્રગટ સદા;
અંતરકી લચ્છીસોં, અજાચી લચ્છપતી હૈં;
દાસ ભગવંતકે ઉદાસ રહૈં જગતસૌં.
સુખિયા સદૈવ ઐસે જીવ સમકિતી હૈં.
અહા! સમ્યગ્દ્રષ્ટિ જીવને પર્યાયરૂપ અંશની રુચિ નથી. અંદર આનંદનો નાથ ચૈતન્યલક્ષ્મીનો ભંડાર ભાળ્યોં પછી તે ક્યાં યાચે? શું યાચે?
અહાહા...! સ્વસ્વરૂપનું-સ્વરૂપલક્ષ્મીનું અંતરમાં લક્ષ થયું તે હવે અજાચી લક્ષપતિ છે. તે ક્યાં યાચે? તે તો જગતથી ઉદાસીન થયેલો અંતરમાં આનંદના અમૃતને પીએ છે. લ્યો, હવે આવું ઓલા (-બીજા) નિશ્ચય કહીને કાઢી નાખે, પણ ભાઈ! ભગવાને કહેલું વસ્તુસ્વરૂપ તો આવું જ છે.
અરે! વ્યવહારની-પર્યાયની રુચિમાં અજ્ઞાનીઓ લૂટાંઈ રહ્યા છે, અને વળી ત્યાં જ ખુસી થાય છે. પણ ભાઈ! ભગવાનનો મારગ તો નિવૃત્તિસ્વરૂપ છે. પરથી તો ભગવાન આત્મા નિવૃત્ત જ છે; પરવસ્તુ ક્યાં એમાં ગરી ગઈ છે? પણ પુણ્ય-પાપના ભાવથી રહિત થવું તેનું નામ નિવૃત્તિ છે. ભાઈ! ભવસિંધુ તરવાનો આ એક જ ઉપાય છે. નિત્યાનંદ-ચિદાનંદ પ્રભુ આત્માનો આશ્રય કરીને પુણ્ય-પાપથી નિવૃત્ત થવું એ એક જ સંસાર પાર થવાનો ઉપાય છે.
પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.
અહીં કહે છે- એક સમયની પર્યાય જેટલો જ આત્મા માનીને અજ્ઞાનીએ ત્રિકાળી નિત્યાનંદ પ્રભુ ધ્રુવને છોડી દીધો છે. છોડવાની તો પર્યાયબુદ્ધિ હતી, પણ તેને