ગાથા-૧૯] [ પ૩ પ્રેમ આદર કરીશ વા તેથી પોતાને લાભ છે એમ માનીશ તો ભગવાન આત્માનો અનાદર થશે. આ ત્રણેયમાં અભેદપણે અનુભૂતિ એ તો મિથ્યાદર્શન છે, અજ્ઞાન છે.
પ્રશ્નઃ–અનુભૂતિ છે તોપણ અજ્ઞાની?
ઉત્તરઃ–એ અનુભૂતિ છે એમાં શું? એ તો જડની અનુભૂતિ છે. (અજ્ઞાન છે) એને અનુભૂતિ કહેતા જ નથી. અનુભૂતિ એટલે અનુભવવું, થવું. સ્વને અનુસરીને થવું, પરિણમવું. એટલે પોતાના દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સ્વભાવને અનુસરીને થવું-પરિણમવું તેને આત્માની અનુભૂતિ કહે છે. પરંતુ જડને, રાગને અનુસરીને થવું-પરિણમવું એ આત્માની અનુભૂતિ નથી. પહેલાં બીજી ગાથામાં આ આવી ગયું છે.
આહાહા! શું કહ્યું? જડકર્મ અને શરીરાદિ નોકર્મ એ તો પુદ્ગલપરિણામ છે જ. પણ આ આત્મા જે એક જ્ઞાયકભાવ જ્ઞાતાદ્રષ્ટા ચૈતન્યચમત્કાર વસ્તુ છે તેમાં થતા ક્ષણિક પુણ્ય-પાપના જે ભાવ તે પણ પુદ્ગલપરિણામ છે, અચેતન છે. એ ચૈતન્યચમત્કાર જ્ઞાયક-ભાવરૂપ આત્મા એક વસ્તુ અને પુણ્ય-પાપના ભાવ એ બીજી વસ્તુ. આ બે વસ્તુ ભિન્ન હોવા છતાં દ્રષ્ટિમાં જ્યાંસુધી બન્નેમાં એકપણાની અભેદબુદ્ધિ છે ત્યાંસુધી આત્મા અપ્રતિબુદ્ધ-અજ્ઞાની છે, પછી ભલે લાખો શાસ્ત્રો ભણ્યો હોય.
અહીં કોઈ કહે કે આમાં જરા ઢીલું કરો. થોડો રાગથી લાભ થાય અને થોડો રાગથી લાભ ન થાય એમ સ્યાદ્વાદ કરો. તો આપણે બધા એક થઈ જઈએ. પણ ભાઈ, આમાં ઢીલું મૂકવાનો પ્રશ્ન જ કયાં છે? ત્રિલોકીનાથ ભગવાન અને સંતો જાહેર કરે છે કે તું ચૈતન્યચમત્કારી વસ્તુ છે. તારામાં ચૈતન્યચમત્કારની ઈશ્વરતા ભરેલી છે. એવા નિજ આત્મસ્વરૂપને દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભભાવરૂપ જાણે અને માને, એ શુભભાવો મારા છે અને એથી મને લાભ (ધર્મ) થશે એમ માને તો મિથ્યાદ્રષ્ટિ, અજ્ઞાની છે, મૂઢ છે, જૈન નથી.
નવા માણસને જરા આકરું લાગે. પહેલાં સાંભળ્યું હોય ને કે વ્રત, તપ, જાત્રા આદિ કરો એટલે ધર્મ થઈ જશે. પણ કોઈની જાત્રા, ભાઈ? બહારની કે અંદરની? તીર્થે જાઓ પણ કયું તીર્થ? આત્માની અંદર કે આત્માની બહાર? કાંઈ ખબર ન મળે બિચારાને. ભગવાન આત્મા સ્વયં તીર્થરૂપે-દેવરૂપે છે. એ પરમાનંદસ્વભાવવાળું દ્રવ્ય છે. તેમાં અંદર જાત્રા કરે-અંદર જાય એ ધર્મ છે. બહારની જાત્રા એ તો રાગની ક્રિયા છે. એ રાગક્રિયા જે આત્માનો તિરસ્કાર કરવાવાળી છે એનાથી લાભ થશે એવી માન્યતા તો અપ્રતિબુદ્ધ-અજૈનની છે. ભાઈ! વ્રત, તપ આદિ શુભભાવ એ તો પુદ્ગલના પરિણામ છે, અચેતન છે. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ પુદ્ગલપરિણામ છે, અચેતન છે. એમાં ચૈતન્યની જાત નથી. તેથી એ શુભરાગાદિ ભાવકર્મ, દ્રવ્યકર્મ તથા શરીરાદિ નોકર્મ એ બાહ્ય વસ્તુઓ સાથે જ્યાંસુધી એકપણાની અભેદપણે અનુભૂતિ છે ત્યાંસુધી તે અપ્રતિબુદ્ધ છે, બહિરાત્મા