Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3480 of 4199

 

સમયસાર ગાથા-૩૭૨ઃ ૨૯

આત્માનો કાંઈ પુરુષાર્થ જ નથી. અહા! કર્મનો ઉદય પરિણમાવે એમ આત્મા પરિણમે એમ નથી. જેવો કર્મનો ઉદય આવે એમ આત્માને પરિણમવું પડે એમ નથી. વાસ્તવમાં આત્માના ઊંધા પુરુષાર્થથી જ પોતે રાગદ્વેષરૂપ પરિણમે છે, કર્મના નિમિત્તથી નહિ. વેદાંતવાળા તો વર્તમાન અપરાધ છે એ માનતા નથી; પર્યાય જ માનતા નથી ને? પણ અહીં એવી વાત નથી. વસ્તુ અંદર ધ્રુવ ત્રિકાળ છે, અને તેની વર્તમાન વર્તમાન વર્તતી પર્યાય છે. વળી પર્યાયમાં અનાદિથી ભૂલ છે, વિકાર છે. તે ભૂલ, કહે છે, પોતાના જ અપરાધથી છે, કર્મે કરાવી છે એમ નથી. હવે કહે છે-

‘આવું આત્માના સ્વરૂપનું જ્ઞાન જેમને નથી તેઓ એમ માને છે કે પરદ્રવ્ય આત્માને જેમ પરિણમાવે તેમ આત્મા પરિણમે છે. આવું માનનારા મોહરૂપી નદીને ઉતરી શકતા નથી (અથવા મોહની સેનાને હરાવી શકતા નથી), તેમને રાગદ્વેષ મટતા નથી.’

પહેલાં કહ્યું કે-શુદ્ધનયથી આત્મા અભેદ એકાકાર નિત્ય શુદ્ધ ચિદ્રૂપસ્વરૂપ છે. પરંતુ તેની એક સમયની પર્યાયમાં-અવસ્થામાં રાગાદિ વિકાર છે તે પોતાના જ અપરાધથી છે. પ્રમાણજ્ઞાનથી જોતાં પર્યાયમાં નિર્મળતા અને સુખ છે, સાથે મલિનતા અને દુઃખ પણ છે અને તેને પોતે ભોગવે છે એમ જ્ઞાની જાણે છે.

હવે એક બાજુ કહે કે જેને સમ્યગ્દર્શન થયું છે એવો જ્ઞાની-ધર્મી પુરુષ વિકારનો સ્વામી નથી, વિકારનો સ્વામી પુદ્ગલ છે. સમયસાર ગાથા ૭૩ માં આવી ગયું કે-“ પુદ્ગલદ્રવ્ય જેનું સ્વામી છે એવું જે ક્રોધાદિ ભાવોનું વિશ્વરૂપપણું (અનેકરૂપપણું) તેના સ્વામીપણે સદાય નહિ પરિણમતો હોવાથી મમતા-રહિત છું” જ્યારે બીજી બાજુ પ્રવચનસારમાં એમ કહે છે કે પર્યાયમાં જે સુખદુઃખના પરિણામ થાય તેનો આત્મા સ્વામી છે. ત્યાં પરિશિષ્ટમાં છે કે-“પ્રથમ તો આત્મા ખરેખર ચૈતન્ય સામાન્ય વડે વ્યાપ્ત અનંત ધર્મોનું અધિષ્ઠાતા (સ્વામી) એક દ્રવ્ય છે.” અહાહા....! ગુણ છે, જે સમ્યગ્દર્શન આદિ નિર્મળ પર્યાય છે અને એની સાથે જે રાગ અને દુઃખ છે એનો અધિષ્ઠાતા-સ્વામી આત્મા છે. પુણ્ય-પાપના ભાવ જે થાય તેનો સ્વામી આત્મા છે. આ તે કેવી વાત!

ભાઈ! વિકારનો સ્વામી પુદ્ગલ છે, આત્મા નહિ -એમ કહ્યું ત્યાં તો દ્રષ્ટિપ્રધાન વાત છે, દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ વાત છે. રાગ અને દુઃખ છે તેને ગૌણ કરીને ત્યાં વાત છે, તેનો અભાવ કરીને નહિ. જ્યારે સુખદુઃખના પરિણામનો સ્વામી આત્મા જ છે, કર્મ નહિ -એમ કહ્યું ત્યાં જ્ઞાનપ્રધાન વાત છે.

જુઓ, નય છે તે એક અંશને વિષય કરે છે, પ્રમાણ છે તે દ્રવ્ય-પર્યાય બન્નેને