૭૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ સ્વરૂપમાં સાવધાની તે સફળ (મોક્ષ માટે) છે. પ્રવચનસાર ગાથા ૧૧૬ માં સફળ અને અફળ જુદી રીતે સંસારની અપેક્ષાથી આવે છે. ત્યાં પુણ્ય-પાપના ભાવનું (મોહ સહિત ક્રિયાનું) સફળપણું કહ્યું છે. એટલે તે વડે મનુષ્યાદિ જે ગતિ મળે છે તે અવશ્ય મળશે. અને મોહરહિત આત્માની ધાર્મિક ક્રિયાનું અફળપણું કહ્યું છે. એટલે એના ફળમાં સંસાર પ્રાપ્તિ નહિ મળે. આ પ્રમાણે મોહ વૃથા છે, જૂઠો છે, દુઃખનું કારણ છે. તથા અમોહ સફળ છે, સાચો છે અને સુખનું કારણ છે. એમ બાવીસમો કળશ પૂરો થયો.
[પ્રવચન નં. ૬૨-૬૩-૬૪ * દિનાંક ૩૧-૧-૭૬ થી ૨-૨-૭૬]
ॐ