Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3475 of 4199

 

૨૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ રાગદ્વેષાદિ થાય ઈત્યાદિ કથન ગોમ્મટસારમાં આવે છે, એવાં કથન શાસ્ત્રોમાં છે ખરાં, પણ ભાઈ! એ તો વ્યવહારનયથી નિમિત્તની મુખ્યતાથી કથન છે. કર્મ વિકારનું વાસ્તવિક કારણ છે એમ તેનો આશય નથી, પણ જીવ સ્વયં વિકારને પર્યાયમાં ઉત્પન્ન કરે છે ત્યારે કોના લક્ષે પરિણમ્યો છે એમ નિમિત્તનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે બસ.

બીજી વાતઃ સમકિતી ધર્મી પુરુષ એમ જાણે છે કે-હું તો શુદ્ધ ચેતનામાત્ર વસ્તુ છું, વિકાર મારું સ્વરૂપ નહિ, વિકાર મારું કર્તવ્ય નહિ ને વિકાર મારું વ્યાપ્ય નહિ.

તો ધર્મી પુરુષને જે વિકાર થાય તેમાં જડ કર્મ વ્યાપક અને વિકાર એનું વ્યાપ્ય એમ કર્તા-કર્મ અધિકારમાં આવ્યું છે ને?

હા, આવ્યું છે. પણ એ તો ત્યાં સ્વભાવદ્રષ્ટિની અપેક્ષાએ વાત છે. વિકાર કર્મથી થાય છે એમ એનો અર્થ નથી. રાગદ્વેષાદિ વિકાર કર્મથી-પરદ્રવ્યથી થાય એમ માને એને તો મૂઢ અજ્ઞાની અહીં કહ્યો છે. ત્યાં તો એમ કહેવું છે કે જેને શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો અનુભવ થયો તે ધર્મી પુરુષની નિર્મળ દશામાં ચૈતન્યસ્વભાવ વ્યાપક અને તે નિર્મળ દશા એનું વ્યાપ્ય છે. તેથી તે સ્વભાવદ્રષ્ટિવંત પુરુષને પર્યાયમાં રાગ થાય તે અપરાધને બાહ્ય ગણીને કર્મ વ્યાપક અને રાગ એનું વ્યાપ્ય-એમ ત્યાં કહ્યું છે. એ તો રાગ સ્વભાવની ચીજ નથી અને તે કાઢી નાખવાની ચીજ છે એ અપેક્ષાએ સમયસાર ગાથા ૭પ, ૭૬, ૭૭, ૭૮ માં એમ કહ્યું છે. બાકી રાગ થાય છે તે અજ્ઞાનથી થતો પોતાનો જ અપરાધ છે, કર્મ કાંઈ તેનું કારણ નથી; કર્મ તો નિમિત્તમાત્ર છે. માટે રાગ જડ કર્મથી થાય છે એમ ત્યાં અર્થ નથી-એમ યથાર્થ સમજવું.

સમયસાર ગાથા ૪૦૪ ની ટીકામાં કહ્યું છેઃ “ આ પ્રમાણે (જ્ઞાન જીવથી અભિન્ન) હોવાથી, જ્ઞાન જ સમ્યગ્દ્રષ્ટિ છે, જ્ઞાન જ સંયમ છે, જ્ઞાન જ અંગપૂર્વરૂપ સૂત્ર છે, જ્ઞાન જ ધર્મ-અધર્મ (અર્થાત્ પુણ્ય-પાપ) છે, જ્ઞાન જ પ્રવજ્યા (દીક્ષા, નિશ્ચય ચારિત્ર) છે-એમ જ્ઞાનનો જીવપર્યાયોની સાથે પણ અવ્યતિરેક નિશ્ચય-સાધિત દેખવો (અર્થાત્ નિશ્ચય વડે સિદ્ધ થયેલો સમજવો-અનુભવવો).”

જુઓ, અહીં કહ્યું કે જ્ઞાન જ અર્થાત્ આત્મા જ પુણ્ય-પાપ છે. જ્ઞાનીને જ્ઞાનમય ભાવ થાય એ વાત અત્યારે નથી. અહીં તો જ્ઞાની અર્થાત્ આત્મા-તેની પર્યાયમાં જે પુણ્ય-પાપના ભાવ થાય છે તે આત્મા જ છે, તે ભાવ આત્માના જ છે, નિમિત્તના જડ કર્મના નથી એમ કહેવું છે. આત્મામાં રાગદ્વેષાદિ વિકાર થાય છે તે આત્માના જ પરિણામ છે એમ અહીં સિદ્ધ કરવું છે.

જ્ઞાનીને જે વ્યવહાર-આચરણરૂપ શુભભાવ થાય તે રાગ છે, દુઃખ છે; તે ભાવ આત્માથી પોતાથી થાય છે, પરથી નહિ, નિમિત્તથી-કર્મથી નહિ. ચોથા પાંચમા ગુણ-