જોયાં છે અને તેમાં કોઈ એક દ્રવ્ય કોઈ બીજા દ્રવ્યનું કંઈ કરી શકે નહિ, કેમકે અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના ગુણનો ઉત્પાદ કરાવાની અયોગ્યતા છે એમ દિવ્યધ્વનિ દ્વારા ભગવાને દ્રવ્યોની સ્વતંત્રતાનો ઢંઢેરો બહાર પાડયો છે. અહીં તે સંતો આડતિયા થઈને જગતને જાહેર કરે છે. કહે છે-પરદ્રવ્ય વડે આત્માના ગુણની પર્યાય કરાવવાની અયોગ્યતા છે. અત્યારે તો આ વિષયમાં મોટી ગડબડ ચાલે છે. પરંતુ ભાઈ! કર્મથી જીવને વિકાર થાય છે એવી માન્યતા જૂઠ છે. અરે! પોતાની ચીજને ભૂલીને અજ્ઞાન વડે પોતે જ વિકાર કરે છે એની કબૂલાત કરતો નથી તે નિર્વિકાર ધર્મ કેમ પામી શકે?
કર્મને લઈને વિકાર થાય ને શુભભાવથી ધર્મ થાય -એમ બે મહા શલ્ય એને અંદર રહ્યાં છે. પરંતુ પરથી વિકાર નહિ, ને શુભરાગથી ધર્મ નહિ. -એમ નિર્ણય કરીને પરથી ને રાગથી ખસી શુદ્ધ ચૈતન્ય ચિદાનંદઘન પ્રભુની દ્રષ્ટિ કરે ત્યારે સમ્યગ્દર્શન થાય છે અને તે પ્રથમ ધર્મ છે. અરે! લોકોને ધર્મ શું ચીજ છે ને કેમ થાય એની ખબર નથી. બિચારા સંસારની મજૂરીમાં પડયા છે. મજૂર તો આઠ કલાક કામ કરે, પણ આ તો અહોનિશ ચોવીસે કલાક સંસારમાં રચ્યોપચ્યો રહે છે. મોટો મજૂર છે. અરેરે! એનું શું થાય? આવું સત્ય તત્ત્વ સમજવાનાં ટાણાં આવ્યાં ને એને વખત નથી! જમવા બેઠો હોય ને ઘંટડી આવે તો ઝટ ઊભો થઈને ફોન ઝીલે. અરે! આવા લોલુપી જીવોનું શું થાય? મરીને ક્યાં જાય? સંસારમાં ક્યાંય નરક-નિગોદાદિમાં ચાલ્યા જાય. શું થાય?
અહીં કહે છે-અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યનો પર્યાય કરાવાની અયોગ્યતા છે. અંદર ‘ગુણ’ શબ્દ છે ને? અહીં ગુણ એટલે પર્યાય સમજવું. અહા! એક દ્રવ્યમાં અનંત ગુણો છે ને તેની અનંતી પર્યાયો થાય છે. તે સર્વ પર્યાયોની અન્ય દ્રવ્ય વડે ઉત્પત્તિ કરાવાની અયોગ્યતા છે. ભાઈ! પરના કારણે તને વિકાર થાય એવી યોગ્યતા તારા આત્મામાં છે જ નહિ, ને પરમાં પણ તને વિકાર કરાવે એવી યોગ્યતા છે જ નહિ. પરથી-કર્મથી વિકાર થાય એ તો ભગવાન! તને ભ્રમ થઈ ગયો છે; એ તો મૂળમાં ભૂલ છે ભાઈ! અહો! આચાર્યદેવે આ સંક્ષેપમાં મહા સિદ્ધાંત ગોઠવી દીધો છે કે પરદ્રવ્ય માટે પ્રત્યેક અન્ય દ્રવ્ય પાંગળું છે. આ આત્મા પર જીવોની દયા પાળવા માટે પાંગળો છે, પરને ધર્મ પમાડવા પણ પાંગળો છે; પરનું કંઈ કરે એવી એનામાં યોગ્યતા જ નથી.
કોઈ વળી કહે છે- આ તો નિશ્ચયની વાત છે. હા, નિશ્ચયની વાત છે; નિશ્ચયની વાત છે એટલે સત્ય વાત છે. ત્રણકાળ ત્રણલોકના પદાર્થોની સત્યાર્થ સ્થિતિની આ વાત છે. સમજાય છે કાંઈ....?
‘હું કરું, હું કરું’ -એમ અજ્ઞાની મિથ્યા અભિમાન કરે છે. એ તો ‘શકટનો