Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3565 of 4199

 

૧૧૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ મહાવ્રત આદિના રાગને હું કરતો નથી, કરાવતો નથી અને કરતાને અનુમોદતો નથી- મનથી, વચનથી, કાયાથી. પૂર્વે કોઈ અહિંસાદિ વ્રતના શુભ અને હિંસાદિ અવ્રતના અશુભ વિકલ્પ કર્યા હોય તે, વર્તમાન હોય તે અને ભવિષ્ય સંબંધી સમસ્ત કર્મને, કહે છે, હું મનથી, વચનથી, કાયાથી અને કૃત-કારિત-અનુમોદનાથી ત્યાગ કરું છું. અહા! સકલ કર્મના સંન્યાસપૂર્વક સમ્યગ્દ્રષ્ટિને જે સ્વસ્વરૂપમાં-અંતઃતત્ત્વમાં સ્થિરતા-રમણતા થાય તેનું નામ ચારિત્ર છે, અને તે મોક્ષનું કારણ છે. સમજાણું કાંઈ....?

અહાહા...! કહે છે-સમસ્ત કર્મત્યાગીને હું પરમ નૈષ્કર્મ્યને -પરમ નિષ્કર્મ દશાને- અવલંબું છું. અહા! આત્મા વસ્તુ તો અંદર પરમ નિષ્કર્મ છે; અને તેના આશ્રયે પરિણમતાં પરમ નિષ્કર્મ અવસ્થા પ્રગટ થાય છે. અહા! આવી નિષ્કર્મ-વીતરાગદશાને પ્રાપ્ત થાઉં છું એમ કહે છે. સમ્યગ્દર્શનમાં રાગથી ભિન્ન પોતાની જ્ઞાનમાત્ર ચીજનું જ્ઞાન અને અનુભવ તો થયાં છે, પણ કાંઈક અસ્થિરતા હજુ છે, તે અસ્થિરતાનો, કહે છે, ત્યાગ કરીને-સ્વસ્વરૂપમાં સ્થિરતારૂપ પરમ નિષ્કર્મ અવસ્થાને અવલંબું છું. લ્યો, આ ચારિત્ર છે; ધર્માત્મા પુરુષો આવી નિષ્કર્મ દશાને પ્રાપ્ત થાય એને ચારિત્ર કહે છે ભાઈ!

હવે લોકોને દર્શન શું? જ્ઞાન શું? ચારિત્ર શું? -કાંઈ ખબર ન મળે એટલે દેવ- ગુરુ-શાસ્ત્રને માને તે સમકિત, શાસ્ત્રનું જ્ઞાન તે જ્ઞાન અને બહારમાં મહાવ્રત પાળે તે ચારિત્ર -એમ માને પણ ભાઈ! એ માન્યતા યથાર્થ નથી, સત્યાર્થ નથી. અહીં તો કહે છે-ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ સદાય નિષ્કર્મ શક્તિના સ્વભાવરૂપ છે. તેની સન્મુખ થઈ પરિણમતાં જે સ્વસંવેદન જ્ઞાન થયું તે જ્ઞાન, ‘હું આ જ છું’ એવી જે પ્રતીતિ થઈ તે સમ્યગ્દર્શન અને તેનો ઉગ્ર આશ્રય કરતાં જે વિશેષ નિષ્કર્મ-વીતરાગદશા થઈ તે ચારિત્ર. અહા! દયા, દાન, વ્રત આદિ સકળ કર્મના ત્યાગરૂપ નિષ્કર્મ અવસ્થા છે અને તે ચારિત્ર છે. સમજાણું કાંઈ....? ધર્માત્મા કહે છે-સમસ્ત કર્મ ત્યાગીને હું પરમ નિષ્કર્મ એવી વીતરાગદશાને અવલંબું છું. આવો મારગ જગતથી સાવ જુદો છે ભાઈ!

આ પ્રમાણે સર્વકર્મનો ત્યાગ કરવાની જ્ઞાની પ્રતિજ્ઞા કરે છે. આ પ્રતિજ્ઞા! આમ બહારથી પ્રતિજ્ઞા કરે એમ નહિ, આ તો ત્રિકાળી એક જ્ઞાયકભાવના ઉગ્ર આલંબન દ્વારા નિષ્કર્મ દશા-વીતરાગ દશાને પ્રાપ્ત થાય એને પ્રતિજ્ઞા કરે છે એમ કહ્યું. સમજાણું કાંઈ....?

હવે ટીકામાં પ્રથમ, પ્રતિક્રમણ-કલ્પ અર્થાત્ પ્રતિક્રમણનો વિધિ કહે છેઃ-

પ્રતિક્રમણ કરનાર કહે છે કેઃ-