૧૨૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ એનાથી પુણ્ય બંધાશે, ધર્મ નહિ થાય. અશુભભાવથી બચવા ધર્મી જીવને પણ યથાસંભવ શુભભાવ આવે ખરો, પણ તે ધર્મસ્વરૂપ નથી. શુભાશુભથી રહિત થઈને અંદર સ્વરૂપમાં રમવું-ઠરવું એનું નામ ધર્મ છે.
શુદ્ધ આત્માસ્વરૂપનું ભાન થયા પછી, ધર્માત્માને અશુભથી નિવર્તવારૂપ શુભભાવ આવે છે, તેને વ્યવહારથી ઠીક પણ કહીએ છીએ, પણ નિશ્ચયે તો તે અઠીક જ છે, હેય- છોડવાલાયક જ છે. આવી માન્યતા સમ્યગ્દર્શનની ભૂમિકામાં સાધકને દ્રઢપણે થયેલી જ હોય છે. હવે અહીં તો એનાથી આગળ વાત છે.
એક સમયની પર્યાયમાં જે શુભાશુભરૂપ વિકૃતભાવ છે, તેનું લક્ષ છોડીને અંદર જુઓ તો અહા! અંદર અનંતગુણના રસથી ભરેલું શુદ્ધ ચૈતન્યદળ મહા પવિત્ર પડેલું છે. તેની દ્રષ્ટિપૂર્વક તેમાં સ્થિર થઈ રમતાં શુદ્ધોપયોગનું આચરણ થાય છે અને અશુદ્ધોપયોગ છૂટી જાય છે. આનું નામ પ્રત્યાખ્યાન છે. અહા! આવી રીતે જ શુદ્ધોપયોગમાં રમતાં રમતાં ઉગ્ર-અતિ ઉગ્ર આશ્રય થયે કેવળજ્ઞાન પ્રગટ થાય છે. ભાઈ! આ બહુ ધીરજ અને શાન્તિનું કામ છે.
અહીં આ પ્રમાણે બધા ૪૯ ભંગ પાઠમાં બતાવ્યા પ્રમાણે સમજવા.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
(પ્રત્યાખ્યાન કરનાર જ્ઞાની કહે છે કે-) ‘भविष्यत् समस्तं कर्म प्रत्याख्याय’ ભવિષ્યના સમસ્ત કર્મને પચખીને (-ત્યાગીને) ‘निरस्त–सम्मोहः निष्कर्मणि चैतन्य– आत्मनि आत्मनि आत्मना नित्यम् वर्ते’ જેનો મોહ નષ્ટ થયો છે એવો હું નિષ્કર્મ (અર્થાત્ સર્વ કર્મોથી રહિત) ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ (-પોતાથી જ નિરંતર વર્તું છું)
આત્માનાં શ્રદ્ધાન-જ્ઞાન થયા પછી પચખાણ કરવામાં અંદરનો ઘણો પુરુષાર્થ જોઈએ. શુદ્ધ-ઉપયોગમાં ઉગ્રપણે અંદર રમે એનું નામ પ્રત્યાખ્યાન છે. દયા, દાન-વ્રત, ભક્તિ ઈત્યાદિના વિકલ્પ ઉઠે એ તો ખરેખર અપ્રત્યાખ્યાન છે, અશુદ્ધતા છે. તેનાથી ભિન્ન પડી અંદર ઉપયોગ શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવમાં રમે તે પ્રત્યાખ્યાન છે.
૪૭ શક્તિઓમાં એક અભાવ નામની આત્માની શક્તિ છે. રાગ અને કર્મના અભાવસ્વભાવસ્વરૂપ એક અભાવ નામની આત્મામાં શક્તિ છે. અશુદ્ધતા અર્થાત્ કર્મપણે ન થાય એવી આત્મામાં અભાવ નામની શક્તિ છે. છતાં નિમિત્ત વશ થતાં અવસ્થા વિકૃત થાય છે. સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાતા રહીને તેને પરજ્ઞેયપણે માત્ર જાણે છે, વિકૃત દશા