Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 332 of 4199

 

ગાથા-૧૯] [ પ૧ ઉપોદ્ઘાતઃ–

હવે શિષ્યનો પ્રશ્ન છે કે-આત્મા કેટલા વખત સુધી અપ્રતિબુદ્ધ રહે છે? મહારાજ! આપ આ આત્માને અનાદિથી અપ્રતિબુદ્ધ કહો છો. તેણે અનંતવાર દયા, વ્રત, તપ, બ્રહ્મચર્ય, આદિ પાળ્‌યાં તોપણ આત્માનું સેવન કર્યું નથી એમ કહો છો તો હવે તે કયાં સુધી અપ્રતિબુદ્ધ રહેશે તે કહો. તેના ઉત્તરરૂપે ગાથાસૂત્ર કહે છેઃ-

* ગાથા ૧૯ઃ ટીકા ઉપરનું પ્રવચન *

અમૃતચંદ્રાચાર્ય દ્રષ્ટાંત આપે છેઃ-જેવી રીતે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ ભાવોમાં તથા પહોળું તળિયું, પેટાળ આદિના આકારે પરિણત થયેલ પુદ્ગલ સ્કંધોમાં, આ ઘડો છે’ એમ, અને ઘડામાં ‘આ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ ભાવો તથા પહોળું તળીયું, પેટાળ આદિના આકારે પરિણત પુદ્ગલ સ્કંધો છે’ એમ વસ્તુના અભેદથી અનુભૂતિ થાય છે; આ દ્રષ્ટાંત થયું. તેવી રીતે કર્મ-મોહ-શુભાશુભરાગ આદિ અંતરંગ પરિણામો તથા નોકર્મ-શરીરાદિ બાહ્ય વસ્તુઓ-એ બધાં પુદ્ગલનાં પરિણામ છે. જેમ સ્પર્શ, રસ, ગંધ, વર્ણમાં ઘડો છે અને ઘડામાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ છે એમ પુણ્ય- પાપના અંતરંગ પરિણામ ભાવકર્મ અને જડકર્મ તથા નોકર્મ-શરીર, મન, વાણી આદિ બહિરંગ પુદ્ગલ પરિણામો છે. અહાહા! અંદરમાં દયા, દાન, વ્રત, ભક્તિ આદિ જે રાગભાવ થાય તે બાહ્ય વસ્તુ છે, કેમ કે જેમ આત્મામાં જ્ઞાન અને આનંદ સ્વભાવ છે તેમ પુણ્ય-પાપના ભાવ તેનો સ્વભાવ નથી. એ આત્મા નથી.

ભગવાન આત્મામાં અંતરંગમાં જે પુણ્ય-પાપ દેખાય છે તે, જડ કર્મ તથા શરીરાદિ નોકર્મ-એ ત્રણેય પુદ્ગલપરિણામો આત્માનો તિરસ્કાર કરનારા છે. જુઓ, શુભ-અશુભભાવને પુદ્ગલપરિણામ કહ્યા કેમકે તે આત્માનો અનાદર કરવાવાળા છે. જેઓ રાગની રુચિવાળા છે તેઓ આત્માનો અનાદર કરે છે. રાગભાવ જ આત્માનો અનાદર કરવાવાળો છે.

પુણ્ય-પાપરૂપ ભાવકર્મ, જડ દ્રવ્યકર્મ અને શરીરાદિ નોકર્મ એ ત્રણેય પુદ્ગલની જાત છે; ભગવાન આત્મા જ્ઞાનની જાત છે. પુણ્ય-પાપના ભાવમાં જ્ઞાનના અંશનો અભાવ છે. એ ત્રણેય પુદ્ગલપરિણામોનો ચૈતન્યભાવમાં અભાવ છે. એ ત્રણેય ભગવાન આત્માના પરિણામ નથી, કેમકે ભગવાન આત્મા જ્ઞાનસ્વભાવી વસ્તુ હોવાથી એના પરિણામ જ્ઞાનરૂપ હોય; જ્યારે આ ત્રણેયમાં ચૈતન્યના અંશનો અભાવ છે. વ્યવહારરત્નત્રય એ શુભરાગ છે, એ પુદ્ગલના પરિણામ છે કેમકે એ (રાગ) ચૈતન્યથી ખાલી છે. આવી વાત બહુ ભારે, ભાઈ. લોકોને તો એવું લાગે કે આ સોનગઢવાળાઓએ ‘નિશ્ચયથી ધર્મ’ એ નવો શોધ્યો. સહેલો સટ લઈને બેઠા છે. વ્રત અને તપમાં દુઃખ પડે, કષ્ટ પડે એટલે સહેલો ધર્મ કાઢયો. બસ આત્મા જાણો, આત્મા જાણો-એ ધર્મ. અરે ભગવાન! તું સાંભળ તો ખરો. પ્રભુ! તું આત્મા ચૈતન્યચમત્કાર વસ્તુ છે. એ ચૈતન્યચમત્કારમાં એકાગ્ર થવું એનું નામ ધર્મ