૭૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨
આ પાંચ અણુવ્રત, પાંચ મહાવ્રત વગેરેના શુભભાવ એ મારા છે એમ જ્ઞાનીએ માન્યું નથી, પણ એ પરજ્ઞેય તરીકે છે, સ્વજ્ઞેયમાં નહિ. તેથી તેના ફળ તરીકે જે કર્મનું બંધન પડયું એ પણ પરજ્ઞેય તરીકે છે. મને બંધન છે, હું બંધાણો એમ જ્ઞાની માનતો નથી. તથા એના ફળમાં જે સંયોગ મળે તે પણ એને પરજ્ઞેય છે. સંયોગ મારા છે એમ જ્ઞાની માનતો નથી.
સમ્યગ્દ્રષ્ટિ ધર્મીને આત્માનો સ્વાદ રુચિકર છે. રુચિકર એટલે આનંદ આપનારો. રુચિ-શ્રદ્ધા-પ્રતીતિની વ્યાખ્યા આ છે કે-એને પ્રત્યક્ષ (આત્માના) આનંદનો સ્વાદ આવ્યો તે રુચિ-શ્રદ્ધા-પ્રતીતિ છે. આ જૈનધર્મ છે જુઓ, જૈનદર્શન એ વસ્તુદર્શન છે. બધાને ભેગા કરીને વિશ્વધર્મ વિશ્વધર્મ કહે પણ એ વિશ્વધર્મ છે જ નહિ. ભગવાન સર્વજ્ઞદેવે કહેલો એક જ માર્ગ વિશ્વધર્મ-જૈનધર્મ છે. એને બીજા કોઈ ધર્મ સાથે મેળ છે નહિ. ભાઈ, બીજાને ઠીક લાગે કે ન લાગે, પણ વસ્તુ તો આ છે. વસ્તુ જ્ઞાનાનંદ- સ્વભાવી જે જ્ઞાયક આત્મા તેની રુચિ કરતાં જે જ્ઞાન અને આનંદની શક્તિ છે તે પર્યાયમાં પ્રગટ થાય છે, તેને આસ્વાદો એમ કહે છે. આ માર્ગ છે, આ સિવાય બીજો કોઈ માર્ગ નથી. કુંદકુંદાચાર્યની એક ગાથા છે કે સમક્તિ જેવી કલ્યાણકારી જગતમાં કોઈ ચીજ નથી અને મિથ્યાત્વ જેવી અકલ્યાણકારી જગતમાં કોઈ ચીજ નથી.
તેથી અહીં કહે છે કે રસિકજનોને રુચિકર ઉદય થઈ રહેલું જે જ્ઞાન તે આસ્વાદો, કારણ કે ‘इह’ આ લોકમાં ‘आत्मा किल’ આત્મા છે તે ખરેખર ‘कथम् अपि’ કોઈ પ્રકારે ‘अनात्मना साकम्’ અનાત્મા (પરદ્રવ્ય) સાથે ‘क्वापि’ કોઈ કાળે ‘तादात्म्यवृत्तिम् न कलयति’ તાદાત્મ્યવૃત્તિ (એકપણું) પામતો નથી. અનાત્મા એટલે રાગથી માંડીને બધી ચીજો અનાત્મા છે. આ આત્માની અપેક્ષાએ સિદ્ધ ભગવાન પણ અનાત્મા છે. અહાહા! અહીં કહે છે કે કોઈ પણ પ્રકારે કોઈ કાળે ભગવાન આત્મા પરદ્રવ્ય સાથે એકરૂપ થતો નથી. ભગવાન જ્ઞાયકસ્વરૂપ પ્રભુ ગુણ-ગુણીના ભેદના વિકલ્પથી માંડીને બધાય જે અનાત્મા-પરદ્રવ્ય તેની સાથે એકપણાને પામતો નથી. આવો ધર્મ અને આવો માર્ગ! અહાહા!
પ્રશ્નઃ–દયા પાળવી, વ્રત કરવાં એ તો તમે કહેતા નથી?
ઉત્તરઃ–સાંભળને બાપા! એ દયા અને વ્રતનો જે વિકલ્પ છે એમાં તારી દયા નથી. પરની દયા પાળવાનો વિકલ્પ એ શુભભાવ છે. (સ્વરૂપની હિંસા છે.) બાપુ! સ્વના આશ્રયનો માર્ગ કોઈ અલૌકિક છે. તેથી પરનો આશ્રય છોડીને સ્વનો આશ્રય કર એમ કહે છે. આત્મા રાગ અને પર સાથે કદી પણ એક્તા પામતો નથી. કારણ કે ‘एकः’ આત્મા એક છે. તે અન્ય દ્રવ્ય સાથે એકરૂપ થયો નથી. જુઓ એક કળશમાં કેટલું ભર્યું છે? અમારી આંખ સારી હતી, હમણાં જરા બગડી છે, અમારું શરીર અત્યાર સુધી નીરોગી રહ્યું છે, કોઈ દિવસ સૂંઠ પણ ચોપડી નથી ઇત્યાદિ. આમ ‘અમારું’ અમારું એવી પર સાથે