Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 333 of 4199

 

પ૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ છે. એ ચૈતન્યચમત્કારને છોડી જે દયા, દાન, વ્રતાદિ છે તે અચેતન છે. તે જ્ઞાનસ્વરૂપ ચૈતન્યની જાત નથી. સીધી સાદી ભાષા છે. વસ્તુ આવી છે, ભાઈ.

ઘડાના દ્રષ્ટાંતે-એ પુણ્ય-પાપ આદિ ભાવકર્મ, અને દ્રવ્યકર્મ તથા શરીર, મન, વાણી આદિ નોકર્મ એ ત્રણેમાં આત્મા છે અને એ ત્રણેય ચીજ આત્મામાં છે એવી જેની માન્યતા છે તે મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની-અપ્રતિબુદ્ધ છે. પરસત્તાનું પોતામાં હોવાપણું માનવું એ મિથ્યાત્વભાવ છે. કોઈ કહે કે વ્યવહારથી (ધર્મ) થાય. પણ ભાઈ, વ્યવહાર એ શુભરાગની ક્રિયા છે અને શુભરાગ છે એ અચેતન છે, પુદ્ગલપરિણામ છે. ચેતન આત્મા અચેતન પુદ્ગલપરિણામમાં છે અને પુદ્ગલપરિણામ આત્મામાં છે એવી માન્યતા અજ્ઞાનીની છે. ભલે ને નગ્ન સાધુ કેમ ન હોય, ‘રાગના પરિણામમાં હું છું અને મારામાં રાગના પરિણામ છે’-એવી માન્યતા જો તેને હોય તો તે અજ્ઞાની છે, અપ્રતિબુદ્ધ છે. અહાહા! કર્મ-મોહ આદિ અંતરંગ પરિણામ એટલે મોહ-રાગ-દ્વેષાદિ ભાવકર્મ અને જડ કર્મ તથા નોકર્મ-શરીરાદિ-એ બધી બાહ્ય વસ્તુઓ છે. આ બાહ્ય વસ્તુમાં હું છું અને બાહ્ય વસ્તુ મારામાં છે એમ માનનાર બહિરાત્મા-મિથ્યાદ્રષ્ટિ છે. અહો! આચાર્યદેવે સત્ને સમજાવનારી મીઠી અને મધુર ટીકા કરી છે.

ભગવાન! બહિરાત્મા કોને કહીએ અને અંતરાત્મા કોને કહીએ? કે જે અંદર રાગની ક્રિયાના પુણ્ય-પાપરૂપ, દયા, દાન, ભક્તિ, વ્રત આદિરૂપ ભાવ થાય છે તે પુદ્ગલ-પરિણામ છે અને બાહ્ય છે. તેમાં હું છું અને તેથી મને લાભ છે એમ માનનાર બહિરાત્મા છે. બહુ આકરું પડે. પેલા ભક્તિવાળા એમ કહે કે ભક્તિ કરો, એમ કરતાં કરતાં ધર્મ થશે; આ દયા પાળવાવાળા એમ કહે કે પરની દયા પાળો, તેથી ધર્મ થશે અને શરીરના બળિયા હોય તે એમ કહે ઉપવાસાદિ તપ કરો, એમ કરવાથી ધર્મ થશે. આ ત્રણે મંદરાગની ક્રિયા છે. આ મંદરાગની ક્રિયાથી લાભ માનનારા રાગની રુચિવાળા બહિરાત્મા છે, અજ્ઞાની છે.

અહાહા! અહીં તો દાંડી પીટીને કહેવાય છે કે ભગવાન જિનેન્દ્રદેવનો કહેલો ધર્મ એ અલૌકિક ચીજ છે. એવી ચીજ બીજે કયાંય નથી. પણ એના ઘરમાં (દિગંબર જૈનમાં) જેણે જન્મ લીધો છે એને ય ખબર નથી. અહીં ત્રણ વાત કહે છેઃ-પુણ્ય- પાપરૂપભાવ એ ભાવકર્મ, જ્ઞાનાવરણાદિ જડ કર્મ અને શરીરાદિ નોકર્મ એ ત્રણેય પુદ્ગલપરિણામ છે, એક વાત. એ આત્માના તિરસ્કાર કરવાવાળા છે એ બીજી વાત અને આમ હોવા છતાં તેમાં હું છું અને એ પરિણામ મારામાં છે એમ વસ્તુના અભેદથી જ્યાં સુધી અનુભૂતિ છે ત્યાં સુધી આત્મા અપ્રતિબુદ્ધ છે, મિથ્યાદ્રષ્ટિ છે. શું કહે છે? શુભરાગ આદિ પુદ્ગલ-પરિણામ છે. એ જીવસ્વભાવમાં તો નથી પણ જીવનો તિરસ્કાર કરવાવાળા છે. તેથી પુણ્યભાવ આદિ ભાવકર્મ તથા શરીર, મન, વાણી, સ્ત્રી, કુટુંબ, પરિવાર આદિ નોકર્મનો