૩૬૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ છે, પરમાર્થે રાગના ત્યાગનું કથન એને શોભતું નથી; કેમકે જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ પોતે પોતામાં ઠર્યો ત્યાં રાગ ઉપજ્યો જ નહિ તેને રાગનો ત્યાગ કર્યો એમ કથનમાત્ર કહેવાય છે.
અહાહા....! આવી વસ્તુ ચારિત્રની બાપા! ચારિત્ર તો કોઈ અલૌકિક ચીજ છે ભગવાન! ચારિત્રવંત મુનિરાજ તો પંચપરમેષ્ઠીમાં ભળેલા છે પ્રભુ! અહાહા....! ધન્ય અવતાર! એવા મુનિવરનાં અહીં આ કાળે દર્શન પણ દુર્લભ થઈ પડયાં છે! ભાઈ! ચારિત્ર એક આત્માનો ગુણ છે; પણ ચારિત્ર આત્માનું છે-એવા ભેદથી શું સિદ્ધિ છે? કાંઈ જ નહિ. માટે અપોહક અપોહક જ છે-એ નિશ્ચય છે. અહાહા...! પરના અને રાગના અભાવસ્વભાવસ્વરૂપ ભગવાન આત્મા-તેની દ્રષ્ટિ કરી તેમાં જ સ્થિર રહેવું તેનું નામ મોક્ષમાર્ગ છે; બીજી કોઈ રીતે મોક્ષમાર્ગ નથી.
આ રીતે અહીં એમ બતાવ્યું કેઃ-
૧. આત્મા પરદ્રવ્યને અપોહે છે અર્થાત્ ત્યાગે છે-એ વ્યવહારકથન છે;
૨. આત્મા જ્ઞાનદર્શનમય એવા પોતાને ગ્રહે છે-એમ કહેવામાં પણ સ્વ-
૩. અપોહક અપોહક જ છે-એ નિશ્ચય છે.
હવે વ્યવહારનું વ્યાખ્યાન કરવામાં આવે છેઃ-
‘જેવી રીતે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળી તે જ ખડી, પોતે ભીંત-આદિ પરદ્રવ્યના સ્વભાવે નહિ પરિણમતી થકી અને ભીંત-આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિણમાવતી થકી, ભીંત-આદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના શ્વેતગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઉપજતી થકી, ખડી જેને નિમિત્ત છે એવા પોતાના (-ભીંત-આદિના) સ્વભાવના પરિણામ વડે ઉપજતા ભીંત-આદિ પરદ્રવ્યને, પોતાના (-ખડીના) સ્વભાવથી શ્વેત કરે છે-એમ વ્યવહાર કરવામાં આવે છે;.....’
જુઓ, શું કીધું? કે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળી તે જ ખડી -જે પહેલાં કહેવામાં આવી તે જ ખડી-પોતે ભીંત-આદિ પરદ્રવ્યના સ્વભાવે પરિણમતી નથી. અહાહા....! ભીંત-આદિ પરદ્રવ્યને ખડી ધોળી કરે છે ત્યાં કાંઈ ખડી ભીંત-આદિરૂપે થઈ જતી નથી. વળી તે ખડી ભીંત-આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે પણ કરતી નથી. લ્યો, આવી વાત. ખડી ભીંતને ધોળી કરે છે ત્યાં ખડી ભીંતરૂપ ન થાય, ખડી ખડી જ રહે, તેમ જ ખડી ભીંતને પોતાના સ્વભાવે ધોળી અવસ્થાપણે પણ કરતી નથી.