૩૮૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ પુદ્ગલાદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિણમાવતો થકો, પુદ્ગલાદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના જ્ઞાનદર્શનગુણથી ભરેલા પર-અપોહનાત્મક (-પરના ત્યાગસ્વરૂપ-) સ્વભાવના પરિણામ વડે ઉપજતો થકો, ચેતયિતા જેને નિમિત્ત છે એવા પોતાના (-પુદ્ગલાદિના-) સ્વભાવના પરિણામ વડે ઉપજતા પુદ્ગલાદિ પરદ્રવ્યને, પોતાના (-ચેતયિતાના-) સ્વભાવથી અપોહે છે અર્થાત્ ત્યાગે છે-એમ વ્યવહાર કરવામાં આવે છે.’
અહાહા...! શું કહે છે? આત્માનો જ્ઞાનદર્શનગુણથી ભરેલો પરના અપોહનસ્વરૂપ સ્વભાવ છે. આ વ્યવહારરત્નત્રયના વિકલ્પ છે ને? અહીં કહે છે-એના અભાવસ્વરૂપ આત્માનો સ્વભાવ છે. ભાઈ! પંચમહાવ્રતના પરિણામ છે એ રાગ છે, એ કાંઈ આત્માના નિર્મળ પરિણામરૂપ ચારિત્ર નથી. નિજ સ્વરૂપમાં રમતાં-સ્થિર થતાં જે અતીન્દ્રિય આનંદનો ભરપુર-પ્રચુર સ્વાદ આવે તેનું નામ ચારિત્ર છે. ભાઈ! શુભરાગ ચારિત્ર તો નહિ, શુભરાગથી ચારિત્ર થાય એમ પણ નહિ. ચારિત્ર નામ નિર્મળ રત્નત્રયની પ્રગટતા થતાં રાગનો ત્યાગ કર્યો એમ જે કહીએ તેય કથનમાત્ર છે.
‘चारित्तं खलु धम्मो’–અહાહા....! પરિણતિ આનંદસ્વરૂપી બાગમાં કેલિ કરે એનું નામ ચારિત્ર છે અને તે ધર્મ છે. અહાહા....! આનંદધામ પ્રભુ આત્મારામ છે; તેમાં પોતે અતીન્દ્રિય આનંદના સ્વાદની રમતુ કરે એનું નામ ચારિત્ર છે. ભાઈ! સમ્યગ્દર્શનમાં અલ્પ આનંદનો સ્વાદ છે, જ્યારે ચારિત્રમાં તો સ્વરૂપ-રમણતાનું અતિ ઉગ્ર આનંદનું વેદન હોય છે. આવું ચારિત્ર તે ધર્મ છે અને તે સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે. અહાહા....! ધ્રુવધામને ધ્યેય બનાવી ધધકતી ધુણી ધીરજથી ધખાવે તે ધર્મીને ધન્ય છે. આવો વીતરાગનો મારગ છે.
અહાહા...! ભગવાન આત્મા દર્શન-જ્ઞાન-ચારિત્ર ગુણથી પરિપૂર્ણ ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. આ શરીર છે એ તો એકલા હાડ-ચામ-માંસથી અંદર ભરેલું છે; તેના અભાવસ્વભાવરૂપ ભગવાન આત્મા છે. અહાહા...! શું કીધું? આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય ઇત્યાદિ પરદ્રવ્યના અભાવસ્વભાવરૂપ ભગવાન આત્મા છે. અર્થાત્ ભગવાન આત્મા શરીરાદિ પરના ગ્રહણ-ત્યાગથી રહિત છે; એ તો ઠીક, અહીં કહે છે-તે રાગના ગ્રહણ-ત્યાગથી પણ રહિત છે. ભાઈ! શુભાશુભ રાગના અભાવસ્વભાવરૂપ ભગવાન આત્મા છે. હવે આમ છે ત્યાં રાગનો ત્યાગ કરવો એ ક્યાં રહ્યું? બહુ સૂક્ષ્મ વાત ભાઈ! આ તો ધીરાનાં કામ બાપા! વ્યવહારરત્નત્રયના પણ અભાવસ્વભાવરૂપ ભગવાન આત્મા છે.
અહીં કહે છે-આવો ભગવાન આત્મા, પોતે પુદ્ગલાદિ પરદ્રવ્યના સ્વભાવે