પેસી ગયા હોય તેમ સ્વાનુભવથી વાત કરી છે. પ્રવચનસારની ગાથા ૧૦૨માં આવે છે કે દરેક દ્રવ્યની સમયે સમયે જે જે પર્યાય પ્રગટ થાય છે તે તેનો જન્મકાળ છે, જન્મક્ષણ છે; અર્થાત્ તે તે સમયે સહજ જ પોતાથી થાય છે, કોઈ અન્ય નિમિત્તથી નહિ. (જો નિમિત્તથી થાય તો જન્મક્ષણ સિદ્ધ ન થાય).
જુઓ, વીંછીએ ડંખ માર્યો હોય તો ત્યાં એ ડંખના રજકણો શરીરને અડયા જ નથી. શરીરની (વેદના યુક્ત) પર્યાય શરીરથી થાય છે, ને ડંખ ડંખમાં રહે છે. બન્ને સ્વતંત્ર છે બાપુ! આ કાર્મણ અને તેજસ શરીર છે તેને આત્મા અડયો નથી, ને આત્માને તે શરીરો અડયાં નથી. શરીર ભિન્ન ને આત્મા ભિન્ન છે. ભગવાન આત્મા ભિન્ન ને કર્મ ભિન્ન છે. નિશ્ચયથી જ્ઞાયકપ્રભુ આત્મા અને રાગ ભિન્ન છે, કોઈ કોઈને અડયાં જ નથી. આવી વાત છે. અહો! આ તો એકલું અમૃત છે. સમજાણું કાંઈ....?
ભાઈ! આવું યથાર્થ શ્રદ્ધાન કર્યા વિના મિથ્યાશ્રદ્ધા વશ જીવ ચાર ગતિમાં રખડે છે. ખરેખર તો મિથ્યાશ્રદ્ધાના કારણે એને નિગોદની ગતિ જ છે. જેવી વસ્તુ છે તેવી ન માને, અન્યથા માને તે સત્યાર્થ વસ્તુને આળ આપે છે. કર્મથી વિકાર થાય એમ માનનારે કર્મને આળ આપ્યું અને શુભરાગથી ધર્મ થાય એમ માનનારે ભગવાન ચૈતન્યસ્વભાવ એક આત્માને આળ આપ્યું. એ આળ અર્થાત્ મિથ્યા શલ્યના કારણે જીવ નિગોદમાં ચાલ્યો જાય છે; અહા! બીજા જીવો તેને ‘જીવ’ તરીકે માનવા તૈયાર ન થાય એવી દુર્ગતિ-નિગોદગતિમાં તે ચાલ્યો જાય છે. અહા! પોતાને આળ આપે છે તે જીવ લસણ- ડુંગળીમાં જન્મ લે છે. પોતાનું સ્વરૂપ જેણે માન્યું નહિ તેને કોઈ ‘જીવ’ ન માને એવા સ્થાનમાં જન્મ લે છે. ભાઈ! આ અવસર જાય છે હોં.
લસણની એક કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર છે, અને તે એક શરીરમાં સિદ્ધોની સંખ્યાથી અનંતગુણા નિગોદિયા જીવ છે. તે એક જીવનો શ્વાસ તે અનંત જીવોનો શ્વાસ છે. અહા! તેના તેજસ્, કાર્મણ શરીરમાં અનંતા રજકણો છે. અહીં કહે છે- તે એક રજકણ બીજા રજકણને અડતું નથી, અને તે રજકણો આત્માને અડતા નથી.
જુઓ, એક પરમાણુમાં બેગુણ ચીકાશ છે, બીજા પરમાણુમાં ચારગુણ ચીકાશ છે. તે ચારગુણ ચીકાશવાળા પરમાણુ સાથે બેગુણ ચીકાશવાળો પરમાણુ ભેગો થાય તો તે ચારગુણ ચીકાશવાળો પરિણમી જાય છે. ત્યાં એ કોઈ ઓલા ચારગુણ ચીકાશવાળા પરમાણુને લઈને ચારગુણ ચીકાશવાળો પરિણમી જાય છે એમ નથી, કેમકે બેગુણ ચીકાશવાળો પરમાણુ વાસ્તવમાં તો ચારગુણ ચીકાશવાળા પરમાણુને અડયાંય નથી. વીતરાગનું તત્ત્વ બહુ ઝીણું છે ભાઈ!
એક પરમાણુ છૂટો હોય તેની પર્યાય શુદ્ધ છે, અને તે સૂક્ષ્મ છે. હવે તે