Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3478 of 4199

 

સમયસાર ગાથા-૩૭૨ઃ ૨૭

સમતાની અનુયાયિની સહજ આત્મસંપદાને જ્યાં સુધી અમે અનુભવતા નથી, ત્યાં સુધી અમારા જેવાઓનો જે વિષય છે તેને અમે અનુભવતા નથી.”

જુઓ, સહજ શુદ્ધ આત્મસંપદા એ મુનિવરોનો વિષય છે. જ્યારે અજ્ઞાનીઓનો વિષય રાગ-દ્વેષ ને પુણ્ય-પાપ આદિ વિકારી ભાવ છે.

શુદ્ધનયનો વિષય કહો કે સમ્યગ્દર્શનનો વિષય કહો-તે ચૈતન્યચમત્કાર પ્રભુ, નિત્ય, અભેદ, એક જેને સમયસાર ગાથા ૧૧ માં ભૂતાર્થ કહી તે શુદ્ધ આત્મવસ્તુ છે. અહા! દ્રષ્ટિનો વિષય જેમાં રાગ નહિ, ભેદ નહિ, નિમિત્ત નહિ, અપૂર્ણતા નહિ અને એક સમયની પર્યાય પણ નહિ એવી ધ્રુવ નિત્યાનંદ ચિદાનંદમય વસ્તુ છે. અહાહા...! નિર્મળાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ એ એક જ સમ્યગ્દર્શનનું ધ્યેય અને વિષય છે. સમ્યગ્દર્શનનો વિષય સમ્યગ્દર્શન નથી, પર્યાય નથી; ત્રિકાળી ધ્રુવ એકરૂપ ચૈતન્યવસ્તુ એ સમ્યગ્દર્શનનો વિષય છે. અહા! જેમાં ધ્રુવની પ્રતીતિ થઈ તે સમ્યગ્દર્શન ધ્રુવમાં નથી અને ધ્રુવ એમાં ગયું નથી. બહુ ઝીણી વાત! ધ્રુવ તો જેમ છે તેમ સદા એકરૂપ જ છે.

ભલે પર્યાયમાં મિથ્યાત્વ અને રાગ-દ્વેષ તીવ્ર હોય, છતાં ધ્રુવ દ્રવ્ય જે છે તે તો એવું ને એવું એકરૂપ શુદ્ધ છે. તથા આત્માનું જ્ઞાન-દર્શન અને રમણતા થતાં પણ ધ્રુવ દ્રવ્ય તો એવું ને એવું જ છે. કેવળજ્ઞાન પ્રગટે અને સિદ્ધપદ પ્રગટે ત્યાં પણ અંદર દ્રવ્ય તો શુદ્ધ ચૈતન્યરૂપ એવું ને એવું છે. અહા! આવું ચૈતન્ય-ચમત્કારી દ્રવ્ય અંદર છે તે શુદ્ધનયનો વિષય છે.

કેવળજ્ઞાન પ્રગટતાં એ પર્યાય એક સમયમાં ત્રણકાળ-ત્રણલોકને-દ્રવ્ય-ગુણ- પર્યાયને ભિન્ન ભિન્ન જાણે છે, અને તે જ સમયમાં કેવળદર્શનની પર્યાય કોઈપણ પ્રકારનો ભેદ પાડયા વિના ત્રણકાળ-ત્રણલોકને સામાન્યપણે દેખે છે. અહા! આવો મહા અદ્ભુત જેની એક સમયની પર્યાયનો ચમત્કાર છે એવી પરમ અદ્ભુત ચૈતન્ય-ચમત્કાર વસ્તુ આત્મા છે. ભાઈ! આ વાત તર્કથી ઉપર-ઉપરથી બેસે નહિ, પણ અંતર-અનુભવથી બેસે તેવી છે. અહાહા...! જેના આશ્રયથી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શાંતિ, અનંત પ્રભુતા પર્યાયમાં પ્રગટે છતાં વસ્તુ તો અંદર એવી ને એવી એકરૂપ રહે એના ચમત્કારનું શું કહીએ? અહા! આવી ચૈતન્ય-ચમત્કાર વસ્તુ પ્રભુ આત્મા શુદ્ધનયનો વિષય છે અને તેને લક્ષમાં લઈ અનુભવતાં સમ્યગ્દર્શન થાય છે. સમજાણું કાંઈ...?

અહાહા....! ત્રિકાળી દ્રવ્ય ચમત્કારી ને તેની એકેક પર્યાય પણ ચમત્કારી છે. કેવળજ્ઞાનની એક સમયની એક પર્યાય એકેક દ્રવ્યને, તેના એકેક ગુણને, તેની એકેક પર્યાયને, તેના અનંત અવિભાગ પ્રતિચ્છેદોને, નિમિત્તને, રાગને-દરેકને એક સમયમાં ભિન્ન-ભિન્નપણે જાણે છે. અહા! આવો જેની પર્યાયનો ચમત્કાર છે એવો અનંત શક્તિ