પટકવી, પટકતાં જ રાગ અને જ્ઞાન જુદા થઈ જાય છે અને તત્કાલ જ પ્રજ્ઞા રાગને ત્યાગી દઈ, જ્ઞાન નામ આત્માને ગ્રહણ કરે છે. લ્યો, આનું નામ જ્ઞાનચેતના છે, અને તે એક જ મોક્ષનો ઉપાય છે.
(ત્યાં પ્રથમ કાવ્ય કહે છેઃ-)
સંબંધી) ‘सर्व कर्म’ સમસ્ત કર્મને ‘कृत–कारित–अनुमननैः’ કુત-કારિત-અનુમોદનાથી અને ‘मन–वचन–कायैः’ મન-વચન-કાયાથી ‘परिहृत्य’ ત્યાગીને ‘परमं नैष्कर्म्यम्’ હું પરમ નૈષ્કર્મ્યને (-ઉત્કૃષ્ટ નિષ્કર્મ અવસ્થાને) અવલંબું છું. (એ પ્રમાણે, સર્વ કર્મનો ત્યાગ કરનાર જ્ઞાની પ્રતિજ્ઞા કરે છે.)
અહાહા.....! ધર્મી ચારિત્રવંત પુરુષ શું કહે છે? કે ત્રણે કાળનાં સમસ્ત કર્મનો હું ત્યાગ કરું છું-મનથી, વચનથી, કાયાથી અને કૃત-કારિત-અનુમોદનાથી. અહાહા....! ભૂતકાળમાં જે પુણ્ય-પાપરૂપ વિકારી કાર્ય થયાં તે અને વર્તમાન તથા ભવિષ્ય સંબંધીનાં સર્વ કર્મનો ત્યાગ કરું છું. અહાહા....! હું એ કર્મોનો કર્તા નહિ, કારયિતા નહિ અને થાય તેનો અનુમોદન કરનારો પણ નહિ-એમ સર્વ કર્મનો હું ત્યાગ કરું છું. અહા! પરમાં કાર્ય થાય એની તો અહીં વાત જ નથી, ઘડો થાય એને કુંભાર (-જીવ) કરે એ તો વાત જ નથી.
અરે! હજુ કેટલાય જૈનમાં રહેલા પણ કુંભાર (-જીવ) ઘડો કરે છે એમ માને છે. પણ બાપુ! એ તારી માન્યતા મિથ્યા છે. એ તો આવી ગયું ભાઈ! ગાથા ૩૭૨ માં કે ઘડો કુંભારથી થાય એમ અમે દેખતા નથી; માટી જ, કુંભારના સ્વભાવને નહિ સ્પર્શતી થકી, પોતાના સ્વભાવથી ઘડારૂપે ઊપજે છે. જો કુંભારથી ઘડો થાય તો ઘડો કુંભારના આકારે થવો જોઈએ, પણ એમ કદાપિ બનતું નથી. માટી જ ખરેખર ઘડાની ઉત્પાદક છે. અહીં આ વાત નથી.
અહીં તો કહે છે - ત્રિકાળનું સમસ્ત કર્મ નામ શુભાશુભ ભાવ તેને કરતો નથી, કરાવતો નથી, કરતાને અનુમોદતો નથી-મનથી, વચનથી, કાયાથી, હું તો જ્ઞાનસ્વરૂપ શુદ્ધ એક ચિદાનંદ ભગવાન છું ને તેમાં જ સ્થિર થાઉં છું. લ્યો, આનું નામ ચારિત્ર છે. મહાવ્રતના પરિણામ તે ચારિત્ર નહિ. મહાવ્રતના રાગનો-કર્મનો તો અહીં સર્વ પ્રકારે ત્યાગ કરે છે. ભાઈ! જુઓ, શું કહે છે? ત્રણે કાળના સમસ્ત કર્મને એટલે પંચ-