સમયસાર ગાથા ૩૪૯ થી ૩પપ ] [ ૩૧પ ખાન-પાન આદિ કામ કરી શકે -એમ ત્રણકાળમાં નથી; પણ નિમિત્તની મુખ્યતા કરીને તે (-આત્મા) કરે છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે; સત્યાર્થપણે તે પરદ્રવ્યનાં કાર્યનો કર્તા નથી. જુઓ, અહીં કહ્યું ને આ કે-શિલ્પી એટલે સોની આદિ કારીગર કુંડળ આદિ જે પરદ્રવ્યના પરિણામસ્વરૂપ કર્મ તેને કરે છે પણ અનેકદ્રવ્યપણાને લીધે તેમનાથી અન્ય હોવાથી તન્મય થતો નથી તેથી નિમિત્તનૈમિત્તિકભાવમાત્રથી જ ત્યાં કર્તા-કર્મપણાનો વ્યવહાર છે. ભાઈ! આ તો ભગવાનના ઘરની પ્રસાદી -એકલું અમૃત છે બાપા!
સોનીએ કુંડળ કર્યું, સુથારે ગાડું બનાવ્યું, રંગરેજે રંગનું ચિતરામણ કાઢયું, ગુમાસ્તાએ નામું લખ્યું ને ભગવાને ઉપદેશ દીધો ઇત્યાદિ બધું વ્યવહારથી કહેવાય ભલે, પણ એમ છે નહિ. ભારે ગજબની વાત છે ભાઈ! દુનિયાથી સાવ જુદી છે ને? એમ કહેવાય એ તો બધાં નિમિત્તનાં કથન બાપા! બાકી જીવ પરદ્રવ્યનાં કાર્ય (-પરિણામ) કરે એ ત્રણકાળમાં સંભવિત નથી, કેમ કે પરદ્રવ્યમાં એ તન્મય થતો નથી. અન્ય દ્રવ્યમાં અન્ય દ્રવ્ય તન્મય થતું જ નથી, થઈ શકતું જ નથી-આ નિયમ છે, સિદ્ધાંત છે.
આ રોટલી થાય, સેવ, પાપડ ને વડીઓ થાય, ભરત-ગુંથણનું કામ થાય એ બધાં પરદ્રવ્યના પરિણામસ્વરૂપ કર્મ છે; તેને બાઈયું કરી શકતી નથી. આ કાચના આભલા સરખા ગોઠવીને ટાંકે છે ને? અહીં કહે છે-એ બધું બાઈયું કરી શકતી નથી; કરે છે એમ કહેવું એ વ્યવહારનું નિમિત્તનું કથન છે, બસ; કરે છે એમ નહિ; કેમકે તેમાં તે તન્મય નથી. આવું ગંભીર તત્ત્વ છે.
કહે છે- આત્મા પરના કાર્યમાં તન્મય થતો નથી. એટલે શું? કે તેમાં પ્રવેશ કરતો નથી, તેને સ્પર્શ સુદ્ધાં કરતો નથી. હવે આવું છે જ્યાં ત્યાં એ પરનાં કાર્યોનો કર્તા કેમ થઈ શકે? જે અડેય નહિ એ પરનું શું કરે? કાંઈ નહિ. ભાઈ! પરનાં-જડનાં કાર્યનો કર્તા પર-જડ છે; તથાપિ તે (જડનું કાર્ય) જીવે કર્યું એમ કહેવું એ વ્યવહારનું કથન છે.
અહાહા....! પરદ્રવ્યના પરિણામ હું કરું -એવી જે ઇચ્છા થાય તે ઇચ્છાનો જીવ કર્તા અને તે ઇચ્છા એનું કર્મ -એમ તો કોઈ પ્રકારે છે. પણ પરદ્રવ્યના પરિણામ જે થાય તેનો કર્તા તો જીવ કોઈ પ્રકારે નથી, કદીય નથી. અહા! નિજ જ્ઞાનાનંદસ્વરૂપથી ભ્રષ્ટ એવો પર્યાયબુદ્ધિવાળો જીવ, પરને હું કરું એવી ઇચ્છાનો કર્તા તો છે, પણ પરનો તે કદીય કર્તા નથી કેમકે પરમાં તે તન્મય થતો નથી.
આ ખટારાનો અકસ્માત થતાં કઈકના દેહ છૂટી જાય છે ને! ત્યાં આયુના