૨૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ રૂપ અશુદ્ધ પરિણતિ એવી જે શત્રુની સેના તેને મટાડી શકતો નથી. કેવા છે તે મિથ્યાદ્રષ્ટિ જીવો? ‘शुद्धबोधविधुरान्यबुद्धयः’ સકળ ઉપાધિથી રહિત જીવવસ્તુના પ્રત્યક્ષ અનુભવથી રહિત હોવાથી સમ્યક્ત્વથી શૂન્ય છે જ્ઞાનસર્વસ્વ જેમનું, એવા છે.
તેમનો અપરાધ શો? ઉત્તરઃ– અપરાધ આવો છે; તે જ કહે છેઃ જે કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ એવા છે - ‘રાગ-દ્વેષ-મોહ અશુદ્ધ પરિણતિરૂપ પરિણમતા જીવદ્રવ્યના વિષયમાં આઠ કર્મ, શરીર આદિ નોકર્મ તથા બાહ્ય ભોગસામગ્રીરૂપ પુદ્ગલ-દ્રવ્યનું નિમિત્ત પામીને જીવ રાગાદિ અશુદ્ધરૂપ પરિણમે છે’ -એવી શ્રદ્ધા કરે છે જે કોઈ જીવરાશિ તે મિથ્યાદ્રષ્ટિ છે, અનંત સંસારી છે, જેથી એવો વિચાર છે કે સંસારી જીવને રાગાદિ અશુદ્ધ પરિણમનશક્તિ નથી, પુદ્ગલકર્મ બલાત્કારે જ પરિણમાવે છે. જો એમ છે તો પુદ્ગલકર્મ તો સર્વકાળ વિદ્યમાન જ છે, જીવને શુદ્ધ પરિણમનનો અવસર ક્યો? અર્થાત્ કોઈ અવસર નહિ.”
અહા! શુદ્ધનયનો વિષય પોતે નિર્મળાનંદનો નાથ શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ છે એનું જેને ભાન નથી તે અજ્ઞાની જીવ પર્યાયમાં દુઃખ છે તે કર્મને લઈને જ છે એમ માને છે; પોતાના જ અપરાધથી રાગ-દ્વેષાદિ પર્યાયમાં થાય છે એમ તે માનતો નથી. અહા! આવો શુદ્ધ જ્ઞાનથી રહિત અંધબુદ્ધિ જીવ મોહનદીને પાર કરી શકતો નથી, અર્થાત્ સંસાર-સમુદ્રમાં અનંતકાળ ગોથા ખાયા કરે છે.
‘શુદ્ધનયનો વિષય આત્મા અનંત શક્તિવાળો, ચૈતન્યચમત્કારમાત્ર, નિત્ય, અભેદ, એક છે. તે પોતાના જ અપરાધથી રાગદ્વેષરૂપે પરિણમે છે. એવું નથી કે જેમ નિમિત્તભૂત પરદ્રવ્ય પરિણમાવે તેમ આત્મા પરિણમે છે અને તેમાં આત્માનો કાંઈ પુરુષાર્થ જ નથી.’
અહાહા....! અબદ્ધસ્પૃષ્ટ ચિદાનંદઘન પ્રભુ અંદર છે તે સમ્યગ્દર્શનનો વિષય છે અને તે શુદ્ધનયનો વિષય છે. નિયમસારમાં સંત-મુનિવર પદ્મપ્રભમલધારિદેવ કહે છે- પૂર્ણાનંદનો નાથ ચૈતન્યબિંબ પ્રભુ-તેને અનુભવવો તે અમારો વિષય છે. જ્ઞાન છે તે દ્રવ્ય-ગુણ-પર્યાય-બધાને જાણે, પણ દ્રષ્ટિનો વિષય તો શુદ્ધ, એક, ધ્રુવ નિર્વિકલ્પ વસ્તુ છે, જેમાં પર્યાયનો પણ અભાવ છે. શું કીધું? જે પર્યાય ધ્રુવને વિષય કરે છે તે પર્યાયનો ધ્રુવમાં-ત્રિકાળી પ્રભુમાં અભાવ છે. બહુ ઝીણી વાત પ્રભુ! નિયમસારના કળશ ૨૦૦ માં મુનિવર કહે છે-
“કોઈ એવી (-પરમ) સમાધિ વડે ઉત્તમ આત્માઓના હૃદયમાં સ્ફુરતી,