Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3423 of 4199

 

૪૦૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯

‘तत् इदं ज्ञानं न्यक्कृत–अज्ञानभावं ज्ञानं भवतु’ માટે આ જ્ઞાન, અજ્ઞાનભાવને

દૂર કરીને, જ્ઞાનરૂપ થાઓ– ‘येन भाव–अभावौ तिरयन् पूर्णस्वभावः भवति’ કે જેથી ભાવ-અભાવને (રાગ-દ્વેષને) અટકાવી દેતો પૂર્ણસ્વભાવ (પ્રગટ) થાય.

દયા, દાન, વ્રત, ભક્તિ આદિ રાગના પરિણામ મારા છે, મને હિતકારી છે એવી માન્યતા અજ્ઞાનભાવ છે. આ શરીર, મન, વાણી, ને પુણ્ય-પાપના ભાવ-એ સર્વ પરજ્ઞેય છે, ભગવાન આત્માના નિશ્ચયે કાંઈ પણ સંબંધી નથી. તથાપિ તેઓ મારા (સંબંધી) છે એમ માનવું તે અજ્ઞાનભાવ છે. અહીં કહે છે-આવા અજ્ઞાનભાવને દૂર કરીને જ્ઞાન જ્ઞાનરૂપ થાઓ. ‘જ્ઞાનરૂપ થાઓ’ એટલે શું? કે અંદર વસ્તુ ત્રિકાળ ધ્રુવ જ્ઞાનસ્વભાવી પોતે છે તે જ હું છું એવું જ્ઞાન પ્રગટ થાઓ. અહાહા...! અજ્ઞાનદશામાં શરીરાદિ પરજ્ઞેય હું છું, મારા છે એમ માનતો હતો તે હવે ત્યાંથી ખસીને આ જ્ઞાન.. જ્ઞાન.. જ્ઞાન એક જેનો સ્વભાવ છે તે શાશ્વત ધ્રુવ પ્રભુ આત્મા જ હું છું એમ જ્ઞાન-શ્રદ્ધાન થાઓ-એમ કહે છે. સમજાણું કાંઈ...?

અહો! સંતોએ-કેવળીના કેડાયતી મુનિ ભગવંતોએ-ગજબની વાતુ કરી છે. કહે છે-સર્વને જાણવું ને સર્વને દેખવું એવો તારો જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવ છે. કોઈ પણ પર ચીજને પોતાની માનવી એવું તારું સ્વરૂપ નથી. ચાહે તો વ્યવહારરત્નત્રયનો વિકલ્પ હો કે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ હો-એ બધો પરભાવ છે, પરજ્ઞેય છે. તેમાં સ્વની બુદ્ધિ કરવી તે અજ્ઞાનભાવ છે. જ્ઞાની તો તેને પરજ્ઞેય તરીકે જાણે છે, તેમાં સ્વામિત્વની બુદ્ધિ કરતો નથી. અહાહા...! જ્ઞાનીના જ્ઞાનથી રાગ ભિન્ન જ પડી ગયો હોય છે; તેના જ્ઞાનમાં રાગનો પ્રવેશ જ નથી. જ્ઞાન પોતામાં રહીને રાગને જાણે છે બસ.

ભગવાન આત્મા ત્રિકાળ શાશ્વત એક જ્ઞાનસ્વરૂપી ચીજ છે. તેને ભૂલીને જ્યાં સુધી જીવ દેહાદિ ને રાગ-દ્વેષાદિ મારા માને ત્યાં સુધી અજ્ઞાનભાવ છે, અને જ્યાં સુધી અજ્ઞાનભાવ છે ત્યાં સુધી રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે અને સંસાર ઊભો રહે છે. આચાર્ય કહે છે-અજ્ઞાનભાવને દૂર કરીને જ્ઞાન જ્ઞાનરૂપ થાઓ ને જ્ઞેય જ્ઞેયરૂપ જ રહો -કે જેથી ભાવ-અભાવને અર્થાત્ રાગ-દ્વેષરૂપ ઉત્પાદ-વ્યયને અટકાવી દેતો પૂર્ણસ્વભાવ પ્રગટ થાય. ભાઈ! રાગ કેવો પણ સૂક્ષ્મ હોય, જ્યાંસુધી તે મારો છે ને મને હિતકારી છે એમ માને ત્યાં સુધી અજ્ઞાનભાવ છે ને ત્યાંસુધી જીવને રાગદ્વેષનું દ્વંદ્વ પ્રગટ થયા જ કરે છે. પરંતુ જેને પોતાની શુદ્ધ ચૈતન્યસત્તાનું અંતરમાં ભાન થયું છે એવા સમ્યગ્દ્રષ્ટિ ધર્મી પુરુષને અજ્ઞાનભાવ દૂર થયો છે ને હવે તેને અજ્ઞાનમય રાગદ્વેષની ઉત્પત્તિ થતી નથી. દેહાદિ પરજ્ઞેયોને તે પરપણે જાણીને નિજ જ્ઞાનસ્વભાવમાં સ્થિર થતો જાય છે. આ પ્રમાણે જ્ઞાનસ્વભાવમાં વિશેષ વિશેષ રમણતા કરતો થકો તે પૂર્ણસ્વભાવને