૧૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ સ્કંધમાં ભળે ત્યારે તેની પર્યાય વિભાવરૂપ અશુદ્ધ અને સ્થૂળરૂપે થઈ જાય તે પોતાથી થાય છે, સ્કંધને કારણે થાય છે એમ નથી. બીજી ચીજ નિમિત્ત હો, પણ તે બીજામાં કાંઈ કરતી નથી.
નિગોદના જીવમાં અક્ષરના અનંતમા ભાગે જ્ઞાનની પર્યાયનો વિકાસ છે; તો તે જ્ઞાનાવરણીય કર્મના ઉદયના કારણે હીણી દશા છે કે નહિ?
જુઓ, અહીં ના પાડે છે કે- જ્ઞાનાવરણીય કર્મના ઉદયના કારણે જ્ઞાનની હીણી દશા થઈ છે એમ નથી, પરંતુ પોતાના કારણે જ્ઞાનની હીણી પર્યાય થઈ છે, કર્મ નિમિત્ત છે, પણ જ્ઞાનમાં એ કાંઈ કરતું નથી. બન્નેના પરિણામ સ્વતંત્ર છે, કોઈ કોઈને અડતાં નથી. જ્ઞાનની હીનાધિક દશા તે, તે તે સમયની તેની યોગ્યતા છે. ભાઈ! આ તો ટૂંકા શબ્દોમાં આચાર્યદેવે સારભૂત ગજબનો સિદ્ધાંત કહ્યો છે.
કવીનાઈનની ગોળી લે એટલે તાવ ઉતરી જાય છે ને? અહીં કહે છે-કવીનાઈનની ગોળીથી તાવ ઉતર્યો નથી, કવીનાઈનની ગોળી નિમિત્ત હો, પણ એનાથી તાવ ઉતર્યો છે એમ માને એ ખોટી વાત છે; કેમકે કવીનાઈનના રજકણો ભિન્ન છે ને શરીરના રજકણો ભિન્ન છે, કોઈ કોઈને અડતા નથી. અને શરીરની તાવની પર્યાય આત્માને અડી નથી. બધું જ ભિન્ન ભિન્ન છે.
અરે! લોકોને તત્ત્વના વાસ્તવિક સ્વરૂપની ખબર નથી. તેઓ મિથ્યાશ્રદ્ધા ને અજ્ઞાનથી ઉન્મત્ત-પાગલ થઈ ગયા છે. તેઓને મિથ્યાશ્રદ્ધાનો પાવર-મદ ચઢી ગયો છે. બીજાનાં કામ હું કરી શકું છું, દાન દઈ શકું છું, બીજા જીવોને બચાવી શકું છું, શરીરનાં કામ કરી શકું છું ઈત્યાદિ અજ્ઞાનવશ તેઓ માને છે. પણ બાપુ! પર જીવની અવસ્થા એનાથી થાય કે તારા રાગથી થાય? આચાર્યદેવ તો આ ફરમાવે છે કે- એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યથી ઉત્પન્ન થાય એમ અમે દેખતા નથી. અહાહા.....! કહે છે-
કુંભાર ઘડો કરે છે-એમ અમે દેખતા નથી,
ચિત્રકાર ચિત્ર આલેખે છે -એમ અમે દેખતા નથી,
સોની દાગીના ઘડે છે-એમ અમે દેખતા નથી,
બાઈ રસોઈ બનાવે છે-એમ અમે દેખતા નથી,
મુનિરાજ છકાયની રક્ષા કરે છે-એમ અમે દેખતા નથી,
તો શું છે? ભગવાન કેવળીએ કેવળજ્ઞાનમાં જગતના સર્વ-અનંતા તત્ત્વો સ્વતંત્ર