સમયસાર ગાથા ૩પ૬ થી ૩૬પ ] [ ૩૬૧ થઈને દેખે તો તે પરદ્રવ્યરૂપ જ થઈ જાય; અને તો તેનો-ચેતયિતાના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય; પણ એમ બનતું નથી, કેમકે દ્રવ્યનું દ્રવ્યાંતરપણે સંક્રમણ થવું અશક્ય છે. માટે, કહે છે-દર્શક પુદ્ગલાદિ પરદ્રવ્યોનો નથી, દેવનો નથી, ગુરુનો નથી, શાસ્ત્રનો નથી, વ્યવહારરત્નત્રયનો નથી. અહીં તો બહારનાં સર્વ દ્રશ્ય પદાર્થોથી ખસીને શુદ્ધ એક દર્શન- શ્રદ્ધાનગુણથી ભરેલા ભગવાન આત્માની અંતર્દ્રષ્ટિ કરવી બસ એ એક જ પ્રયોજનની વાત છે. સમજાય છે કાંઈ....?
જુઓ, અખબારમાં સમાચાર આવ્યા છે ને? કે એક કોલેજીઅન બી. એ. એલ. એલ. બી. ની પરીક્ષામાં નિષ્ફળ થયો તો તે પ્રતિકૂળતા સહન ન થવાથી તળાવમાં પડતું મૂકી આપઘાત કરીને મરી ગયો. અરે સંસાર! સહેજ પ્રતિકૂળતા સહન ન થઈ ત્યાં તીવ્ર કષાયના બૂરા પરિણામ કરીને જીવ હલકી ગતિમાં (નરકાદિમાં) ચાલ્યો જાય છે. અરે! ત્યાં અતિશય ભારે પ્રતિકૂળતા કેમ સહન થશે? બાપુ! મિથ્યાત્વના સેવન દ્વારા અનાદિ કાળથી તું નિષ્ફળ જ થતો આવ્યો છું. તારા દુઃખોનું શું કથન કરીએ? (એમ કે તે અતિશય છે) માટે હવે દ્રશ્ય પદાર્થોને દેખવાનું છોડી એક દેખનારને અંતરમાં દેખ. સમ્યગ્દર્શનનો વિષય તે એક જ્ઞાયકદર્શક પ્રભુ જ છે. એ સિવાય જગતની કોઈ પરવસ્તુ, એક સમયની પર્યાય કે ગુણ-ગુણીનો ભેદ-વિકલ્પ સમકિતનો વિષય નથી. દેખનારને દેખું એવો ભેદ-વિકલ્પ સમકિતનો વિષય નથી. એ તો આગળ કહેશે કે દેખનારને દેખવો, શ્રદ્ધનારને શ્રદ્ધવો-એય વ્યવહારનય છે. અરે! લોકોને સત્યમાર્ગની ખબર નથી!
આ વ્યવહારરત્નત્રયનો જે વિકલ્પ છે તે રાગ છે. તે રાગને દેખવા-શ્રદ્ધવાથી કાંઈ દર્શકગુણની-શ્રદ્ધાગુણની પર્યાય પ્રગટ થતી નથી. બાપુ! રાગને દેખવા-શ્રદ્ધવાથી રાગ ઉપરનું લક્ષ રહે છે, ને પોતાની ચીજ-દ્રષ્ટા-જ્ઞાતા પ્રભુને દેખવા-શ્રદ્ધવાનું રહી જાય છે; અર્થાત્ એનું મિથ્યાદર્શન ઊભું રહે છે. આવી વાત! બાપુ! આ તો ભગવાનની ધર્મસભામાં એકભવતારી સમકિતી ઇન્દ્રો જેને સાંભળે છે તે આ વાત છે. અંદર જ્ઞાતા- દ્રષ્ટાસ્વરૂપ પોતે ભગવાન છે-હમણાં પણ ભગવાન છે હોં-અહાહા....! એવા નિજસ્વરૂપની અંતર્દ્રષ્ટિ કરવી એનું નામ સમ્યગ્દર્શન છે અને તે ધર્મ છે. શ્રદ્ધનાર-દર્શકના આશ્રયે શ્રદ્ધનારી પર્યાય પ્રગટ થાય એની અહીં વાત છે; બાકી બધાં થોથાં છે. ગજબ વાત છે ભાઈ!
આત્મા શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે તે શરીરાદિ પરદ્રવ્યમાં કે રાગાદિ પરભાવમાં પ્રવેશ કરતી નથી. અહાહા...! પોતાની પર્યાયનું સંક્રમણ થઈને, બદલીને બીજાની પર્યાયરૂપ થઈ જાય એ તો નિષિદ્ધ છે, ગાથા ૧૦૩ માં પૂર્વે જ એનો નિષેધ કરવામાં