Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3481 of 4199

 

૩૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ એકસાથે જાણે છે. શુદ્ધનયનો વિષય શુદ્ધ એક ત્રિકાળી દ્રવ્ય છે, અને તેને જાણતાં- અનુભવતાં સાથે પ્રમાણના વિષયનું પણ જ્ઞાન થાય છે. પ્રમાણના વિષયમાં દ્રવ્ય- ત્રિકાળી અને પર્યાય-વિકારી ને નિર્વિકારી-એમ બન્ને આવે છે. ધર્મી જીવને પર્યાયમાં નિર્મળતા છે ને સાથે રાગ અને દ્વેષ પણ છે; તે એક સમયમાં સુખ અને દુઃખ બન્ને ભાવને વેદે છે-એમ પોતે જાણે છે તે પ્રમાણજ્ઞાનની અપેક્ષાએ વાત છે; આવી વાત છે. સમજાણું કાંઈ...?

ભગવાન આત્મા ત્રિકાળ એકરૂપ દ્રવ્ય છે. તેમાં એક સમયની પર્યાય છે તે ઉપર ઉપર છે. અસંખ્ય પ્રદેશમાં દરેક પ્રદેશની ઉપર ઉપર પર્યાય છે. ઉપર ઉપર એટલે શું? કે તે પર્યાય દ્રવ્યમાં પ્રવેશતી નથી (અર્થાત્ ત્રિકાળી દ્રવ્યરૂપ થઈ જતી નથી). ચેન-સાંકળી હોય તેમાં હજાર કડી-અંકોડા હોય છે. તેમ આત્મામાં અસંખ્ય પ્રદેશો છે. તેમાં અંદરનું જે દળ (દ્રવ્યમાન) છે તે ધ્રુવ છે અને જ્યાં ધ્રુવ છે ત્યાં ઉપર ઉપર પર્યાય થાય છે. અહાહા....! શુદ્ધનયનો વિષય ધ્રુવ દ્રવ્ય જ્યાં છે ત્યાં ઉપર ઉપર પર્યાય છે અને જ્યાં પર્યાય ઉપર છે ત્યાં ધ્રુવ સમીપ છે. એમ પર્યાયનું ક્ષેત્ર ખરેખર તો ભિન્ન છે; પર્યાયનું ક્ષેત્ર ભિન્ન અને અંદર ધ્રુવનું ક્ષેત્ર ભિન્ન છે. એક ક્ષેત્રના બે અંશ છે. અસંખ્ય પ્રદેશના ક્ષેત્રમાં પર્યાય ઉપર ઉપર ભિન્ન છે તે પર્યાયને અંતરમાં વાળવાની છે. બધા ક્ષેત્રે પર્યાયને અંતરમાં વાળવાની છે.

પ્રમાણનો વિષય દ્રવ્ય-પર્યાય બન્ને છે. શુદ્ધનયનો વિષય એકલું ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે. ધ્રુવ ઉપર જે વર્તમાન પર્યાય છે તે અંદર પ્રવેશતી નથી, ઉપર ઉપર રહે છે. જેમ પાણીના દળમાં તેલનું ટીપું પ્રવેશતું નથી તેમ ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશી ધ્રુવ દળ છે તેમાં બદલવું કે પલટવું નથી. એવા ધ્રુવની ઉપર ઉપર પલટતી અવસ્થા રહે છે, તે ધ્રુવધામમાં પ્રવેશતી નથી. આવું વીતરાગનું તત્ત્વ ખૂબ ઝીણું ભાઈ! આ તમારા રૂપિયા જેમ (પુણ્ય હોય તો) મળી જાય ને? તેમ આ નથી. આ તો ઉપયોગ ઝીણો કરે તો સમજાય એમ છે. બાકી અગિયાર અંગનાં ભણતર ભણી ગયો પણ વસ્તુ અને એની પર્યાયને યથાર્થ જાણ્યાં નહિ તો તેથી શું? અહા! ૧૧ અંગના કરોડો શ્લોક કંઠસ્થ કર્યા પણ તેથી શું?

સમયસાર ગાથા ૧૪૩માં આવે છે કે-આત્મા અબદ્ધસ્પૃષ્ટ છે, પવિત્ર છે, સામાન્ય છે, એકરૂપ છે-એવો જે વિકલ્પ ઉઠે છે તે તો રાગ છે; તેથી શું? એવા વિકલ્પથી શું લાભ છે? તે વિકલ્પને છોડીને વર્તમાન પર્યાયને ધ્રુવ તરફ વાળી તેનો અનુભવ કરવો એનું નામ સમ્યગ્દર્શન છે, અને એનું નામ ધર્મ અને મોક્ષમાર્ગ છે. ભાઈ! તારું તત્ત્વ આવું ખૂબ ગંભીર છે. સમજાણું કાંઈ...?

અહા! શુદ્ધનયનો વિષય અનંત શક્તિવાળો, ચૈતન્યચમત્કારમાત્ર, નિત્ય, અભેદ,