ગાથા-૧૯] [ પપ ને કે તે કાળે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. (व्यवहारनयो परिज्ञायम नस्तदात्वे प्रयोजनवान्’) એનું સ્પષ્ટીકરણ છે. પોતાની જ્ઞાનની પર્યાય પોતાને જાણે છે અને રાગને જાણે છે. રાગ છે તો જાણે છે એમ નથી, પણ તે કાળે પોતાની જ્ઞાનપર્યાય જ એવી સ્વ-પરપ્રકાશક પ્રગટ થાય છે. આવો માર્ગ, ભાઈ. હવે આ વાણિયાને વેપાર કરવો, બાયડી-છોકરાંનું કરવું કે આવું સાંભળવા બેસવું? ધૂળમાંય વેપારાદિ કરતો નથી; એ તો રાગ અને દ્વેષ કરે છે શું વેપાર કરી શકે છે? પરની ક્રિયા કરી શકે છે? ના. એ (પર) તો જડ છે.
ઘડાનું દ્રષ્ટાંત પહેલાં દઈને હવે દર્પણનું દ્રષ્ટાંત આપ્યું. ઘડાના દ્રષ્ટાંતમાં તો જેમ વર્ણ, ગંધ, રસ, સ્પર્શમાં ઘડો છે અને ઘડામાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે તેમ પુણ્ય- પાપમાં હું છું અને મારામાં એ છે એવી અનુભૂતિ એ અજ્ઞાન છે એમ કહ્યું. આમાં કહે છે કે લોકાલોક છે તો કેવળજ્ઞાનની પર્યાય છે એમ નથી. જ્ઞાનની સ્વપરપ્રકાશક પરિણતિ એ પોતાની પોતાના સ્વભાવથી થાય છે, લોકાલોકથી નહીં. સ્વ-પરનો પ્રતિભાસ થવો એ પોતાનું સહજ સામર્થ્ય છે. પર છે તો પરનો પ્રકાશ થાય છે એમ નથી. આત્માની તો સ્વપરને જાણનારી જ્ઞાતૃતા છે અને કર્મ અને નોકર્મ પુદ્ગલનાં જ છે એમ જણાય છે. રાગાદિ કર્મ અને શરીરાદિ નોકર્મ પુદ્ગલનાં છે એમ પોતાથી જાણે અથવા પરના ઉપદેશથી. જેનું મૂળ ભેદવિજ્ઞાન છે-એટલે રાગથી અને શરીરાદિ પરથી ભિન્ન પડવું એ જેના મૂળમાં છે-એવી અનુભૂતિ ઉત્પન્ન થશે ત્યારે જ આત્મા પ્રતિબુદ્ધ થશે.
જેમ સ્પર્શાદિમાં પુદ્ગલનો અને પુદ્ગલમાં સ્પર્શાદિનો અનુભવ થાય છે અર્થાત્ બન્ને (ઘડાના દ્રષ્ટાંતની જેમ) એકરૂપ અનુભવાય છે તેમ જ્યાંસુધી આત્માને કર્મ-જડ કર્મ અને અંતરંગ રાગાદિ ભાવકર્મ અને નોકર્મ-શરીર, મન, વાણી ઇત્યાદિમાં આત્માની અને આત્મામાં કર્મ-નોકર્મની ભ્રાંતિ થાય છે ત્યાંસુધી તે અપ્રતિબુદ્ધ છે.
ભગવાન આનંદસ્વરૂપ જ્ઞાયક આત્મા છે. એને આ રાગ તે હું છું અને એ રાગ મારામાં છે એવી ભ્રાંતિ છે ત્યાંસુધી એ મિથ્યાદ્રષ્ટિ છે. હવે કેટલાક કહે છે કે વ્યવહાર - રાગ કરતાં કરતાં આત્માની અનુભૂતિ-નિશ્ચય થાય, પણ એમ નથી. એ રાગ તો વિકલ્પરૂપ છે. અને આત્મા તો નિર્વિકલ્પરૂપ આનંદકંદ છે. આત્મા તો શુદ્ધ પવિત્ર આનંદઘન જ્ઞાયકરૂપ છે. અને વ્યવહારના શુભભાવ તો જડસ્વભાવી, અશુદ્ધ, અપવિત્ર અને દુઃખરૂપ છે. તેથી આત્મા તે રાગ છે અને રાગ તે આત્મામાં છે એવી એકપણાની માન્યતા ભ્રમ છે. જ્યાંસુધી બન્ને એકરૂપ ભાસે ત્યાંસુધી તે અજ્ઞાની-અપ્રતિબુદ્ધ છે. પુણ્ય-પાપના ભાવ સ્વરૂપમાં તો નથી, એ તો સ્વરૂપનો તિરસ્કાર કરવાવાળા-અનાદર કરવાવાળા છે. આમ છે તોપણ એ પોતાપણે એકરૂપ ભાસે એ અજ્ઞાન છે.