૭૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
प्रकाशते ज्ञानमतीव शुद्धम्।
अज्ञानसञ्चेतनया तु धावन्
बोधस्य शुद्धिं निरुणद्धि बन्धः।। २२४।।
પોતાથી (આત્માથી) અત્યંત ભેદપૂર્વક અનુભવતો થકો; આલોચના છે. એ રીતે તે આત્મા સદા પ્રતિક્રમતો (અર્થાત્ પ્રતિક્રમણ કરતો) થકો, સદા પચખતો (અર્થાત્ પ્રત્યાખ્યાન કરતો) થકો અને સદા આલોચતો (અર્થાત્ આલોચના કરતો) થકો, પૂર્વકર્મના કાર્યરૂપ અને ઉત્તરકર્મના કારણરૂપ ભાવોથી અત્યંત નિવૃત્ત થયો થકો, વર્તમાન કર્મવિપાકને પોતાથી (આત્માથી) અત્યંત ભેદપૂર્વક અનુભવતો થકો, પોતામાં જ- જ્ઞાનસ્વભાવમાં જ-નિરંતર ચરતો (વિચરતો, આચરણ કરતો) હોવાથી ચારિત્ર છે (અર્થાત્ પોતે જ ચારિત્રસ્વરૂપ છે). અને ચારિત્રસ્વરૂપ વર્તતો થકો પોતાને-જ્ઞાનમાત્રને- ચેતતો (અનુભવતો) હોવાથી (તે આત્મા) પોતે જ જ્ઞાનચેતના છે, એવો ભાવ (આશય) છે.
ભાવાર્થઃ– ચારિત્રમાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચનાનું વિધાન છે. તેમાં, પૂર્વે લાગેલા દોષથી આત્માને નિવર્તાવવો તે પ્રતિક્રમણ છે, ભવિષ્યમાં દોષ લગાડવાનો ત્યાગ કરવો તે પ્રત્યાખ્યાન છે અને વર્તમાન દોષથી આત્માને જુદો કરવો તે આલોચના છે. અહીં તો નિશ્ચયચારિત્રને પ્રધાન કરીને કથન છે; માટે નિશ્ચયથી વિચારતાં તો, જે આત્મા ત્રણે કાળનાં કર્મોથી પોતાને ભિન્ન જાણે છે, શ્રદ્ધે છે અને અનુભવે છે, તે આત્મા પોતે જ પ્રતિક્રમણ છે, પોતે જ પ્રત્યાખ્યાન છે અને પોતે જ આલોચના છે. એમ પ્રતિક્રમણસ્વરૂપ, પ્રત્યાખ્યાનસ્વરૂપ અને આલોચનાસ્વરૂપ આત્માનું નિરંતર અનુભવન તે જ નિશ્ચયચારિત્ર છે. જે આ નિશ્ચયચારિત્ર, તે જ જ્ઞાનચેતના (અર્થાત્ જ્ઞાનનું અનુભવન) છે. તે જ જ્ઞાનચેતનાથી (અર્થાત્ જ્ઞાનના અનુભવનથી) સાક્ષાત્ જ્ઞાનચેતનાસ્વરૂપ કેવળજ્ઞાનમય આત્મા પ્રગટ થાય છે.
હવે આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય કહે છે, જેમાં જ્ઞાનચેતનાનું ફળ અને અજ્ઞાનચેતનાનું (અર્થાત્ કર્મચેતનાનું અને કર્મફળચેતનાનું) ફળ પ્રગટ કરે છેઃ-
શ્લોકાર્થઃ– [नित्यं ज्ञानस्य सञ्चेतनया एव ज्ञानम् अतीव शुद्धम् प्रकाशते] નિરંતર જ્ઞાનની સંચેતનાથી જ જ્ઞાન અત્યંત શુદ્ધ પ્રકાશે છે; [तु] અને [अज्ञानसञ्चेतनया] અજ્ઞાનની સંચેતનાથી [बन्धः धावन्] બંધ દોડતો થકો [बोधस्य शुद्धिं निरुणद्धि] જ્ઞાનની શુદ્ધતાને રોકે છે-જ્ઞાનની શુદ્ધતા થવા દેતો નથી.